Home /News /dharm-bhakti /

જાણો ઘરમાં શંખ રાખવાથી શુ થશે ફાયદા, વાસ્તુ અને સ્વાસ્થ્યમાં શંખનાદનું અનોખું મહત્વ

જાણો ઘરમાં શંખ રાખવાથી શુ થશે ફાયદા, વાસ્તુ અને સ્વાસ્થ્યમાં શંખનાદનું અનોખું મહત્વ

ઘરમાં શંખ રાખવાથી ઘણાં ફાયદાઓ થાય છે. (ફાઈલ તસવીર)

Shankh or Conch Benefits: ઘરમાં શંખ (Shankh) રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે.

  Shankh or Conch Benefits: ઘરમાં શંખ (Shankh) રાખવા અને વગાડવાના ઘણાં ફાયદા થાય છે. હિંદુ ધર્મમાં શંખને વિજય, સમૃદ્ધિ, શુભ અને યશનું પ્રતિક માનવામાં આવે છે. અનેક દેવી દેવતાઓના ફોટોમાં શંખ જોવા મળે છે. ઉત્સવ, પૂજા, હવન, મંગલધ્વનિ, પ્રયાણ, આગમન, યુદ્વ આરંભ, લગ્ન, રાજ્યાભિષેક જેવા ધાર્મિક કાર્યોમાં શંખ વગાડવામાં આવે છે. શંખને લક્ષ્મીજીનું સહોદર અને વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો (Laxmi ) વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે.

  આ કારણે શંખ સૌથી વધુ પવિત્ર

  ચમકદાર, સુડોળ, સુંદર, સ્પષ્ટ અને મધુર ધ્વનિવાળા શંખને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તૂટેલા, ઘસાયેલા, ખરાબ અવાજવાળા શંખનો ઉપયોગ કરવો નહીં અને તેને નદીમાં પધરાવી દેવા જોઈએ. શંખ મુખ્ય રૂપથી એક સમુદ્રી જીવનનું માળખું છે,કેમ કે શંખને દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ સાથે જોડાયેલ માનવામાં આવે છે. જેના લીધે શંખને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી જરૂર હોય છે.શંખ વગાડવાથી ઘરનું વાતાવરણ શુધ્ધ અને પવિત્ર બને છે એવી માન્યતા છે.મંગળ કાર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં પણ શંખને વગાડવું શુભ માનવામાં આવે છે.

  આ પણ વાંચો: Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: આ રાશિઓના જાતકોએ સપ્તાહે ‘મૌન’રહેવું લાભદાયી?

  નકારાત્મક ઊર્જાને શંખ દૂર કરે છે 

  શંખનાદથી સકારાત્મક ઊર્જાનું સર્જન થાય છે જેનાથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. શંખમાં પ્રાકૃતિક કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસની ભરપુર માત્રા હોય છે. દરરોજ શંખ ફૂંકનારા લોકોને ગળા અને ફેફસાને લગતા રોગ નથી થઇ શકતા. એટલું જ નહીં, શંખથી તમામ રોગોનો નાશ થાય છે. શંખ વગાડવાથી ચહેરા, શ્વસનતંત્ર, શ્રવણતંત્ર તથા ફેફસાનો પણ વ્યાયામ થાય છે. તો વળી શંખવાદનથી સ્મરણશક્તિ પણ વધે છે.

  શંખ વગાડવાથી આત્મબળમાં વૃદ્ધિમાં થશે વધારો 

  શંખ વગાડવાથી આત્મબળમાં વૃદ્ધિ, ફેફ્સાનું વ્યાયામ, સ્મરણશક્તિ, ધ્વનિ, ખાંસી, દમ, કમળો, બ્લ્ડપ્રેશર વગેરે જેવી બીમારીમાં રાહત મળે છે. તમે ખાંસી, દમ, કમળો,બ્લડપ્રેશર કે હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીથી પીડાતા હોવ તો આમાં રાહત મેળવવાનો એક સરળ માર્ગ એ છે તમે દરરોજ શંખ વગાડો. કહેવાય છે કે શંખનાદ તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. શંખથી નીકળનારી ધ્વનિ જ્યાંસુધી પહોંચે છે ત્યાંસુધી બીમારીઓના કીટાણુઓનો નાશ થાય છે. દક્ષિણવર્તી શંખ જે પરિવારમાં સ્થાપિત હોય છે, ત્યાં ગરીબી આવતી નથી, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. શંખમાં શુદ્ધ જળ ભરી વસ્તુ, વ્યક્તિ, સ્થાન પર છંટકાવ કરવાથી દુર્ભાગ્ય, અભિશાપ, અભિચાર અને દુર્ગ્રહના પ્રભાવને નષ્ટ કરે છે.

  આ પણ વાંચો: આ 3 રાશિના લોકો સૌથી વધુ જૂઠું બોલમાં એક્સપર્ટ, જાણો તેમના વિશેની તમામ માહિતી

  શંખ વગાડવાના ફાયદા

  1. શંખને વગાડવા થી ફેફસા ફેલાય છે અને તેનાથી અસ્થમા કે શ્વાસ થી જોડાયેલ સમસ્યા દુર થાય છે અને આપને આંતરિક રૂપ થી ખુબ ફાયદો થાય છે.

  2. શંખ વગાડવાથી રેકટલ મસલ્સ સંકોચાય ને ફેલાય છે તેનાથી એક્સરસાઈઝ પણ થાય છે. ગૈસ્ટ્રીક અને પેટ જેવી સમસ્યા આ વગાડવાથી દુર થાય છે.

  3. પ્રોસ્ટેટ મસલ્સની એક્સરસાઈઝ તો થાય જ છે તેને વગાડવા થી તેમાં સોજો નથી આવતો. યુરીનરી બ્લૈડરની એક્સરસાઈઝ પણ થાય છે, તેનાથી જોડાયેલ ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે.

  આ પણ વાંચો: Aaj nu Rashifal, 31 October 2021: આ રાશિના જાતકોને લાંબા સમયથી અટવાયેલા રૂપિયા મળશે

  4. શંખ વગાડવાથી મસલ્સની એક્સરસાઈઝ થાય છે અને ચેસ્ટની ટોનીંગ પણ થાય છે. તેના સિવાય વોકલ કાર્ડ અને થાઈરોઈડ થી જોડાયેલ સમસ્યામાં પણ ફાયદો મળે છે.

  5. સ્નાન કર્યા પછી જો આપ શંખ ને આપની સ્કીન પર હળવું હળવું રફ કરશો તો આપની સ્કીન ગ્લો કરવા લાગશે. તેનાથી આપ શંખ ને આપના દૈનિક રૂપથી કરવા લાગશો.

  6. આખી રાત શંખ ને પાણી માં રાખી દેવો અને પછી તે પાણી થી આંખો ને સાફ કરવી તેનાથી આપની આંખ તંદુરસ્ત રહશે.

  આ પણ વાંચો: Aaj nu Rashifal : આ રાશિના જાતકોનો આજનો દિવસ બનશે રોમેન્ટિક, જાણો આજનું રાશિ ભવિષ્ય

  7. આર્યુવેદના અનુસાર શંખોદક ના ભસ્મના ઉપયોગ કરવાથી પેટથી જોડાયેલ ઘણી બીમારીઓ જેવી કે પથરી, પીલીયા અને પાચન શક્તિ બધું સારું થઇ જાય છે. જોકે આનો ઉપયોગ કરતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vastu shastra, Vastu tips, ધર્મ ભક્તિ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन