Home /News /dharm-bhakti /Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રત, જાણો શિવ પૂજાનો શુભ સમય, વિધિ અને મહત્વ

Shani Pradosh Vrat 2023: આજે શનિ પ્રદોષ વ્રત, જાણો શિવ પૂજાનો શુભ સમય, વિધિ અને મહત્વ

શનિ પ્રદોષ વ્રત

Shani Pradosh Vrat 2023: હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે આવતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત (Shani Pradosh Vrat 2023)ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દર મહિને એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં એમ બે પ્રદોષ વ્રત હોય છે. શનિવારે આવતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ ત્રયોદશી તિથિ અને પ્રદોષ સાથે હોય ત્યારે ભગવાન શિવનું પૂજન ખૂબ જ શુભ હોવાનું કહેવાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે, જ્યોતિષીઓ અનુસાર શનિની સાડાસાતી અને શનિ ઢૈયાથી પીડિત લોકોને શનિ પ્રદોષ વ્રતથી રાહત મળે છે. આ વખતે શનિ પ્રદોષ વ્રત આગામી 4 માર્ચ 2023ના રોજ છે.

શનિ પ્રદોષ વ્રતના શુભ મુહૂર્ત

હિન્દુ પંચાંગ અનુસાર ફાગણમાં શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 04 માર્ચના રોજ સવારે 11:43 વાગ્યે શરૂ થશે. જે 05 માર્ચના રોજ બપોરે 02:07 વાગ્યે સમાપ્ત થશે.

પ્રદોષ કાળમાં શિવ પૂજા કરવી ફળદાયી

પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવી ખૂબ લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે, આમ કરવાથી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 4 માર્ચે શનિ પ્રદોષ વ્રતના દિવસે સાંજે 06:23 થી 08:51 વાગ્યે શિવ ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય સમાપ્ત થશે.

આ પણ વાંચો:  હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ, આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી થશે દૂર

શનિ પ્રદોષ વખતે કઈ રીતે કરવી પૂજા વિધિ?

શનિ પ્રદોષના દિવસે સૂર્યોદય થયા પહેલા ઉઠો. ત્યારબાદ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો. આ પછી, ભગવાન શિવને બીલીપત્ર, અક્ષત, ચંદન, દીપ, ધૂપ, ગંગાજળ વગેરે અર્પણ કરો. ત્યારબાદ ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો. આ પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

આ પણ વાંચો: હોળી પહેલા ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ વરસાવશે કૃપા



શનિ પ્રદોષ વ્રતનું કેટલું છે મહત્વ

એવું માનવામાં આવે છે કે, શનિ પ્રદોષનું વ્રત કરવાથી ભક્તોને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે. આ સાથે ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે, પ્રદોષનું વ્રત કરવાથી ભક્તના તમામ કષ્ટ દૂર થાય છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
First published:

Tags: Dharm Bhakti, Lord shiva, Shanidev