Home /News /dharm-bhakti /

Shani Vakri 2022 Effect: જાણો શનિ વક્રી થતાં જનજીવન પર શું થાય છે અસર ? સંભવિત કોરોના લહેરને લઈને પંડિતજીએ કહી આ મોટી વાત

Shani Vakri 2022 Effect: જાણો શનિ વક્રી થતાં જનજીવન પર શું થાય છે અસર ? સંભવિત કોરોના લહેરને લઈને પંડિતજીએ કહી આ મોટી વાત

સંભવિત કોરોના લહેરને લઈને પંડિતજીએ કહી આ મોટી વાત - શનિ વક્રીની અસર

Shani Vakri 2022: ગત તારીખ ૫ જૂનથી દંડનાયક શનિ મહારાજ વક્રી થયા છે જે જનજીવન સામે પ્રશ્નો ખડા કરે છે વળી અગાઉ લખ્યા મુજબ અંતરવિગ્રહની સ્થિતિ પણ આપે છે. અત્રે હું લખી ચુક્યો છું કે શનિના વક્રી થવા સાથે સીમા ઉપરાંત દેશની અંદર પણ અંતરવિગ્રહની સ્થિતિ માટે ધ્યાન આપવું પડશે જે સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

વધુ જુઓ ...
  જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી-
  શનિ મહારાજના વક્રી (Shani Vakri 2022) થવાની અસર અનેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે વળી મેડિકલ ક્ષેત્રે કોરોના (Corona) ફરી માથું ઉંચકી રહ્યો છે તો કેટલાક દેશમાં મંકિપોક્સ (monkeypox virus) ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે શનિ મહારાજ વક્રી ચાલે ફરી મકર તરફ પ્રયાણ કરી રહ્યા છે જે પહેલાની જેમ સ્વાસ્થ્ય અંગે ચિંતા કરાવનાર છે (Shani Vakri 2022 Effect). આગામી લહેર (Corona Wave) બાબતે સૌએ સાવચેતીના પગલાં અવશ્ય લેવા જોઈએ. અત્રે લખ્યા મુજબ શનિ મહારાજ વક્રી થતા વધુ તેજ રીતે પરિણામ આપતા જોવા મળે છે વળી તે મકર તરફ ગતિ કરી રહ્યા હોય અને મકર એ કર્મની રાશિ છે માટે શનિ મહારાજ લોકોના કામકાજ અને કર્મ બાબતે વધુ ફોકસ કરી રહ્યા છે અને એ અંગે કાનૂની કાર્યવાહી પણ કરાવી રહ્યા છે (shani vakri effects on makar rashi).

  જાહેરજીવનની રાશિ તુલા માં કેતુ મહારાજ લોકોને હવે સમૂહમાં એકઠા થતા રોકે છે અને પોતપોતાના કાર્યમાં વ્યસ્ત રાખતા જોવા મળે છે. ૧૫ જૂનના ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અત્યારે વૃષભમાં તેઓ જે પૈસા કે વસ્તુનો સંગ્રહ છે એને બહાર લાવે છે તથા તેનો હિસાબ પૂછવામાં આવે છે જયારે મિથુનમાં આવશે પછી વ્યાપારને ઉત્તેજન આપશે અને કમ્યુનિકેશનમાં નવી ટેક્નોલોજી કે નવી ડીલ થતી જોવા મળશે વળી સોસીઅલ મીડિયામાં પણ નવી બાબતો આવતી જોવા મળશે. સૂર્યના મિથુનમાં આવવાથી પાડોશી દેશ સાથેના સબંધો અંગે પણ નવા ખુલાસા થશે.

  આ પણ વાંચો: Shani Vakri 2022: શું આપી રહ્યા છે આપને વક્રી થઇ રહેલા શનિ મહારાજ? જાણો આપની રાશિ પરની અસર

  મારા વર્ષોના જ્યોતિષ અવલોકનમાં મેં જોયું છે કે જયારે શનિ મહારાજ વક્રી બને ત્યારે શનિને લગતી વસ્તુઓ માં રુકાવટ આવે કે પ્રશ્ન આવે કે વસ્તુ બગડવાના બનાવ વધે છે. શનિનો અમલ લોખંડ પર છે માટે આ સમયમાં તાળા બગડતા જોવા મળે કે ચાવી ખોવાઈ જાય.

  કન્સ્ટ્રકશન કાર્ય ચાલુ હોય તો તેમાં રુકાવટ આવે. લોખંડના ભાવમાં વૃદ્ધિ જોવા મળે. નિર્માણકાર્યમાં ઉપયોગી વસ્તુની ખેંચ ઉભી થાય અને કઈ ને કઈ પ્રશ્ન ઉભા થાય વળી લેબર પર પણ શનિનો અમલ છે માટે લેબર મળવું મુશ્કેલ બને અને લેબરને લગતા પ્રશ્નો ખડા થાય વળી ક્રૂડ અને પેટ્રોલિયમ અને ખનીજ આ બધામાં પણ તકલીફ પડતી અને ભાવવધારો જોવા મળે. શનિ એ પ્રજા છે માટે શનિના વક્રી થવાથી પ્રજાની સોચમાં મહત્વના ફેરફાર જોવા મળે વળી આ સમયમાં વિદેશનીતિમાં પણ ખાસ્સા ફેરફાર જોવા મળે.

  આ પણ વાંચો: Religion: આ વસ્તુઓનું ક્યારેય પણ દાન ના કરવું, નહીતર સુખ અને સમૃદ્ધિનો થશે નાશ

  શનિ કર્મપ્રધાન ગ્રહ છે માટે વક્રી થતા લોકોને કામમાં વધુ પડતા વ્યસ્ત રાખે. આ સમયમાં સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ સાયબર સિક્યુરિટીમાં પણ છીંડા પડતા જોવા મળશે.

  નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી લેખકના અંગત જ્યોતિષ અભ્યાસ પર આધારિત છે. માત્ર લોક રુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. 

  લેખક પરિચય: જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી છેલ્લા ૨૫ વર્ષથી વૈદિક જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. દેશ- પરદેશમાં તેમના લેખ વંચાય છે અને સમયની એરણે તેમના કથન સત્ય પુરવાર થતા જોવા મળ્યા છે. કાર્મિક જ્યોતિષમાં તેમનું રિસર્ચ સંશોધકોનું ધ્યાન ખેંચનારુ છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Astrologer, Dharm Bhakti, ધર્મ ભક્તિ

  આગામી સમાચાર