Home /News /dharm-bhakti /Shani Pradosh: મકર, કુંભ, ધન, મિથુન, તુલાના જાતકો કરો આ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે છુટકારો
Shani Pradosh: મકર, કુંભ, ધન, મિથુન, તુલાના જાતકો કરો આ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈયામાંથી મળશે છુટકારો
શનિની સાડાસાતીના ઉપાય
Shani Pradosh vrat sadesati upay: ફાગણ મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 4 માર્ચ, શનિવારે છે. માટે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત આવવાના કારણે પ્રદોષ વ્રતનું મહત્વ વધી જાય છે. શનિની સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય આજના દિવસે કરી શકો છો.
ધર્મ ડેસ્ક: ફાગણ મહિનાના શુક્લ પક્ષનું પ્રદોષ વ્રત 4 માર્ચ, શનિવારે છે. શનિવારે આવતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ પ્રદોષ વ્રત તેરશની તિથિના દિવસે હોય છે. હિન્દી ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ જ મહત્વ છે. દર મહિને 2 પ્રદોષ વ્રત હોય છે, જેમાંથી એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં હોય છે. એમ વર્ષમાં કુલ 24 પ્રદોષ વ્રત પડે છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ વ્રતના દિવસે પ્રદોષકાળમાં પૂજા કરવાનું અતિગણું મહત્વ રહેલું છે.
ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી વ્યક્તિને દરેક પ્રકારના સુખોનો અનુભવ થાય છે. શનિવારના દિવસે પ્રદોષ વ્રત આવવાના કારણે પ્રદોષ વ્રતનું મહત્વ વધી જાય છે. આ સમયે મકર, કુંભ, ધન પર શનિની સાડાસાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિદેવની સાડાસાતી અને ઢૈયા હોવાથી વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિના સાડાસાતી અને સાડાસાતીથી મુક્તિ મેળવવા માટે રાજા દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરો. દશરથ કૃત શનિ સ્તોત્રની રચના ભગવાન શ્રીરામના પિતા રાજા દશરથ દ્વારા કરવામાં આવી હતી. દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.