Home /News /dharm-bhakti /દિવાળીના 15 દિવસ પહેલા આ ખાસ અવસર પર કરો માતા લક્ષ્મીની પૂજા, ધન-ધાન્યની ક્યારે નહિ થાય કમી

દિવાળીના 15 દિવસ પહેલા આ ખાસ અવસર પર કરો માતા લક્ષ્મીની પૂજા, ધન-ધાન્યની ક્યારે નહિ થાય કમી

લક્ષ્મી માતા

Sharad Purnima 2022: હિન્દૂ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર દિવાળી આવી રહી છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પહેલા શરદ પૂર્ણિમા હોય છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજાનુ પણ વિશેષ મહત્વ છે.

  ધર્મ ડેસ્ક: દિવડાનો તહેવાર દિવાળીનું હિન્દૂ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. જેની લોકો આખું વર્ષ રાહ જુવે છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે દિવાળીથી 15 દિવસ પહેલા પણ મા લક્ષ્મીનો દિવસ હોય છે. એ દિવસે પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસને શરદ પૂર્ણિમા અથવા કોજાગરી કહેવામાં આવે છે. આ વખતે શરદ પૂર્ણિમા 9 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવે છે.

  આખી રાત જાગરણ


  અશ્વિન માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આખી રાત જાગી ભજન-કીર્તન કરવામાં આવે છે. માન્યતા છે કે આ રાતે દેવરાજ પોતે ધરતી પર આવે છે અને જોઈ છે કે કોણ જાગરણ કરે છે.

  આ પણ વાંચો: તહેવારોમાં ફેંગશુઈ ટીપ્સ અનુસાર દીવાલોને કરો પેઈન્ટ, ઘરમાં રહેશે સુખ અને શાંતિ

  મા લક્ષ્મીના ચરણ


  શરદ પૂર્ણિમાના દિવસે જે વ્યક્તિ આખી રાત જાગરણ કરીને વિધિ-વિધાન સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે દેવી લક્ષ્મીના પ્રવેશ માટે લોકો ઘરના દરવાજાથી લઈને પૂજા સ્થાન સુધી તેમના પગ બનાવે છે. આ દિવસે ખીર બનાવવાની પણ પરંપરા છે.

  ખીરનો વિશેષ ભોગ


  રાત્રે માતા લક્ષ્મીને ખાસ ખીર ચઢાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્રનો પ્રકાશ ખીરમાં રાખવાથી તેમાં અમૃતના ટીપા પડે છે. એટલા માટે મોટાભાગના લોકો રાત્રે ચંદ્રના પ્રકાશમાં ગાયના દૂધની બનેલી ખીર રાખે છે, પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.
  Published by:Damini Damini
  First published:

  Tags: Diwali 2022, Goddess Lakshmi, Sharad Poonam

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन