આસો મહિનાની પૂનમને શરદ પૂનમ તરીકે ઉજવવામાં આવે છે. તેને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષમાં ફક્ત આ દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલે છે. તેમાંથી નીકળતા કિરણો રાત્રે અમૃત વરસાવે છે. શરદ પૂનમની રાત્રે દૂધની ખીર બનાવીને ચંદ્રના પ્રકાશમાં ખાવાનો રિવાજ છે. માન્યતા છે કે, ચંદ્રના કિરણો ખીરમાં પડવાથી તે અમૃત સમાન ગુણકારી અને લાભકારી બની જાય છે.
શરદ પૂર્ણિમાનો ચંદ્ર માત્ર શારીરિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ નથી તે ધાર્મિક દ્રષ્ટિથી પણ વિશેષ પૂજનીય છે. આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને એશ્વર્ય આપે છે. આ સરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી મળશે ચંદ્ર દેવની કૃપા...
ॐ चं चंद्रमस्यै नम:
दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।
नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।
ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।
ॐ ऐं क्लीं सोमाय नम:।
ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।
બનાસકાંઠા: કઠોર આરાધના, નવરાત્રીમાં નકોરડા ઉપવાસ, 24 કલાક એક પગે ઉભા રહી કરે છે માની ભક્તિ
પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. તેનું મહત્વ અને ઉલ્લાસના રીત-ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબ શરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે.
Horoscope Today, 30 October 2020: કર્ક, સિંહ અને કન્યા રાશીના લોકોને થશે ધન લાભ
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે.
Horoscope Today, 30 October 2020: મકર, કુંભ અને મીન રાશીના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે
એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.