Home /News /dharm-bhakti /શનિનો કુંભ રાશિમાં થશે ઉદય; આ ત્રણ રાશિના જાતકોને નોકરી, બિઝનેસ અને કરિઅરમાં લાભ થશે

શનિનો કુંભ રાશિમાં થશે ઉદય; આ ત્રણ રાશિના જાતકોને નોકરી, બિઝનેસ અને કરિઅરમાં લાભ થશે

3 રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહેશે.

શનિના ઉદય થવાથી 12 રાશિઓ પર અસર થશે, જેમાંથી 3 રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહેશે. વૃષભ, સિંહ અને કુંભ રાશિના જાતકોને ફાયદો થશે. શશ રાજયોગ બનવાને કારણે નોકરી, બિઝનેસ અને કરિઅરમાં લાભ થશે.

31 જાન્યુઆરીના રોજ શનિ ગ્રહ કુંભ રાશિમાં અસ્ત થયો હતો. હવે 5 માર્ચના રોજ રાત્રે 08:46 વાગ્યે શનિનો કુંભ રાશિમાં ઉદય થશે. હાલમાં શનિ અસ્ત હોવાને કારણે કેટલાક જાતકો પર સાડાસાતી અને ઢૈય્યાની અસર છે.

વૈદિક વિશ્વ વિદ્યાલયમાં જ્યોતિષ વિભાગના અધ્યક્ષ ડૉ. મૃત્યુંજય તિવારી અનુસાર શનિના ઉદય થવાથી 12 રાશિઓ પર અસર થશે, જેમાંથી 3 રાશિના જાતકો પર શનિદેવ મહેરબાન રહેશે. વૃષભ, સિંહ અને કુંભ રાશિના જાતકોને ફાયદો થશે. શશ રાજયોગ બનવાને કારણે નોકરી, બિઝનેસ અને કરિઅરમાં લાભ થશે.

આ પણ વાંચો :  Pushya Nakshatra Yog 2023: રવિ પુષ્ય યોગમાં ઘરે લઈ આવો આ વસ્તુ, ધનથી છલકાઈ જશે તિજોરી, જાણો મુહૂર્ત

શનિનો ઉદય થવાથી આ ત્રણ રાશિઓને થશે ફાયદો

વૃષભ-

શનિનો ઉદય થવાથી વૃષભ રાશિના જાતકોને ફાયદો થશે. શનિદેવની કૃપાથી તમારા કરિઅરમાં તરક્કી થશે. નોકરિયાત વ્યક્તિઓએ શબ્દો પર કાબૂ રાખીને સહકર્મીઓ સાથે કામ કરવાનું રહેશે. તમારો વિકાસ થશે અને તમને નવી નોકરી માટેનો પ્રસ્તાવ મળી શકે છે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળી શકે છે. શનિદેવની શુભ અસરને કારણે તે સમય અનુકૂળ રહેશે. જો બિઝનેસમાં વૃદ્ધિ કરવા માંગો છો, તો તેના પર અમલ કરી શકો છો. બિઝનેસમાં નફો થવાના સંકેત મળી રહ્યા છે. મોટા પાયે રોકાણ કરવા માટે નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સિંહ-

શનિનો કુંભ રાશિમાં ઉદય થવાને કારણે સંબંધો વધુ મજબૂત થશે. તમારે તમારા જીવનસાથીના વિચારોનું સમ્માન કરવું જોઈએ. તેમની સલાહની મદદથી તમને ધનલાભ થઈ શકે છે. સંબંધોમાં મીઠાશ આવે તે માટે વાણી અને વ્યવહાર સારા હોવા જરૂરી છે. જો તમે બિઝનેસ કરો છો, તો મોટી તક મળી શકે છે. જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. જો પાર્ટનરશિપ માટેની તક મળે છે, તો તેના પર વિચારણાં કરો, જે નફા માટે ફાયદાની ડીલ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :  Guru Mahadasha: બૃહસ્પતિ બદલશે રાશિ, જાણો ગુરુની મહાદશાના પ્રભાવ અને ધનવાન બનવાના લાભકારી ઉપાયો

કુંભ-

શનિનો કુંભ રાશિમાં ઉદય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં તમને લાભ થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમને તમારું નસીબ સાથ આપશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારા પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થશે. જે લોકો વિવાહ યોગ્ય છે, તેમના લગ્નની વાત નક્કી થઈ શકે છે.



આ બાબતે સારા સમાચાર મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કામમાં સફળતા મળશે અને નફો કમાવાની તક પ્રાપ્ત થશે. નાણાં પ્રાપ્ત થવાનો યોગ બનશે.
First published:

Tags: Shani grah, Shani maharaj gochar, Shani Sade Sati, Shani Vakri