Home /News /dharm-bhakti /

Sharad Purnimaના દિવસે આટલુ કરવાથી લક્ષ્મીજીની કૃપા વધવાની સાથે ચંદ્ર દોષથી મળશે છૂટકારો 

Sharad Purnimaના દિવસે આટલુ કરવાથી લક્ષ્મીજીની કૃપા વધવાની સાથે ચંદ્ર દોષથી મળશે છૂટકારો 

વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.

વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.

    તહેવારોની હેલી બરાબરની જામી ઉઠી છે, એક તરફ નવરાત્રીની (Navratri) પૂર્ણાહૂતિ થઇ છે અને દિવાળીના (Diwali) પર્વની આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે આસો સુદ પુનમ એટલે કે શરદ પૂર્ણિમા (Sharad Purnima) 30 ઓક્ટોબર, શુક્રવારનાં રોજ ઉજવાશે. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.

    આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.

    - ॐ चं चंद्रमस्यै नम:

    - दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।
    नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।

    - ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।

    - ॐ ऐं क्लीं सोमाय नम:।

    - ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।

    ભારતમાં અનેક અજબ-ગજબ ધાર્મિક માન્યતાઓ, ક્યાં પ્રસાદમાં ચઢે છે દૂધી, તો ક્યાંક થાય છે આવું...

    આ મંદિરમાં ભગવાનને રમકડાના વિમાનનો ચઢાવો કરવાથી મળી જાય છે Visa!

    ચંદ્રની શિતળતામાં દૂધ પૌંઆ કેમ ખાવા જોઇએ?

    આ રાતે લોકો ચંદ્રની શિતળતામાં દૂધ પૌંઆ મૂકીને આરોગે છે. આ ઉપરાંત શરદ પૂર્ણિમા નિમિત્તે અનેક સ્થળોએ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ દૂધ-પૌંઆ આરોગવા પાછળ પણ આર્યુવેદિક મહત્વ છે. આસો સુદ પૂનમથી વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય છે. આયુર્વેદના મતે આવા સમયે દૂધ પૌંઆ આરોગવાથી શરીરમાંથી પીત્ત પ્રકોપનો નાશ થાય છે. ચંદ્રના કિરણો દૂધમાં ભળવાથી દમના દર્દીઓને ફાયદો થતો હોય છે.





    પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે

    ધાર્મિક રીતે જોવામાં આવે તો, શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રીએ જ ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરતા હોવાની લોકવાયકા છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં સોયમાં દોરો પરોવવામાં આવે તો ક્યારેય અંધાપો આવતો નથી તેમ પણ માનવામાં આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navratri, Navratri 2020, Sharad Purnima

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन