Home /News /dharm-bhakti /Shani Gochar : આવનારા 3 વર્ષ આ રાશિના જાતકો માટે ભારે, શનિદેવ વધારશે મુશ્કેલીઓ
Shani Gochar : આવનારા 3 વર્ષ આ રાશિના જાતકો માટે ભારે, શનિદેવ વધારશે મુશ્કેલીઓ
Shani Dhaiya Upay : શનિદેવના રાશિ પરિવર્તનની સાથે જ કેટલીક રાશિઓ પર શનિ ઢૈય્યા શરૂ થઇ જાય છે. શનિ સાડાસાતી તથા ઢૈય્યા દરમિયાન જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો ઉપાય...
Shani Dhaiya Upay : શનિદેવના રાશિ પરિવર્તનની સાથે જ કેટલીક રાશિઓ પર શનિ ઢૈય્યા શરૂ થઇ જાય છે. શનિ સાડાસાતી તથા ઢૈય્યા દરમિયાન જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો ઉપાય...
Shani Rashi Parivartan : 29 એપ્રિલ 2022ના રોજ શનિદેવે પોતાની સ્વરાશિ મકરમાંથી કુંભ રાશિમાં ગોચર કર્યુ. તે બાદ જુલાઇ મહિનામાં શનિ ગ્રહ ફરીથી મકર રાશિમાં પરત આવ્યા હતા. હવે 17 જાન્યુઆરી 2023ના રોજ ફરીથી શનિદેવ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 29 માર્ચ 2025 સુધી બિરાજમાન રહેશે. શનિના કુંભ રાશિમાં પ્રવેશથી કેટલીક રાશિઓના જાતકોને 2025 સુધી સંભાળીને રહેવાની જરૂર છે.
કુંભ રાશિ
29 એપ્રિલ 2022ના રોજ શનિ કુંભ રાશિમાં આવ્યા હતા. તે બાદ 05 જૂને આ રાશિમાં વક્રી થયા હતા. તે બાદ 12 જુલાઇના રોજ શનિએ મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. 23 ઓક્ટોબરે શનિ મકર રાશિમાં માર્ગી થયા હતા. હવે 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ ફરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. વર્તમાનમાં કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. કુંભ રાશિના જાતકોના જીવનમાં 2025 સુધી ચડાવ ઉતાર રહેશે. તમને 23 ફેબ્રુઆરી 2028 સુધી શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.
મકર રાશિના જાકરો પર શનિની સાડાસાતી 26 જાન્યુઆરી 2017ના રોજ પ્રારંભ થઇ હતી. તે 29 માર્ચ 2025 સુધી રહેશે. મકર રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું બીજુ ચરણ ચાલી રહ્યું છે. શનિની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે.
મીન રાશિ
29 એપ્રિલ 2022ના રોજ શનિના કુંભ રાશિમાં પ્રવેશથી મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થઇ હતી. તે બાદ શનિના મકર રાશિમાં પ્રવેશથી મીન રાશિ પરથી સાડાસાતી હટી ગઇ હતી. હવે શનિના નવા વર્ષમાં કુંભ રાશિમાં પ્રવેશથી મીન રાશિના જાતકો પર સાડાસાતી પ્રારંભ થશે. મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી 17 એપ્રિલ 2030 સુધી રહેશે.
શનિની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે. મકર રાશિના જાતકો પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ, કુંભ રાશિના જાતકો પર બીજુ ચરણ અને મીન રાશિના જાતકો પર પહેલુ ચરણ ચાલશે.
આ ત્રણ રાશિઓને મળશે મુક્તિ
ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીથી 17 જાન્યુઆરી 2023ના રોજ સંપૂર્ણરીતે મુક્તિ મળશે. આ ઉપરાંત મિથુન તથા તુલા રાશિના જાતકોની શનિ ઢૈય્યા હટી જશે. કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર 17 જાન્યુઆરી 2023થી શનિ ઢૈય્યા પ્રારંભ થશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર