Home /News /dharm-bhakti /Shani Uday 2023: કુંભ રાશિમાં થયો શનિનો ઉદય, આ રાશિઓને થશે ફાયદો
Shani Uday 2023: કુંભ રાશિમાં થયો શનિનો ઉદય, આ રાશિઓને થશે ફાયદો
Shani ki Vakri Chal : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિની કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિનો ખાસ પ્રભાવ જોવા મળે છે. દરેક ગ્રહ દરેક રાશિના જાતકોને હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. તમામ નવ ગ્રહોમાં શનિને સૌથી ધીમી ચાલ ચાલતો ગ્રહ માનવામાં આવે છે.
Shani Uday 2023: શનિદેવનો ફરીથી પોતાની મૂલત્રિકોણ રાશિ કુંભમાં ઉદય થયો છે. જેના કારણે તમામ રાશિઓ પ્રભાવિત થશે. ચાલો જાણીએ કે શનિના ઉદયથી કઈ રાશિના સારા દિવસ શરુ થશે.
ધર્મ ડેસ્ક: શનિદેવનો ફરીથી પોતાની મૂલત્રિકોણ રાશિ કુંભમાં ઉદય થયો છે. જેના કારણે તમામ રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. જ્યારે શનિ અશુભ હોય છે, ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ શનિદેવ પણ શુભ ફળ આપે છે. જ્યારે શનિ શુભ હોય છે, ત્યારે વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. શનિદેવ કર્મ, અનુશાસન અને આયુષ્યના કારક છે. શનિદેવના ઉદય સાથે તમારા કાર્યોના ફળમાં વૃદ્ધિ થશે. એટલે કે સારા કાર્યોનું શુભ ફળ અને ખરાબ કાર્યોનું ખરાબ ફળ મળશે. આવી સ્થિતિમાં શનિના ઉદયના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે, જ્યારે કેટલાક લોકોનો ભાગ્યોદય થશે. અહીં જાણીશું કે શનિના ઉદયથી કઈ રાશિના સારા દિવસ શરુ થશે.
આજે થશે શનિ ઉદય
6 માર્ચ, 2023ના રોજ રાત્રે 11.36 કલાકે કુંભ રાશિમાં શનિનો ઉદય થયો. ઉલ્લેખનીય છે કે, શનિદેવે 17 જાન્યુઆરી, 2023ના રોજ કુંભ રાશિમાં ગોચર કર્યું હતું અને 30 જાન્યુઆરીએ સૂર્યના કારણે અસ્ત થયો હતો. હવે સૂર્ય મીન રાશિમાં પ્રવેશવા કરશે. ઉદયની સાથે શનિ તેનું સંપૂર્ણ પરિણામ આપવામાં સક્ષમ હશે. જોકે શનિનો ઉદય દરેક રાશિના લોકોને લાભ પ્રદાન કરશે, પરંતુ આ ત્રણ રાશિઓને વિશેષ લાભ મળશે.
મેષ
શનિ આ રાશિ માટે દસમા અને અગિયારમા ઘરનો સ્વામી છે. શનિનો હવે મેષના અગિયારમા ભાવમાં ઉદય થયો. આ સમય તમારા માટે ભાગ્યોદયનો સમય છે. નોકરી કે વેપારના ક્ષેત્રમાં જબરદસ્ત સફળતા મળી શકશે. આ સમય દરમિયાન આવકમાં પણ વધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા લોકોને રકારી નોકરી મળવાની સંભાવના છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને પદ મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને તેમના પ્રયત્નોનું ફળ મળશે, તેમજ નફો મળશે. મેષના જાતકોને શનિનો ઉદય દરેક રીતે શુભ ફળ આપનાર છે.
વૃષભ
આ રાશિ માટે શનિ ભાગ્યેશ અને કર્મેશ હોય છે. ત્યારે કર્મ ભાવમાં શનિના ઉદયને કારણે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની મળવાની સંભાવનાઓ છે. તમને નવી નોકરી મળી શકે છે અથવા પગાર વધારો થઈ શકે છે. વ્યવસાયમાં પણ સારો ફાયદો થઇ શકે છે. રોકાણની નવી તકો મળશે અને વ્યવસાય વિસ્તરશે. તમને કોઈપણ નવા કાર્યમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. જોકે, તમારા પારિવારિક સુખમાં ઘટાડો થઈ શકે છે અને તમારે કામના સંબંધમાં ઘરથી દૂર જવું પડી શકે છે.
શનિદેવ સિંહ રાશિના છઠ્ઠા અને સાતમા ઘરના સ્વામી છે. સાતમા ભાવમાં શનિના ઉદયને કારણે વેપારમાં લાભ થવાની સંભાવનાઓ છે. પત્ની અથવા સાસરિયા પક્ષ તરફથી આર્થિક લાભ થઈ શકે. આ સમયગાળા દરમિયાન તમારા પારિવારિક જીવનમાં પણ સુધારો થશે. વ્યવસાયિકોને વિશેષ લાભ મળશે. નવો ધંધો શરૂ કરવાની કે પ્રગતિની તક મળશે.
કુંભ રાશિમાં જ ઉદયના કારણે કુંભ રાશિના જાતકોને તેનો મહત્તમ લાભ મળશે. કુંભના જાતકોને આ સમયગાળા દરમિયાન નોકરીની નવી તકો મળશે અને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તો અવિવાહિત લોકો માટે લગ્નનો સંયોગ બની રહ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર