ત્રણ રાશિઓ એવી હશે જેના પર વક્રી શનિનો પ્રભાવ સૌથી વધુ રહેશે.
Shani Vakri 2022: શનિના વક્રી થવાના કારણે તેની અસર તમામ 12 રાશિઓના લોકો પર પડશે, પરંતુ ત્રણ રાશિઓ એવી હશે જેના પર વક્રી શનિનો પ્રભાવ સૌથી વધુ રહેશે. આ રાશિના જાતકોની સમસ્યાઓ વધી શકે છે.
Shani Vakri 2022: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં ગ્રહોનું રાશિ પરિવર્તન, ઉદય, અસ્ત, માર્ગી અને વક્રી થવું ખૂબ મહત્વ ધરાવે છે. કારણ કે જ્યોતિષમાં ગ્રહોની ચાલમાં બદલાવ આવવાથી જાતકોના જીવન પર વ્યાપક અસર પડે છે. તમામ 9 ગ્રહો અલગ-અલગ અંતરાલ પર રાશિ પરિવર્તન કરે છે. આમાં શનિ ગ્રહનું જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ મહત્વ હોય છે. શનિ ગ્રહને કર્મ ફળદાતા કહેવામાં આવ્યા છે એટલે કે આ વ્યક્તિઓને તેમના દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે જ ફળ પ્રદાન કરે છે. શનિ (Shani Rashi Parivartan) તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે.
શનિ દેવ કોઈ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ વર્ષે શનિ પોતાની રાશિ બદલવાના (Saturn Transit 2022) છે. 29 એપ્રિલે શનિદેવ મકર રાશિથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. પછી 5 જૂને કુંભ રાશિમાં રહેતા વક્રી એટલે કે ઉલટી ચાલથી ચાલવા લાગશે. જે 23 ઓક્ટોબર સુધી આ વક્રી સ્થિતિમાં જ રહેશે. શનિના વક્રી થવાના કારણે તેની અસર તમામ 12 રાશિઓના લોકો પર પડશે, પરંતુ ત્રણ રાશિઓ એવી હશે જેના પર વક્રી શનિનો પ્રભાવ સૌથી વધુ રહેશે. આ રાશિના જાતકોની સમસ્યાઓ વધી શકે છે. આવો જાણીએ આ ત્રણ રાશિઓ કઈ છે.
મેષ રાશિના જાતકો માટે શનિનું કુંભ રાશિમાં વક્રી થવું સંકટ અને મુશ્કેલીઓનો સંકેત છે. તમારી રાશિથી શનિ 11મા ભાવમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના 11મા ભાવમાં આવક હોય છે. એવામાં શનિદેવની વક્રી ચાલ તમારી ઇનકમમા ઘટાડો કરશે. જે જાતક બિઝનેસ વગેરેમાં છે તેમના માટે શનિનું વક્રી થવું નુકસાન અપાવનારું છે. વ્યાપારમાં નુકસાન થવાની ભીતિ છે. આર્થિક મુશ્કેલીઓ તમારા માટે વધી શકે છે. આમ પણ જો જ્યોતિષીય ગણતરી મુજબ જોઈએ તો મેષ રાશિના સ્વામી દેવતા મંગળદેવ હોય છે. મંગળ અને શનિદેવ વચ્ચે શત્રુતા છે. આ કારણથી મેષ રાશિના લોકો માટે શનિની વક્રી મુશ્કેલી લાવી શકે છે.
સિંહ રાશિ (Leo)
શનિદેવ તમારી રાશિના સાતમા ભાવમાં વક્રી થશે. કુંડળીના સાતમા ભાવમાં દાંપત્ય હોય છે એવામાં વૈવાહિક જીવન જીવતા જાતકો માટે શનિની વક્રી મુશ્કેલી ઊભી કરી શકે છે. પતિ-પત્નીમાં તણાવનો માહોલ થઈ શકે છે. આ ઉપરાંત, પાર્ટનરશિપમાં વ્યાપાર કરતા લોકો માટે શનિની આ ઉલટી ચાલ અનુકૂળ નહીં રહે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પ્રકારની મુશ્કેલી આવી શકે છે.
તમારી રાશિ માટે શનિદેવની વક્રી કુંડળીના 8મા ભાવમાં થશે. આ ભાવ આયુષ્યનો કહેવાય છે. એવામાં તમને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે. બિઝનેસ કરતા લોકોએ રોકાણમાં સાવધાની રાખવી પડશે. જે જાતકો નોકરીમાં છે તેઓ નોકરી બદલવા અંગે ન વિચારે. તમારા માટે મુશ્કેલી લાવી શકે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર