Home /News /dharm-bhakti /Shattila Ekadashi 2023: ષટતિલા અગિયારસના દિવસે ન કરશો આ 7 ભૂલ, વ્રત થઇ જશે નિષ્ફળ

Shattila Ekadashi 2023: ષટતિલા અગિયારસના દિવસે ન કરશો આ 7 ભૂલ, વ્રત થઇ જશે નિષ્ફળ

એકાદશી પર આ ભૂલો કરવાથી ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ

Shattila Ekadashi 2023: ષટતિલા એકાદશીનું વ્રત આજે 18 જાન્યુઆરીએ છે. જે લોકો ષટતિલા એકાદશીનું વ્રત કરી રહ્યાં છે તેમણે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઇએ, જેથી તેમનું વ્રત નિષ્ફળ ન જાય.

    Shattila Ekadashi 2023: આજે ષટતિલા અગિયારસનું વ્રત છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપ દૂર થાય છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકો ષટતિલા અગિયારસનું વ્રત કરે છે, તે લોકોએ કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ બાબતોનું ધ્યાન રાખવાથી વ્રત નિષ્ફળ થતું નથી.

    ઘણીવાર વ્રત કરનાર વ્યક્તિથી એવી ભૂલ થઈ જાય છે, જેના કારણે વ્રત તૂટી જાય છે. ષટતિલા અગિયારસના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ, તે અંગ તિરુપતિના જ્યોતિષ આચાર્ય ડો.કૃષ્ણ કુમાર ભાર્ગવે વિગતવાર જાણકારી આપી છે.

    આ પણ વાંચો :  Budh Gochar: આજે બુધ થશે માર્ગી; મેષ-કર્ક સહિત આ 4 રાશિઓના જાતકોની જૉબ પર તોળાઇ રહ્યું છે જોખમ

    ષટતિલા અગિયારસના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ



    • ષટતિલા અગિયારસના નામ વિશે વિચારણા કરવામાં આવે તો આ નામમાં તલ આવે છે. આ વ્રતમાં સ્નાન કરવા, ભોજન બનાવવામાં, ભગવાનને થાળ આપવામાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. આ દિવસે ભૂલ્યા વગર તલનો ઉપયોગ કરવો જોઈએ.

    • ષટતિલા અગિયારસના દિવસે સાદા પાણીથી સ્નાન ન કરવું જોઈએ, પાણીમાં તલ નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. શરીર પર તલનું ઉબ્ટન લગાવો. તમે તલનું તેલ પણ લગાવી શકો છો.

    • જે લોકો ષટતિલા અગિયારસના દિવસે દાન નથી કરતા, તે લોકોને વ્રતનું પુણ્ય મળતું નથી. આજના દિવસે તલનું દાન અચૂકથી કરવું જોઈએ.
      ષટતિલા અગિયારસના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુના રોમમાંથી ચોખાની ઉત્પત્તિ થઈ હતી.

    • અગિયારસના વ્રતમાં રીંગણનું પણ સેવન ન કરવું જોઈએ અને આ દિવસે જમીન પર સૂવું જોઈએ.

    • અગિયારસના દિવસે ઘરમાં કચરો ન વાળવો જોઈએ. આ દિવસે સૂક્ષ્મ જીવનો નાશ ન થાય તે હેતુથી કચરો વાળવાની મનાઈ કરવામાં આવી છે.

    • ષટતિલા અગિયારસનું વ્રત કર્યા પહેલાં તીખી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.


    આ પણ વાંચો :  Mauni Amavasya 2023: મૌની અમાસ પર રચાઇ રહ્યો છે શનિ સંયોગ, ભગવાન વિષ્ણુ-શનિદેવને આ રીતે કરો પ્રસન્ન

    ષટતિલા અગિયારસનું આગવું મહત્ત્વ


    ધાર્મિક માન્યતા અનુસાર ષટતિલા અગિયારસને તમામ વ્રત કરતા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના શરીરમાંથી દેવી અગિયારસની ઉત્પત્તિ થઈ હોવાથી આ અગિયારસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને મોક્ષ પ્રદાન કરે છે અને વૈકુંઠમાં સ્થાન આપે છે. આ જીવાત્મા જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.


    અગિયારસની કથા શા માટે સાંભળવી જોઈએ?


    દર વર્ષે અગિયારસના 14 વ્રત હોય છે અને તમામ અગિયારસની અલગ અલગ કથા પણ હોય છે. જ્યારે તમે અગિયારસની કથા સાંભળો છો, તો તમને તે અગિયારસના મહત્ત્વ વિશે જાણ થાય છે. વ્રતના નિયમ અનુસાર વ્રત કરવામાં આવે તો વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Dharam bhakti, Ekadashi, Lord Vishnu, Vrat Importance

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन