Home /News /dharm-bhakti /

Secrets of Lord Shiva: જાણો ભગવાન શિવના 7 રહસ્ય વિશે, જેના વિશે તમે અત્યાર સુધી હતા અજાણ

Secrets of Lord Shiva: જાણો ભગવાન શિવના 7 રહસ્ય વિશે, જેના વિશે તમે અત્યાર સુધી હતા અજાણ

શંકર ભગવાન વિશે એવી ઘણી વાતો છે જે સામાન્ય લોકો નથી જાણતા.

Secrets of Lord Shiva: એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાન શંકરની ઉપાસના કરે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે. શંકર ભગવાન વિશે એવી ઘણી વાતો છે જે સામાન્ય લોકો નથી જાણતા.

  Secrets of Lord Shiva: હિન્દુ ધર્મમાં ભગવાન શિવ (Lord Shiva)ને મુખ્ય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે ભોલેનાથ (Bholenath), શંકર, આદિદેવ, મહેશ, રુદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે. પુરાણો અનુસાર ભોલેનાથ સ્વયંભૂ છે, તેમ છતાં ભગવાન શંકરના જન્મ સાથે જોડાયેલી ઘણી રહસ્યમય (Mysterious) કથાઓ ખૂબ જ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન શંકરની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેના ઉપર શિવની કૃપા રહે છે. ભગવાન શંકર વિશે ઘણી એવી વાતો છે જે મોટાભાગે સામાન્ય લોકો જાણતા નથી. આજે અમે તમને ભગવાન શંકર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે જણાવી રહ્યા છીએ.

  1. શિવથી થઈ કેટલાય રાક્ષસોની ઉત્પત્તિ

  પુરાણો અનુસાર જાલંધર નામના રાક્ષસની ઉત્પત્તિ ભગવાન શંકરના તેજથી થઈ હતી. એટલા માટે પુરાણોમાં તેને શિવનો અંશ માનવામાં આવે છે. અન્ય રાક્ષસ ભૂમા, ભોલેનાથના કપાળ પરના પરસેવાના ટીપામાંથી ઉત્પન્ન થયો હતો. આ ઉપરાંત અય્યપા, ભોલેનાથ અને મોહિનીના સંયોગથી જન્મ્યા હતા.

  2. કેમ નથી મળતું વર્ણન

  કેટલીક પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે અંધક અને ખુજા ભગવાન શંકરના પુત્રો હતા, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં આ બંનેનો કોઈ ઉલ્લેખ નથી.

  આ પણ વાંચો: ભગવાન શિવના ત્રિશુળ, ડમરુ, નાગ, નંદી, ત્રિપુંડ શેના પ્રતિક છે અને શિવને કઈ રીતે પ્રાપ્ત થયા?

  3. શિવના પ્રથમ શિષ્ય

  સપ્તર્ષિઓને ભગવાન શંકરના પ્રારંભિક શિષ્યો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સપ્તર્ષિઓ દ્વારા જ પૃથ્વી પર ભગવાન શિવના જ્ઞાનનો પ્રચાર થયો હતો.

  4 શું શિવ અને શંકર એક જ છે?

  ઘણા લોકો શિવ અને શંકરને એક જ શક્તિના બે નામ માને છે, પરંતુ તસવીરોમાં બંનેની આકૃતિ અલગ-અલગ છે. ઘણી જગ્યાએ, શંકરને શિવલિંગનું ધ્યાન કરતા દર્શાવવામાં આવ્યા છે.

  5. શિવની પત્નીઓ

  ભગવાન શિવની પત્નીઓ વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પ્રથમ પત્ની પ્રજાપતિ દક્ષની પુત્રી સતી હતી, તેમણે જ બીજો જન્મ હિમવાનને ત્યાં લીધો અને તે પાર્વતી તરીકે ઓળખાઈ. કહેવાય છે કે આ સિવાય ગંગા, કાલી અને ઉમા પણ શિવની પત્નીઓ હતી.

  આ પણ વાંચો: ભગવાન શિવએ સૂર્યદેવ પર કેમ કર્યો હતો ત્રિશૂલથી પ્રહાર, જાણો સમગ્ર ઘટના

  6. શિવના કેટલા પુત્રો

  ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેય હતા. ગણેશ એ બીજો પુત્ર છે જેમને માતા પાર્વતીએ ઉબટનમાંથી નિર્મિત કર્યા હતા. સુકેશ નામના અનાથ છોકરાનો પણ ભગવાન શિવ દ્વારા ઉછેર થયો હતો. જલંધરનો જન્મ શિવના તેજમાંથી થયો હતો. અયપ્પાનો જન્મ શિવ અને મોહિનીના સંયોગથી થયો હતો. ભૂમાનો જન્મ તેમના કપાળમાંથી ટપકેલા પરસેવામાંથી થયો. અંધક અને ખુજાનો ખાસ ઉલ્લેખ મળતો નથી.

  7. દરેક કાળમાં આપ્યા દર્શન

  એવું માનવામાં આવે છે કે શિવ એકમાત્ર એવા દેવતા છે જેમણે દરેક કાળમાં ભક્તોને દર્શન આપ્યા છે. તેઓ સતયુગમાં સમુદ્રમંથન સમયે પણ હાજર હતા અને ત્રેતા કાળમાં રામના સમયે પણ હાજર હતા. તેઓ દ્વાપરમાં મહાભારતકાળમાં પણ હતા અને કલિકાલમાં વિક્રમાદિત્યને પણ શિવના દર્શન થયાનો ઉલ્લેખ મળે છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
  Published by:Nirali Dave
  First published:

  Tags: Dharma, Dharma bhakti, Lord shiva, Religion, ધર્મભક્તિ

  આગામી સમાચાર