Home /News /dharm-bhakti /Shani Sade Sati Upay: શનિની સાડાસાતીથી છો પરેશાન, તો આ ઉપાયોથી દૂર કરો દુષ્પ્રભાવ

Shani Sade Sati Upay: શનિની સાડાસાતીથી છો પરેશાન, તો આ ઉપાયોથી દૂર કરો દુષ્પ્રભાવ

શનિની સાડાસાતીના ઉપાય

Shani Sade Sati Upay 2023: સામાન્ય રીતે લોકો શનિની સાડાસાતી લાગવાના ભયની ગભરાય જાય છે. પરંતુ તમે કેટલાક ઉપાય કરી શનિની મહાદશાની અસર ઓછી કરી શકો છો. શનિ દેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ કર્મોના હિસાબે ફળ આપે છે.

ધર્મ ડેસ્ક: હિન્દૂ જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને એવી માન્યતા છે કે કોઈ પણ જાતકો પોતાના જીવનમાં જેવા કર્મો કરે છે, એમને એ હિસાબે શનિદેવ સાડાસાતી દ્વારા ફળ આપે છે. સામાન્ય રીતે લોકો શનિની સાડાસાતી લાગવાના ભયની ગભરાય જાય છે. એવામાં જો લગ્ન કુંડળી મુજબ તમારા પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે અને શનિદેવ સાથે સાથે અન્ય ગ્રહોના પ્રભાવને ઓછો કરવા માંગો છો તો આ ઉપાય અપનાવી શકો છો.

જીવનમાં એકવાર શનિની સાડાસાતી જરૂર આવે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં ઓછામાં ઓછી એક વાર શનિદેવની સાડાસાતી આવે છે. જન્મારોહણ અથવા ચંદ્ર રાશિમાંથી 12મા ભાવમાં શનિનું ગોચર સાડાસાતી કાળ કહેવાય છે. શનિની સાડાસાતીને દુર્દિન અથવા પનૌતી તરીકે પણ ઓળખવામાં આવે છે.

સાડાસાતી દૂર કરવા આ ઉપાય અવશ્ય અજમાવો

શનિની સાડાસાતીની અસરથી બચવા માટે હંમેશા મહિલાઓનું સન્માન કરવું જોઈએ. આ સિવાય ઘરમાં કોઈપણ શુભ કાર્ય મહિલાઓના હાથથી જ કરવું જોઈએ. વૃદ્ધો અને વિકલાંગ લોકોની સેવા કરવાથી પણ શનિની આડ અસર ઓછી થાય છે. તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. જો કોઈ સ્ત્રી પોતાના ભાઈની જેમ સાચા મનથી શનિદેવને માન આપે છે તો શનિદેવ તેના પર વિશેષ કૃપા કરે છે.

આ પણ વાંચો: Shani Gochar 2023: આ ત્રણ રાશિમાં શનિ ચાલી રહ્યો છે ચાંદી પર, વધશે ધન-સંપત્તિ

શનિવારે કાળા કૂતરા અને કાગડાને મીઠી રોટલી ચઢાવવાથી પણ શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. જણાવી દઈ કે શનિ કોઈપણ રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે. 3 ઘરોમાં હોવાને કારણે તેની સાડાસાતી વર્ષ સુધી પણ કેટલીક રાશિઓમાં રહે છે. સાડાસાતીના પણ ત્રણ તબક્કા છે જે દરેક અઢી વર્ષના છે. જેમાં પ્રથમ તબક્કાની અસર આર્થિક, બીજા તબક્કાની અસર કુટુંબ પર અને ત્રીજા તબક્કાની અસર આરોગ્ય પર પડે છે.

આ પણ વાંચો: Shani Asta 2023: પોતાની જ રાશિમાં અસ્ત થશે શનિ, 33 દિવસ સુધી આ પાંચ રાશિના લોકોએ રહેવું સાવધાન



આ રાશિ પર હાલ છે શનિની સાડાસાતી

શનિએ મકર રાશિ છોડીને 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. ત્યારે મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતીની અસર શરુ થઇ છે. આ સિવાય કુંભ રાશિમાં શનિના આગમનને કારણે મિથુન અને તુલા રાશિના લોકોને મુક્તિ મળી. સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈયા શરૂ થઇ છે.
First published:

Tags: Dharm Bhakti, Shani gochar, Shani Sade Sati

विज्ञापन