Home /News /dharm-bhakti /

Shani Uday: કાલથી શનિદેવ ચમકાવશે આ 6 રાશિઓનું ભાગ્ય, નોકરીમાં પ્રમોશનનો મળશે લાભ

Shani Uday: કાલથી શનિદેવ ચમકાવશે આ 6 રાશિઓનું ભાગ્ય, નોકરીમાં પ્રમોશનનો મળશે લાભ

24 ફેબ્રુઆરીએ ન્યાયના દેવતા શનિ ઉદિત થવાના છે.

Shani Uday: જ્યોતિષ શાસ્ત્ર મુજબ 24 ફેબ્રુઆરીએ ન્યાયના દેવતા શનિ ઉદિત થવાના છે. આમ તો શનિનો ઉદય થવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડશે, પરંતુ 6 રાશિઓના જાતકોને વિશેષ લાભ મળવાનો છે.

    Shani Uday: શનિવારે 22 જાન્યુઆરીએ શનિદેવ અસ્ત થયા હતા અને હવે આગામી 24 ફેબ્રુઆરીએ ઉદિત થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહનો ઉદય અથવા અસ્ત થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર પડે છે. એવામાં શનિદેવના ઉદયની અસર તમામ રાશિઓ પર પણ પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે શનિ ઉદય શુભ સાબિત થશે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.

    મેષ (Aries)

    શનિનો ઉદય કર્મ ભાવમાં થવાનો છે. ભાગ્ય સ્થાન પર પહેલાના મંગળ દેવ બિરાજમાન છે. એવામાં શનિ-મંગળની યુતિથી રાજસુખ પ્રાપ્ત થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. નોકરિયાત લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે.

    વૃષભ (Taurus)

    શનિનો ઉદય આ રાશિ માટે અપાર ખુશીઓ લાવશે. શનિ ઉદયના સમયગાળામાં વેપારમાં જબરદસ્ત નફો થશે. જે પણ કામ હાથ ધરશો, તેમાં તમને સફળતા મળશે. ધન લાભના ઘણા સ્ત્રોત બનશે.

    આ પણ વાંચો: તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે સુંદરકાંડ, જાણો તેના અવિશ્વસનીય લાભ

    કર્ક (Cancer)

    શનિનો ઉદય સાતમા ભાવમાં થવાનો છે. સાતમો ભાવ વિવાહિત જીવન અને પાર્ટનરશિપનો હોય છે. એટલે, તમને આ સમય દરમિયાન તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. ભાગીદારીના કામમાં પણ ભરપૂર સફળતા મળશે.

    તુલા (Libra)

    શનિનો ઉદય ચોથા ભાવમાં થશે. ચોથો ભાવ વાહન સુખ, માતા અને ભવનનો માનવામાં આવે છે. એવામાં આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. માતૃપક્ષથી ધન લાભ થશે. નોકરીમાં પ્રદર્શન સારું રહેશે. વેપારમાં આર્થિક પ્રગતિ થશે.

    આ પણ વાંચો: આ આદતો જીવનમાં લઈને આવે છે દુર્ભાગ્ય, શનિ-રાહુ આપવા લાગે છે અશુભ પરિણામ

    મકર (Capricorn)

    શનિના ઉદયથી મકર રાશિ વાળાની કુંડળીમાં ત્રિકોણ રાજયોગ બનવા જઈ રહ્યો છે. જેના કારણે વ્યાપારમાં આર્થિક પ્રગતિના અનેક માર્ગો ખુલશે. નોકરીમાં પ્રમોશનની તક મળશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે.

    કુંભ (Aquarius)

    કુંભ રાશિના લોકો પર શનિ ઉદયનો જબરદસ્ત પ્રભાવ પડશે. વાસ્તવમાં આ રાશિ પર શનિનું આધિપત્ય રહે છે. એટલે જ શનિના ઉદયને કારણે આ રાશિના લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે નસીબ પણ તમને સાથ આપશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Dharma bhakti, Shani dev, Shanidev, Zodiac signs, ધર્મભક્તિ

    આગામી સમાચાર