sharad poonam 2020: શરદ પૂનમે કેમ ખીર બનાવવામાં આવે છે, શું છે સોયમાં દોરો પરોવવાનું મહત્વ?

શરદ પૂનમે ખીર બનાવવાનું અને સોયમા દોરો પરોવવાનું મહત્વ

આજે શરદપૂનમ છે. લોકો પોતાના ઘરે આજે રાત્રે ખીર બનાવી ચંદ્રમાના પ્રકાશમાં મુકે છે અને બીજા દિવસે આરોગે છે.

  • Share this:
    ધર્મભક્તિ : આજે શરદપૂનમ છે. લોકો પોતાના ઘરે આજે રાત્રે ખીર બનાવી ચંદ્રમાના પ્રકાશમાં મુકે છે અને બીજા દિવસે આરોગે છે. આનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ પણ છે. તો બીજી બાજુ ચંદ્રમાની રોશનીમાં સોયમાં દોરો પરોવવાની પણ માન્યતા લોકો નીભાવતા હોય છે. કહેવાય છે કે, જેની આંખો સારી હોય તે ચંદ્રમાના પ્રકાશમાં સોયનો દોર પણ પરોવી શકે છે.

    આ દિવસે ખીર કેમ બનાવવામાં આવે છે?

    શરદ પૂનમની શીતળ ચાંદનીમાં ખીર રાખવાનું વિધાન છે, ખીરમાં મિશ્રીત દૂધ, ખાંડ અને ચોખાના કારક પણ ચંદ્રમા છે. અત: આમાં ચંદ્રમાનો પ્રભાવ સર્વાધિક રહે છે. 3-4 કલાક સુધી ખીર પર જ્યારે ચંદ્રમાના કિરણો પડે છે, તો આ ખીર અમૃત તુલ્ય બની જાય છે, જેને પ્રસાદરૂપે ગ્રહણ કરવાથી વ્યક્તિ વર્ષભર નિરોગી રહે છે. આયુર્વેદ અનુસાર, આ ખીરનું સેવન કેટલીક ઔષધિયો મિલાવીને દમના રોગીને પણ કરાવવામાં આવે છે. આ ખીર પિત્તશામક, શીતળ, સાત્વિક હોવાની સાથે વર્ષભર પ્રસન્નતા અને આરોગ્યમાં સહાયક સિદ્ધ થાય છે. આ ખીરથી ચિત્તમાં શાંતી મળે છે. અને સાથે પિત્તજનિત સમસ્ત રોગોનો પ્રકોપ પણ શાંત થઈ જાય છે.

    શરદ પૂનમે સોયમાં દોરો પરોવવાથી શું થાય છે?

    શરદ પૂનમની રાત્રે ચન્દ્રમા સામે એક જ નજરે જોવાથી અથવા ચંદ્રમાના પ્રકાશમાં સોયમાં દોરો પરોવવાથી આંખની જ્યોતિ વધે છે. ચન્દ્રમાની પૂર્ણ વધારે અનુરાગ ઉત્પન્ન કરવાની સાથે, જડતામાં પણ ચેતનાનો ભાવ ઉત્પન્ન કરે છે.

    જ્યોતિષ ઉપાય

    જ્યોતિષ મતાનુસાર, શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજીની ષોડશોપચાર વિધિથી પૂજા કરીને સૂક્ત પાઠ, કનકધારા સ્ત્રોત, વિષ્ણુસહસ્ત્રનામ કરવાથી, જેમની કુંડળીમાં ધનયોગ ના હોય તો પણ માતા તેમને ધન-ધાન્યથી સંપન્ન કરે છે.

    પૂનમના ચાંદથી મેળવો લક્ષ્મીજીની કૃપાઆ દિવસે રજનીશ અર્થાત ચંદ્રમાની પૂજા અર્ચના કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમે થયો હતો, જેથી આ દિવસે લક્ષ્મીજીની પૂજાનું પણ ખુબ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની દિવ્ય રાસલીલાનો આરંભ પણ શરદ પૂનમે થયો હતો.

    અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને કોજોગાર પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂનમે ચંદ્રમા પૃથ્વીની એકદમ નજીક હોય છે.

    પૌરાણિક માન્યતા

    નારદ પુરાણ અનુસાર, શરદ પૂનમે માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર પૃથ્વી પર ભ્રમણ કરે છે. અને જુએ છે કે કોણ જાગે છે? એટલે કે પોતાના કર્તવ્યને લઈ કોણ જાગૃત છે. શરદ પૂનમે માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી તેમની અસીમ કૃપા થાય છે.
    Published by:kiran mehta
    First published: