શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક કથાઓ અનુસાર શનિદેવના કર્મફળ દાતાના રૂપમાં જણાવવામાં આવ્યા છે. શનિદેવની નારાજગીથી બધા ડરે છે. શનિદેવ લોકોને કર્મના હિસાબે ફળ આપે છે. શનિદેવ 30 વર્ષ પછી રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. તેઓ 17 જાન્યુઆરી મકર રાશિમાંથી નીકળી પોતાની કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓની સાડાસાતી અને ઢૈયા શરુ થઇ જશે. ત્યાંજ કેટલીક રાશિઓને એનાથી મુક્તિ મળશે. એવામાં જે રાશિના જાતકોને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે એમના સારા દિવસ શરુ થઇ જશે.
શનિની સાડાસાતી અને ઢૈયા
આ કારણથી શનિને કલયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આવી સ્થિતિમાં શનિદેવને આ બે રાશિઓ ખૂબ જ પ્રિય છે અને શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ગોચર કરશે. શનિની સાડાસાતી વર્ષ ખૂબ જ પરેશાનીપૂર્ણ માનવામાં આવે છે. શનિની સાડાસાતી વર્ષ સુધી અને ઢૈયાની અસર અઢી વર્ષ સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ગતિ તમામ ગ્રહોમાં સૌથી ધીમી માનવામાં આવે છે. 17 જાન્યુઆરીના રોજ જે ગોચર થવા જઈ રહ્યું છે તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
શનિદેવ 17 જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરશે. મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ ધન રાશિના લોકોને સાડાસાતીમાંથી મુક્તિ મળશે. સાથે જ તુલા અને મિથુન રાશિના લોકોની ઢૈયાનો અંત આવશે. આ રાશિના જાતકોને સાડાસાતી અને ઢૈયા ખતમ થતા. દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે. તેમનું તમામ કામ થઈ જશે. આ સાથે તેમને તેમના ભાગ્યનો પણ પૂરો સાથ મળશે.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર