શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે આટલું કરો, થશે આટલા કામ
Shanivar na upay: શનિદેવ તમારાથી નાખુશ હશે તો તમને કોઈ પણ કાર્યમાં સફળતા નહીં મળે. યાદ રાખો કે, શનિદેવ જાતક કાર્યો (Karma)ના આધારે ફળ આપે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ મુશ્કેલી કે સંકટનો સામનો કરી રહ્યા હોવ તો શનિવારે શનિદેવની પૂજા (Pooja) કરો
Shaniwar Ke Upay: જીવનમાં ઘણી વખત આપણને સખત મહેનત કરવા છતાં જોઈતું પરિણામ મળતું નથી. આ પાછળ તમારી મહેનતની કમી નહીં, પરંતુ શનિદેવ (Shanidev)ની નાખુશી કારણભૂત હોઈ શકે છે. શનિદેવ તમારાથી નાખુશ હશે તો તમને કોઈ પણ કાર્યમાં સફળતા નહીં મળે. યાદ રાખો કે, શનિદેવ જાતક કાર્યો (Karma)ના આધારે ફળ આપે છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ મુશ્કેલી કે સંકટનો સામનો કરી રહ્યા હોવ તો શનિવારે શનિદેવની પૂજા (Pooja) કરો. આમ કરવાથી તમારા જીવન (Life)માં આવતા તમામ કષ્ટોનો નાશ થશે અને તમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળશે.
વ્યવસાય અને કોર્ટ કેસમાં સફળતા માટે
બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું હોય કે કોર્ટ કેસમાં મામલો ગૂંચવાયો હોય તેવા સંજોગોમાં શનિદેવને પ્રસન્ન કરીને રાહત મેળવી શકાય છે. આ માટે શનિવારે પીપળાના 11 પાન લઈને તેની માળા બનાવો. ત્યારબાદ આ માળાને શનિ મંદિરમાં અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે ऊँ श्रीं ह्रीं शं शनैश्चराय नमः મંત્રનો જાપ કરતા રહો
બઢતીને નડતી સમસ્યાથી મુક્તિ માટે
બઢતીના માર્ગમાં આવતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શનિવારે પીપળાના ઝાડ પર જઈને કાચા સૂતરનો દોરો સાત વખત લપેટો. આ દારો લપેટતી વખતે મનમાં ભગવાન શનિદેવનું ધ્યાન ધરવું.
દાંપત્ય જીવનમાં સુખ રહે તે માટે શનિવારે પીપળાના વૃક્ષ પાસે થોડો કાળા તલ ચઢાવવા જોઈએ. તલ ચઢાવ્યા બાદ પીપળાના મૂળમાં જળ પણ ચઢાવવું જોઈએ. આ તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ લાવશે.
નોકરીમાં સફળતા માટે
નોકરીની શોધમાં રહેલા લોકો કે પગાર વધારવા માંગતા લોકો નિરાશ હોય તો શનિવારે કાળો કોલસો લાવીને વહેતા પાણીમાં પધરાવી દો. આ સાથે शं शनैश्चराय नमः ના જાપ કરતાં જાવ.
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવી હોય તો પુષ્પ નક્ષત્ર દરમિયાન એક લોટો પાણી લઈને તેમાં થોડી ખાંડ નાખીને પીપળાના ઝાડ પાસે જઈને તેના મૂળમાં પાણીમાં નાખી દો. આ સાથે ऊँ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः મંત્રનો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર