Home /News /dharm-bhakti /

Shani Vakri 2022: શું આપી રહ્યા છે આપને વક્રી થઇ રહેલા શનિ મહારાજ? જાણો આપની રાશિ પરની અસર

Shani Vakri 2022: શું આપી રહ્યા છે આપને વક્રી થઇ રહેલા શનિ મહારાજ? જાણો આપની રાશિ પરની અસર

શું આપી રહ્યા છે આપને વક્રી થઇ રહેલા શનિ મહારાજ? જાણો આપની રાશિ પરની અસર

Shani Vakri 2022 Rashifal: ૫ જૂનથી શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે (Shani Vakri 2022 dates). શનિ મહારાજ ન્યાયના દેવ છે દંડનાયક છે અને જયારે વક્રી બને છે ત્યારે વધુ કડક થઇ નિર્ણય અને ચુકાદાઓ આપતા જોવા મળે છે. આ સમયમાં અદાલતોમાં વિવાદાસ્પદ બાબતો સામે આવતી જોવા મળે. શનિ મહારાજ ૧૨ જુલાઈથી વક્રી ચાલથી ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે.

વધુ જુઓ ...
  જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી, Shani Vakri 2022 : શનિ ગ્રહ વિષે આપણા મનમાં ઘણી બધી માન્યતાઓ છે. શનિ મહારાજ (Shani Maharaj) વિષે જ્યોતિષશાસ્ત્ર (Astrology) માં છણાવટથી લખવામાં આવ્યું છે. શનિ મહારાજ કર્મ પ્રધાન છે. શનિ મહારાજ કળિયુગમાં મહેનતનું સારું પરિણામ આપી રાજયોગ આપનાર પણ છે. રાજનીતિમાં અને જાહેરજીવનમાં સફળતા અપાવવા પાછળ શનિ મહારાજ છે. આપણા કર્મોનું પરિણામ આપવાનું કામ શનિ મહારાજ પાસે છે અને એટલે જ પનોતી વિષે આપણામાં અનેક ગેરસમજ પણ છે. અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે જે મિત્રો નિષ્ઠાથી કર્મ કરે છે અને શિસ્તમાં રહે છે તેમને શનિની ખરાબ અસર (Shani Vakri Rasifal 2022) થવા પામતી નથી. જે મિત્રો ગરીબ લોકો અને વડીલોનું સન્માન કરે છે તેમના પર શનિ મહારાજની કૃપા વર્ષે છે.

  ૫ જૂનથી શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે (Shani Vakri 2022 dates). શનિ મહારાજ ન્યાયના દેવ છે દંડનાયક છે અને જયારે વક્રી બને છે ત્યારે વધુ કડક થઇ નિર્ણય અને ચુકાદાઓ આપતા જોવા મળે છે. આ સમયમાં અદાલતોમાં વિવાદાસ્પદ બાબતો સામે આવતી જોવા મળે. શનિ મહારાજ ૧૨ જુલાઈથી વક્રી ચાલથી ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે.

  મકર રાશિ કર્મની રાશિ છે કામકાજની રાશિ છે શનિ ત્યાં વક્રી થઇ પ્રવેશ કરશે. શનિ મહારાજ છેલ્લા ઘણા સમયથી ધનિષ્ઠા નક્ષત્રમાં ચાલી રહ્યા છે અને મકર અને કુંભ વચ્ચે ફરતા ફરતા બંને ને જોડતી કડી સમાન આ નક્ષત્રમાંથી પસાર થઇ રહ્યા છે.

  આ પણ વાંચો: Budh Margi 2022: 3 જૂને બુધની બદલાશે ચાલ, આ રાશિઓના લોકોની ખુલશે કિસ્મત

  ધનિષ્ઠા નક્ષત્રના બે ચરણ મકરમાં અને બે ચરણ કુંભ રાશિમાં છે બંને રાશિ શનિની રાશિ છે પણ શનિ જયારે મકરના ધનિષ્ઠામાં થી પસાર થાય છે ત્યારે પ્રશ્નો જન્માવે છે અને કુંભના છેલ્લા બે ચરણ ધનિષ્ઠામાં થી પસાર થાય ત્યારે તેના ઉકેલ આપે છે.

  કોઈ પણ ગ્રહ જયારે મકર અને ધનિષ્ઠામાં થી પસાર થાય ત્યારે તે ગ્રહને લગતી બાબતમાં પરેશાની અને પ્રશ્નો જન્મે છે જયારે કુંભ અને ધનિષ્ઠા તેના જવાબ અને ઉકેલ લાવે છે હાલમાં આપણે શનિને કુંભ અને ધનિષ્ઠામાં જોઈ રહ્યા છીએ તેથી થોડી શાંતિ જણાય છે અને થોડા ઉકેલ મળે છે પરંતુ ૧૨ જુલાઈથી ૨૩ ઓક્ટોબરના સમયમાં ધનિષ્ઠા અને મકર રાશિ માં શનિ હશે વળી વક્રી બની બળવાન હશે એટલે ઘણા ઘણા સવાલો કરશે અને કસોટી કરશે.

  ફરી કુંભ અને ધનિષ્ઠા માં આવશે ત્યારે તેના ઉકેલ આપતા જોવા મળશે ત્યાં સુધીના સમયમાં મોંઘવારી, મંદી, બેરોજગારી, વિવાદો, આંતરિક યુદ્ધ જેવી અનેક સ્થિતિઓ જોવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે ધનિષ્ઠા એ બધાના જવાબ પણ આપશે જ.

  આ સમયમાં લેબર કોર્ટ ઘણા નોંધનીય ચુકાદાઓ આપશે અને આ સમયમાં કેરીઅર બાબતના અને કામકાજને લગતા વિવાદોના કેઈસ વધુ આવતા જોવા મળશે. આ ઉપરાંત વિવાદાસ્પદ બાબતો ચર્ચામાં આવતી જોવા મળશે. શનિએ પ્રજાના કારક છે તેથી પ્રજાના અલગ અલગ અવાજો પણ આ સમયમાં બુલંદ થતા જોવા મળે.

  એકંદરે જૂનથી ઓક્ટોબરનો સમય દેશની આંતરિક બાબતો પર પણ અસર કરતો જોવા મળે. આ સમયમાં વિદેશનીતિ કરતા આંતરિક સુરક્ષા મહત્વનો મુદ્દો બને વળી શનિ રાજનીતિનો સૂચક હોવાથી હાલના સમય થી ઓક્ટોબર સુધીમાં રાજનીતિમાં મોટા ભૂકંપ આવતા જોવા મળે અને સમીકરણો મૂળથી જ બદલાતા જોવા મળે.

  આ પણ વાંચો: Habits: આ 6 ખરાબ આદતોથી માણસ થઈ જાય છે કંગાળ, લક્ષ્મી રિસાઈ જાય છે

  મીનમાં મંગળ ગુરુ શુક્ર યુતિ બની રહી છે મંગળ એ હથિયાર છે મીનમાં જયારે મંગળ આવે ત્યારે તે જૂની તલવાર મ્યાન કરી નવી તલવાર લાવે છે એ રીતે જોઈએ તો જુના શસ્ત્ર સરંજામની જગ્યા એ નવા શસ્ત્રો આવતા જોવા મળશે.  શનિ મહારાજ હાલમાં કુંભમાં થી પસાર થઇ રહ્યા છે જેથી કર્ક રાશિને નાની પનોતી વૃશ્ચિક રાશિને નાની પનોતી જયારે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિને મોટી પનોતી શરુ છે.

  શનિના વક્રી થવાથી રાશિ મુજબ અસર વિચારીએ તો.... (Shani Vakri 2022 Rasifal)


  મેષ (અ,લ,ઈ) : કાર્યક્ષેત્ર દોડધામ કરાવે અને ઉપરી અધિકારી સાથે ખટરાગ થઇ શકે. સમજીને ચાલવું પડે.

  વૃષભ (બ,વ,ઉ) : હાથમાં આવેલી તક જતી ના રહે તેની કાળજી લેવી પડે, પિતા અને ગુરુનું સન્માન કરવું.

  મિથુન (ક,છ,ઘ) : કોર્ટ કચેરી વિલ વરસના પશ્નો અટવાતા જણાય, મિત્રો સાથે ગેરસમજ નિવારવી પડે.

  કર્ક (ડ,હ): દામ્પત્યજીવનમાં સમજીને ચાલવું, ભાગીદારી માટે પણ સમય મધ્યમ જણાય.

  સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે. શારીરિક બાબતમાં સંભાળવું પડે.

  કન્યા (પ ,ઠ ,ણ ) : સંતાન અંગે ચિંતા રહે, વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે તેવો સમય. વિદેશ જવા ઇચ્ચછૂક મિત્રોને  વિલંબ થાય.

  તુલા (ર,ત) :  પ્રોપર્ટી અંગે સમજી વિચારી નિર્ણય કરવા સલાહ છે, જમીન મકાન વાહન સુખ મધ્યમ રહે.

  વૃશ્ચિક (ન ,ય ) : વાતચીતમાં ગેરસમજ નિવારવી, માનસિક વ્યગ્રતા  રહે, ધાર્યા કામ પાર ના પડે.

  ધન (ધ ,ભ ,ફ ,ઢ ): આર્થિક બાબતે સમજીને ચાલવું પડે, બોલવામાં કાળજી રાખવી પડે, સમય મધ્યમ રહે.

  મકર (ખ ,જ ) : સમયની સાથે બદલાવ જરૂરી છે, આ સમયમાં અનેક પરિવર્તન આવતા જોવા મળે. અંગત જીવનમાં પણ ફેરફાર જોવા મળે.

  કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી બને છે, અનિંદ્રાના પ્રશ્ન પણ રહે.

  મીન (દ ,ચ ,ઝ ,થ): વધુ મહેનતે ઓછું પરિણામ આવતું જોવા મળે, કારણ વિનાના પ્રશ્નો ખડા થતા જોવા મળે. માનસિક થાક લાગે..

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા ૨૫ વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Shani vakri 2022, ધર્મભક્તિ, રાશિફળ

  આગામી સમાચાર