ધર્મભક્તીઃ ન્યાયના દેવતા શનિ મહારાજ (Shani dev) તમામ જીવોને તેમના શુભ અશુભ કાર્યોનું ફળ આપે છે. તેમની સામાન્ય દ્રષ્ટિ મનુષ્યના જીવનમાં પણ હલચલ પેદા કરે છે. એમાં પણ શનિ વક્રી (Shani vakri)ના કારણે વિવિધ રાશિઓ પર તેની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર (Effects on zodiac signs) જોવા મળે છે. આ વર્ષે 2022માં શનિદેવ 5 જૂનથી 23 ઓક્ટોબર સુધી 141 દિવસ કુંભ રાશિમાં વક્રી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ સવારે 3:16 વાગ્યે કુંભ રાશિ (Aquarius)માં વક્રી થશે. શનિ વક્રી દરમિયાન રાશિઓ પર નીચે મુજબની અસર જોવા મળશે.
મેષ (Aries): શનિ વક્રી દરમિયાન મેષ રાશિના જાતકોને ફાયદો થવાની અપેક્ષા છે. શનિની કૃપાથી કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે એટલે ધન તથા પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થવાની છે.
વૃષભ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે ઉતાવળ શેતાન બની શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આગળ વધતી વખતે કાળજી રાખો અને ક્રોધ તથા વાણી પર સંયમ રાખો.
મિથુન (Gemini): જીવનમાં નવી વસ્તુઓનો અનુભવ થશે. ઘર અને કામ પર આપવામાં આવતી જવાબદારીઓ પૂર્ણ કરો અને તેના વિશે વધારે વિચારશો નહીં.
કર્ક (Cancer): કર્ક રાશિના જાતકોએ પૈસાના ખર્ચ અંગે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક નુકસાન થઈ શકે છે. દલીલો ટાળો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા નોકરી - ધંધાના સ્થળે નવા પડકારો દેખાઈ શકે છે.
સિંહ (Leo): તમારે કામના તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમારી જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. નિયમોનું પાલન કરો અને નકારાત્મક લોકોથી દૂર રહો.
કન્યા (Virgo): કન્યા રાશિના જાતકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે અને નફાની નવી તકો ઉભી થઈ શકે છે. તમારે સ્વાસ્થ્યની ચિંતા કરવાની જરૂર નથી. શિક્ષણ જ સફળતાની ચાવી બની રહેશે. તમને કોર્ટ કેસોમાં સફળતા મળશે અને સહકારથી કારકિર્દીની પ્રગતિ થઈ શકે છે.
તુલા (Libra): આ રાશિના જાતકોના કામમાં અડચણો આવી શકે છે અને તેઓએ પૈસાને લઈને સાવચેત રહેવું પડશે. તમારા પાર્ટનરની વાત પર ધ્યાન આપીને મુશ્કેલીને હળવી કરી શકાય છે.