Home /News /dharm-bhakti /

Pradosh Vrat 2021: સંકટ દૂર કરી સુખ સમૃદ્ધિ આપે છે શનિ પ્રદોષ વ્રત, અહીં જાણો પૂજા વિધિ અને મુહુર્ત

Pradosh Vrat 2021: સંકટ દૂર કરી સુખ સમૃદ્ધિ આપે છે શનિ પ્રદોષ વ્રત, અહીં જાણો પૂજા વિધિ અને મુહુર્ત

પ્રતીકાત્મક તસવીર (Image-shutterstock.com)

Shani Pradosh Vrat: આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે.

હિન્દુ ધર્મ અનુસાર ત્રિયોદશી તિથિએ દર મહિને પ્રદોષ વ્રત (Pradosh Vrat 2021) ઉજવવામાં આવે છે.ભાદરવા માસમાં 4 સપ્ટેમ્બરના રોજ ત્રિયોદશી આવે છે. આ દિવસે શિવભક્તો પ્રદોષ વ્રત કરીને ભગવાનની પૂજા કરે છે. પ્રદોષ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. તે આગામી 4 સપ્ટેમ્બર, શનિવારે હોવાથી તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. તેમજ તમામ સંકટ દૂર થાય છે અને માન-સન્માન વધે છે.

પંચાંગ મુજબ શનિવારે ભદ્રપદ માસની કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે. ત્યારે પુષ્ય નક્ષત્ર રહેશે. કર્ક રાશિમાં ચંદ્રનું ગોચર રહેશે અને વરિયાન યોગનું નિર્માણ થશે.

• શનિ પ્રદોષ 2021: શુભ સમય

પ્રદોષ પૂજા મુહૂર્ત: સાંજે 06:39 - 08:56

સમયગાળો: 2 કલાક 16 મિનિટ

ત્રયોદાશી શરૂ: 4 સપ્ટેમ્બર સવારે 08:24 વાગ્યે

ત્રયોદાશી સમાપ્ત: 5 સપ્ટેમ્બર સવારે 08:21 વાગ્યે

સૂર્યોદય: સવારે 06:21

સૂર્યાસ્ત: સાંજે 06:39

બ્રહ્મ મુહૂર્ત સવારે 04:30 - 05:15

આ પણ વાંચો- 4 રાશિનાં જાતકોને સપ્ટેમ્બર ફળશે, ગણેશજી કરિઅર પાટે ચઢાવશે, થશે ધનવર્ષા

પ્રદોષ વ્રત કથા અને મહત્વ

ત્રીયોદશીને પ્રદોષ કહેવા પાછળ એક દંતકથા છે. તે મુજબ ચંદ્રદેવને પત્નીના શ્રાપને કારણે ક્ષય રોગ થયો હતો. તેમાંથી બહાર નીકળવા માટે દેવતાઓએ તેમને ભગવાન શિવનું તપ કરવાનું કહ્યું હતું. દેવી દેવતાઓની સલાહ મુજબ ચંદ્રદેવે ભગવાનની તપસ્યા શરૂ કરી હતી. જેથી ભગવાન શિવ ચંદ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને રોગથી મુક્ત કર્યા હતા. એટલું જ નહીં ત્રિયોદશીના દિવસે તેમને નવજીવન આપવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. પ્રદોષનો અર્થ રાતનો પહેલો ભાગ થાય છે. આથી સંધ્યાકાળે પૂજા કરવામાં આવે છે.

પૂજા વિધિ

પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખનારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ તેઓએ મનથી ભગવાન શિવની સેવા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ મૂકતા પહેલા ભક્તિની જગ્યાને કાળજીપૂર્વક સાફ કરવી અને ત્યારબાદ ભગવાન શિવને ગંગાજળ અર્પણ કરતી વખતે શિવ મંત્રનો જાપ કરવો જોઈએ

આ પણ વાંચો- બોલ માડી અંબે જય જય અંબે: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભાદરવી પૂનમના મેેળાની પદયાત્રા વહેલી શરૂ થઇ

સાંજે ભોળાનાથને ધ.તુરા, બેલપત્ર, અક્ષત, ધૂપ, ફળ, ફૂલો અને ખીર સહિતનું અર્પણ કરવું જોઈએ. આ દિવસે શિવ ચાલીસા અને શિવષ્ટકનો જાપ કરવો જરૂરી છે. આ દિવસે પૂજા કરવાથી પરિવારમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે.

કેટલાક ભક્તો ઊંઘ્યા વિના 24 કલાક ઉપવાસ કરે છે અને તેઓ કંઈ ખાતા નથી. તેઓ પ્રસાદ લીધા પછી સાંજે ઉપવાસ તોડી નાંખે છે. કેટલાક લોકો માત્ર પૂજા કરે છે અને ઉપવાસ કરતા નથી. તેઓ પ્રદોષની વહેલી સવારે સ્નાન કરે છે. સાંજના સમયે તેઓ મૂર્તિની સામે દીપક પગટાવી નિવૈદ ધરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Lord shiva, Shravan 2021, Vrat Importance

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन