Home /News /dharm-bhakti /Shanishchari Amavasya 2023: વર્ષની પહેલી શનિવારી અમાસ, 30 વર્ષ બાદ બની રહ્યો આ અદ્ભૂત યોગ
Shanishchari Amavasya 2023: વર્ષની પહેલી શનિવારી અમાસ, 30 વર્ષ બાદ બની રહ્યો આ અદ્ભૂત યોગ
શનિવારી અમાસ
Shanishchari Amavasya 2023: વર્ષની પહેલી શનિવારી અમાસ 21 જાન્યુઆરી 2023ના રોજ છે. આ દિવસે 30 વર્ષ બાદ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં હશે. આ જ દિવસે મૌની અમાસ પણ ઉજવવામાં આવશે
વર્ષની પહેલી શનિવારી અમાસ 21 જાન્યુઆરીએ થશે. આ વખતે ખાસ સંયોગ છે કે મોની શનિશ્વરી અમાસ પર શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે. આ દરમિયાન ખપ્પર યોગ, ચતુર્ગ્રહી યોગ, ષડાષ્ટક યોગ તેમજ સમસપ્તક યોગ પણ બનશે. માટે આ વર્ષે શનિશ્વરી અમાસ ખાસ હશે.
વૈદિક હિન્દૂ ધર્મમાં દરેક તિથિનું એક વિશેષ મહત્વ હોય છે. જેમાં અમાસની તિથિનું ખાસ મહત્વ છે. વર્ષની તમામ 12 અમાસમાં આવી આ એકમાત્ર અમાસ છે. જેમા સ્નાન, દાન ઉપરાંત મૌન વ્રત રાખવાનું ખાસ મહત્વ છે. આ દિવસે મૌન રહી જપ, તપ, સાધના, પૂજા પાઠ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓમાં માહ અમાસ પર દાન પુણ્ય કરવાથી તમામ કરવાથી તમામ પ્રકારના દુઃખ પાપોમાંથી મુક્તિ મળે છે.
જ્યોતિષાચાર્ય મુજબ, 21 જાન્યુઆરી શનિવારના રોજ 30 વર્ષ પછી મૌની શનિશ્વરી અમાસના અવસરે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હાજર થશે. મૌની અમાસ તિથિ 21 જાન્યુઆરી શનિવારના રોજ સવારે 6:17 કલાકથી શરૂ થશે અને 22મી જાન્યુઆરીના રોજ સવારે 2:22 સુધી ચાલશે. ઉદયા તિથિ અનુસાર મૌની શનિશ્ચરી અમાવસ્યા છે. એટલા માટે તે 21 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ પ્રસંગે શનિ, સૂર્ય અને શુક્રના સંયોગથી ખાપ્પર યોગ બનશે. આ ખપ્પર યોગ 7મી જાન્યુઆરીથી 7મી માર્ચ સુધી એટલે કે માહ મહિનાથી ફાલ્ગુન મહિનાની વચ્ચે ચાલશે. આ પછી 22 એપ્રિલથી 15 મે સુધી ચતુરગ્રહી યોગ બનશે. તેમજ 10મી મેથી 30મી જૂન સુધી શનિનો ષડાષ્ટક યોગ છે. તે પછી મંગળ અને શનિનો સમસપ્તક યોગ પણ બનશે. આ દરમિયાન વિશ્વ મંચ પર અણધારી ઘટનાઓ જોવા મળી શકે છે.
મૌની શનિશ્વરી અમાસ 21 જાન્યુઆરી શનિવારના રોજ પડી રહી છે. આ દિવસે પૂર્વા અષાડા નક્ષત્ર, ઉત્તરાષદા નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ, હર્ષ યોગ, બ્રજ યોગ, ચતુર પદ કરણ યોગ પણ અમાસ તિથિ પર રચાઈ રહ્યો છે. આ સાથે ચંદ્ર શનિની રાશિ મકર રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં શનિશ્વરી અમાસ પર ભક્તો પર શનિદેવની કૃપા વરસશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર