Home /News /dharm-bhakti /Shani Amavasya 2023: વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ આ તારીખે, શનિદેવને પ્રસન્ન કરવા કરી લેજો આ વિશેષ ઉપાય
Shani Amavasya 2023: વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ આ તારીખે, શનિદેવને પ્રસન્ન કરવા કરી લેજો આ વિશેષ ઉપાય
માઘ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ્યા પણ કહેવામાં આવે છે.
માઘ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ અમાવસ્યા શનિવારના દિવસે આવી રહી છે, તેથી આ અમાવસ્યાને શનિશ્ચરી અમાવસ્યા પણ કહે છે. વૈદિક પંચાંગ અનુસાર 7 જાન્યુઆરીથી માઘ મહિનાની શરૂઆત થશે.
Mouni Amavasya 2023 : માઘ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. આ અમાવસ્યા શનિવારના દિવસે આવી રહી છે. તેથી આ અમાસને શનિશ્ચરી અમાવસ્યા પણ કહે છે. હકીકતમાં તેની પહેલા 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી શનિને પ્રસન્ન કરવા માટે શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે.
વૈદિક પંચાંગ અનુસાર 7 જાન્યુઆરીથી માઘ મહિનાની શરૂઆત થશે. આ દિવસે અમાવસ્યાની તિથિ હોવાના કારણે પિતૃઓ માટે શ્રાદ્ધ કાર્ય કરવામાં આવે છે. આ દિવસે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય પણ કરવામાં આવે છે.
મૌની અમાવસ્યા અને શનિ અમાવસ્યા 21 જાન્યુઆરી સવારે 06.17 વાગ્યાથી શરૂ થશે અને 22 જાન્યુઆરી 02.22 વાગે સવાર સુધી ચાલશે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો.
શનિશ્ચરી અમાવસ્યાના ઉપાય
આ દિવસે ધનુ, કુંભ, મકર, મિથુન અને તુલા રાશિના જાતકો અને શનિ ઢૈય્યા અને સાડાસાતી ધરાવતા લોકોએ શનિ પૂજા કરવી જોઇએ. શનિ ભગવાનને કાળા તલ અર્પણ કરો અને પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન આવતી તમામ અમાવાસ્યામાં મૌની અમાવસ્યાનું મહત્વ વધુ છે. આ અમાવસ્યા પર સંગમમાં સ્નાન કરવાથી શુભ ફળ મળે છે તેવું માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પૂર્વજો સંગમમાં સ્નાન કરવા આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી આર્થિક સમૃદ્ધિ જળવાઈ રહે છે.
પૂજાનું મહત્વ
આ અમાવસ્યા પર સ્નાન મૌનથી કરવામાં આવે છે, એટલે કે સ્નાન કર્યા પછી જ કોઈની સાથે વાત કરવાનું વિધાન છે. બીજી તરફ, આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાનું વિધાન પણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. આ સાથે તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર