Home /News /dharm-bhakti /Shani Gochar 2023: શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ, આ રાશિઓની કિસ્મત બદલાશે, શનીદેવનાં કોપથી બચવા કરો આ ઉપાય
Shani Gochar 2023: શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ, આ રાશિઓની કિસ્મત બદલાશે, શનીદેવનાં કોપથી બચવા કરો આ ઉપાય
શનીદેવના ઉપાય, શનિગોચર 2023
SHANIDEV SADESATI: શનિદેવના શુભ હોવા પર વ્યક્તિનો ભાગ્યોદય થઇ જાય છે. જ્યોતિષી ગણના અનુસાર શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને શુભ કેટલીક રાશિઓને અશુભ ફળની પ્રાપ્તિ થશે.
SHANIDEV UPAY: 17 જાન્યુઆરીના રોજ રાશિ બદલી કુંભમાં કરશે પ્રવેશ
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવ ક્રૂર ગ્રહ તરીકે ઓળખાય છે, પરંતુ એવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ જ આપે છે. શનિ કર્મફળદાતા અને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ શુભ ફળ પણ આપે છે. હિન્દુ પંચાગ મુજબ, શનિ 17 જાન્યુઆરીએ મકર રાશિમાંથી નિકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે. એવામાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. તો કુંભ રાશિમાં શનિના ગોચરથી મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયામાંથી મુક્તિ મળશે.
શનિ તુલા રાશિમાં ઉચ્ચ અવસ્થામાં અને મેષ રાશિમાં નીચ અવસ્થામાં માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ માનવામાં આવે છે. શનિદેવના શુભ હોવા પર વ્યક્તિનો ભાગ્યોદય થઇ જાય છે. જ્યોતિષી ગણના અનુસાર શનિદેવના કુંભ રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓને શુભ કેટલીક રાશિઓને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આઓ જાણીએ શનિદેવના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને મળશે શુભ ફળ અને કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
આ રાશિના જાતકો સાચવજો!
17 જાન્યુઆરીથી મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે. તો કુંભ રાશિમાં શનિના ગોચરથી મિથુન અને તુલા રાશિના જાતકોને ઢૈયામાંથી મુક્તિ મળશે. આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈયા શરૂ થશે.
શનિવારે પીપળા પર કાળા તલ અને ખાંડ મુકો અને જળમાં દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડ પર અર્પણ કરો.
શનિના દુષ્પ્રભાવને શાંત કરવા માટે શનિવારે વ્રત રાખવુ જોઈએ. શિવની ઉપાસના કરવી જોઈએ, કાળી અડદની દાળ અથવા સાત અનાજનુ શનિવારે દાન કરવુ જોઈએ. કાળા વસ્ત્રો પણ દાન કરી શકાય છે.
જે લોકો પર શનિની સાડાસાતી અથવા ઢૈયા છે, તેમણે શનિધામ અથવા કોકિલા વનની યાત્રા કરવી જોઈએ.
સુંદરકાંડનો પાઠ કર્યા બાદ હનુમાન ચાલીસા અને શ્રીહનુમાષ્ટકનો પાઠ કરવાથી પણ શનિથી મળતા દુ:ખ ઓછા થવા લાગે છે. કોઈ પણ શનિવારથી શરૂ કરીને સતત 43 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં સિંદૂર, ચમેલીનુ તેલ, લાડુ અને એક નારિયેળ ચઢાવવુ જોઈએ.
શનિ સંબંધિત વસ્તુઓ જેમકે તેલ, લોખંડ, કાળી મસૂર, કાળા બૂટ, કાળા તલ, કસ્તુરી વગેરેનુ દાન કરવાથી પણ રાહત મળે છે.
જ્યારે કોઈ શનિવારના દિવસે શ્રવણ નક્ષત્ર આવી રહ્યું હોય ત્યારે શમીના ઝાડ પર કાળા દોરામાં બાંધીને અભિમંત્રિત કરીને ધારણ કરવાથી પણ લાભ મળે છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર