શુક્રવારે શનિનું થશે રાશિ પરિવર્તન, જાણો કઇ રાશિમાં શરૂ થશે સાડાસાતી

શનિદેવ અઢી વર્ષ ધન રાશિમાં ભ્રમણ કર્યા બાદ હવે મકર રાશિમાં પ્રવેશ કરશે.

શનિદેવ આગામી શુક્રવારે મૌની અમાસનાં દિવસે રાશિ પરિવર્તન કરવાની સાથે જ વિવિધ રાશિનાં જાતકો પર અસર કરશે.

 • Share this:
  ધર્મડેસ્ક : ગ્રહમંડળમાં ન્યાયાધીશ ગણાતા અને રાશિ જાતકોના કર્મ પ્રમાણે સજાનું નિર્માણ કરતા શનિદેવ આગામી શુક્રવારે મૌની અમાસનાં દિવસે રાશિ પરિવર્તન કરવાની સાથે જ વિવિધ રાશિનાં જાતકો પર અસર કરશે.

  કઇ રાશિ પર છે સાડા સાતી?

  ગ્રહ મંડળમાં સૌથી લાંબું ચાલતા ગ્રહ તરીકે શનિદેવ અઢી વર્ષ ધન રાશિમાં ભ્રમણ કર્યા બાદ હવે મકર રાશિમાં પ્રવેશ કરશે. દરમિયાન કુંભ રાશિમાં પહેલો, મકર રાશિમાં બીજો અને ધન રાશિમાં સાડા સાતીનો છેલ્લો તબક્કો શરૂ થવાનો છે.

  શનિ 24 જાન્યુઆરીનાં રોજ સવારે મકર રાશિમાં પ્રવેશ

  શનિદેવનાં રાશિ ભ્રમણ સાથે જ સાડા સાતી અને નાની પનોતીનું નિર્માણ થાય છે જેનું જ્યોતિષશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. શનિદેવનાં રાશિભ્રમણને આધારે ધાર્મિક ક્રિયા, સેવાકાર્યની પણ જોગવાઇ કરવામાં આવે છે. શનિદેવ કોઇ એક રાશિમાં અઢી વર્ષ એટલે કે 30 મહિના સુધી ભ્રમણ કરે છે. જે અંતર્ગત શનિ છેલ્લે 26 ઓક્ટોબર 2019નાં રોજ કારતક સુદ છઠ્ઠથી ધન રાશિમાં ભ્રમણ કરતા હતા. તે શનિ હવે પોષ વદ-અમાસના શુક્રવારે 24 જાન્યુઆરીનાં રોજ સવારે મકર રાશિમાં પ્રવેશ કરીને ભ્રમણ શરૂ કરશે.

  કઇ રાશિમાં છે નાની પનોતી? 

  તે મુજબ રાશિ પ્રમાણે પનોતી શરૂ અને પૂરી થશે. કુંભ રાશિમાં સાડા સાતીનો પ્રથમ, મકર રાશિમાં બીજો અને ધન રાશિમાં છેલ્લો તબક્કો શરૂ થશે. જ્યારે મિથુન અને તુલા રાશિમાં નાની પનોતી શરૂ થશે.
  જાણો સાડા સાતી કેટલા મહિના સુધી હોય છે?

  સાડા સાતીનાં ત્રણ તબક્કા હોય છે. અઢી વર્ષ પ્રમાણે પહેલો, બીજો અને ત્રીજો તબક્કો ગણવામાં આવે છે. જ્યારે નાની પનોતીનો તબક્કો હોતો નથી. તે માત્ર અઢી વર્ષની જ હોય છે. પનોતી ત્રણ જગ્યા અને ત્રણ પાયાની હોય છે. માથું, છાતી અને પગ એમ ત્રણ તબક્કામાં ચાલે છે. જ્યારે લોઢા, સોના અને રૂપાનો પાયો હોય છે. સોના, લોઢાનો પાયો કષ્ટદાયક, જ્યારે રૂપાનો પાયો શુભ ગણાય છે. પનોતી માથા પર હોય તો માનસિક ત્રાસ, છાતી પર હોય તો ચિંતા, પગ પર હોય તો સારું કામ કરે છે. જ્યારે મેષ, સિંહ, કર્ક અને મીન રાશિને શનિદેવના ભ્રમણને પગલે પનોતી કે કોઈ અસર અઢી વર્ષ સુધી થશે નહીં.
  Published by:Kaushal Pancholi
  First published: