Home /News /dharm-bhakti /શનિ મહાદશા: જરૂર કરી લો આ ખાસ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયાથી મળશે છુટકારો
શનિ મહાદશા: જરૂર કરી લો આ ખાસ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયાથી મળશે છુટકારો
જ્યોતિષ શાસ્ત્ર
shani sade sati and dhaiya upay : 9મી ડિસેમ્બરથી પોષ માસનો પ્રારંભ થયો છે. આવતીકાલે પોષ માસનો પ્રથમ શનિવાર છે. આ સમયે મકર, કુંભ, ધનુ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે અને મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. તો આ દરમિયાન આ સ્થિતિથી છુટકારો મેળવવા કેટલાક ઉપાય કરી શકો છો.
9મી ડિસેમ્બરથી પોષ માસનો પ્રારંભ થયો છે. આવતીકાલે પોષ માસનો પ્રથમ શનિવાર છે. આ સમયે મકર, કુંભ, ધન રાશિ પર શનિની સાડાસાત ચાલી રહી છે અને મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિદેવની સાડાસાતી અને ઢૈયા લગાવવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માટે દરરોજ દશરથ દ્વારા શનિ સ્તોત્રનો પાઠ કરો. દશરથ કૃત શનિ સ્તોત્રની રચના ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ દ્વારા કરવામાં આવી હતી. દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.