Home /News /dharm-bhakti /Shani Pradosh 2023: હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ, આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી થશે દૂર

Shani Pradosh 2023: હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ, આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી થશે દૂર

શનિ પ્રદોષ

Shani Pradosh Vrat: હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ બની રહ્યો છે. કર્ક, વૃશ્વિક, મકર, કુંભ તથા મીન રાશિના લોકો માટે શનિ પ્રદોષ વ્રત દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 4 માર્ચ 2023ના રોજ શનિવારે આ વ્રત કરવામાં આવશે.

ધર્મ ડેસ્ક: હોળી પહેલાં શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ બની રહ્યો છે. કર્ક, વૃશ્વિક, મકર, કુંભ તથા મીન રાશિના લોકો માટે શનિ પ્રદોષ વ્રત દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. ઉપરાંત બજરંગબલીના પૂજાનું પણ વિધાન છે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસની શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ શનિ પ્રદોષ વ્રતનો શુભ સંયોગ બની રહ્યો છે. 4 માર્ચ 2023ના રોજ શનિવારે આ વ્રત કરવામાં આવશે.

આ રાશિ પર શનિની સાડાસાતી તથા ઢૈય્યાની અસર

શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે. મકર, કુંભ તથા મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. કર્ક તથા વૃશ્વિક રાશિના જાતકો પર શનિ ઢૈય્યાની અસર છે. કુંભ રાશિના જોતકો પર શનિની સાડાસાતીનું બીજું, મીન રાશિના જાતકો પર ત્રીજું અને મકર રાશિના જાતકો પર ત્રીજુ અને છેલ્લું ચરણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Shani Uday 2023: હોળી પહેલા ચમકશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ વરસાવશે કૃપા

શનિ પ્રદોષ વ્રતના દિવસે કરો આ ઉપાય

ધાર્મિક માન્યતા અનુસાર શનિવારના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે સાંજે પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ, જળ ચઢાવીને તેલનો દીવો કરવો જોઈએ. ઉપરાંત બજરંગબાણનો પાઠ કરવાથી શનિની અશુભ અસર ઓછી થશે, તેવી માન્યતા છે. શનિ પ્રદોષ વ્રતના દિવસે શિવ ચાલીસાના પાઠ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિ ઢૈય્યા તથા સાડાસાતીની અસર ઓછી કરવા માટે શનિદેવના મંત્રો અને ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિદેવને ભગવાન શિવને પરમ શિષ્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી મહાદેવની સાથે સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો:  આ ત્રણ રાશિઓ છે શનિદેવને સૌથી પ્રિય, હંમેશા રાખે છે આશીર્વાદ, ક્યારે નથી થતી ધનની કમી



ત્રણ દેવને પ્રસન્ન કરવાનો શુભ સંયોગ

શનિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન ભોલેનાથ, હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનો શુભ સંયોગ બની રહ્યો છે. આ પરિસ્થિતિમાં 4 માર્ચના રોજ શનિની સાઢેસાતી તથા ઢૈય્યાથી પીડિત જાતકોએ શિવ આરાધનાની સાથે સાથે હનુમાનજીની ઉપાસના અને શનિદેવનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

નોંધ- આ લેખમાં જે પણ જાણકારી આપવામાં આવી છે, તે જાણકારી સત્ય તથા સટીક છે તેવો દાવો કરવામાં આવતો નથી. અહીં આપેલ જાણકારી અપનાવતા પહેલા સંબંધિત નિષ્ણાંત પાસેથી જાણકારી અને સલાહ લેવી.
First published:

Tags: Dharm Bhakti, Shani dev

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો