Home /News /dharm-bhakti /Shanishchari Amavasya 2023: શનિશ્વરી અમાસના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થઇ જશે ક્રોધિત
Shanishchari Amavasya 2023: શનિશ્વરી અમાસના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થઇ જશે ક્રોધિત
શનિશ્વરી અમાસ 2023
Shanishchari Amavasya 2023: માહ માસની આવવા વાળી વર્ષની પહેલી અમાસ 21 જાન્યુઆરી શનિવારે છે. આ દિવસે શનિવાર હોવાથી શનિશ્વરી અમાસ પણ કહેવાય છે. શનિશ્વરી અમાસના દિવસે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ, નહીંતર શનિદેવ નારાજ થઇ જાય છે.
માહ માસની આવવા વાળી વર્ષની પહેલી અમાસ 21 જાન્યુઆરી શનિવારે છે. માહ માસની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે અને આ દિવસે શનિવાર પણ છે માટે શનિશ્વરી અમાસ પણ કહેવાય છે. હિન્દૂ ધર્મ ગ્રંથમાં શનિશ્વરી અમાસની વિશેષ મહત્વ છે. હિન્દૂ પંચાંગ અનુસાર મૌની અમાસના દિવસે શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સ્થિત રહેશે અને તેથી આ દિવસે શનિશ્વરી અમાસનું મહત્વ વધી જાય છે.
શનિશ્ચરી અમાસ પર આ કામ ન કરવું
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શનિશ્ચરી અમાસના દિવસે કેટલાક એવા કામ હોય છે જેને ટાળવા જોઈએ, નહીં તો શનિદેવ ક્રોધિત થઈ જાય છે અને શુભ ફળ નથી મળતું. પૌરાણિક માન્યતા અનુસાર, શનિદેવને એક પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે જે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે અને કુંડળીમાં શનિદેવની સ્થિતિ ખૂબ પ્રભાવશાળી છે. આવી સ્થિતિમાં શનિશ્ચરી અમાવસ્યાના દિવસે આ કામ ન કરવું જોઈએ.
અસહાય અને દુર્બલોને પરેશાન કરશો નહીં
શનિશ્ચરી અમાવસ્યાના દિવસે અસહાય, ગરીબ, દિવ્યાંગ લોકોએ ક્યારેય પરેશાન ન કરવું જોઈએ. આ સિવાય શનિશ્ચરી અમાસના દિવસે જો તમે આ અસહાય લોકોની મદદ કરો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.
શનિશ્ચરી અમાસના દિવસે પતિ-પત્નીએ સંબંધ ન બાંધવા જોઈએ. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે શનિશ્ચરી અમાસના દિવસે સંબંધ બાંધવાથી બાળક પર ખરાબ અસર પડે છે. તેને જીવનમાં અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર