ન્યાયના દેવતા શનિ થયા માર્ગી, જાણો તમારી રાશિ પર શું થશે અસર

શનિ માર્ગી 2021

Shani Margi 2021: શનિ મકર રાશિ (Shani Margi 2021 Makar Rashi)માં 29 એપ્રિલ 2022 સુધી માર્ગી રહેશે. ત્યારબાદ તેઓ કુંભ રાશિમાં ગોચર કરશે. ફરી જુલાઇ 2022માં મકર રાશિમાં ગોચર કરશે.

  • Share this:
મુંબઈ: જ્યોતિષ અનુસાર શનિદેવ (Shanidev) 23 મે, 2021થી મકર રાશિમાં ઉલટી ચાલ ચાલી રહ્યા હતા. પરંતુ તેઓ 11મી ઓક્ટોબરે સવારે 08.11 મિનિટે માર્ગી (Shani Margi 2021) થયા છે. એટલે કે હવે તેઓ સીધી ચાલ ચાલશે. શનિ મકર રાશિ (Shani Margi 2021 Makar Rashi)માં 29 એપ્રિલ 2022 સુધી માર્ગી રહેશે. ત્યારબાદ તેઓ કુંભ રાશિમાં ગોચર કરશે. ફરી જુલાઇ 2022માં મકર રાશિમાં ગોચર કરશે. શનિદેવ માર્ગી થયા એટલે તેનો લાભ ઘણી રાશિના જાતકો મળશે. સાથે દેશ-દુનિયા પર પણ તેની અસર પડશે. તો આવો જાણીએ શનિદેવ માર્ગી થવાથી તમારી રાશિ પર તેની કેવી અસરો પડી શકે છે.

કઇ રાશિ પર પડશે કેવો પ્રભાવ?

મેષ: મેષ રાશિના જાતકો માટે શનિ દસમો ભાવ એટલે કે કર્મ ભાવમાં માર્ગી હશે. શનિ માર્ગી થતા જ જો તમારા કરિયરમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા હોય તો તે દૂર થશે. તમને કાર્યક્ષેત્રે સફળતા મળશે અને કામયાબીના અનેક અવસરો મળશે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે શનિ યોગ કારક ગ્રહ છે અને તે વૃષભ રાશિના જાતકોના નવમાં અને દસમાં ભાવના સ્વામી છે અને તેઓ નવમાં ભાવમાં માર્ગી હશે. આ દરમિયાન કરિયરની સમસ્યાઓ સમાપ્ત થશે, નવા અવસર મળશે અને નોકરીમાં વધુ મહેનત કરવી પડશે. માતાપિતાનો સહયોગ મળતા માનસિક દબાણ ઘટશે.

મિથુન: મિથુન રાશિના જાતકો માટે શનિ તેમના આઠમાં ભાવ એટલે કે વિરાસત, ગુપ્ત શિક્ષા અને રહસ્ય વગેરેમાં માર્ગી થશે. મિથુન રાશિના તે વિદ્યાર્થીઓ જે રિસર્ચ એટલે કે શોધ સાથે જોડાયેલા છે, તેમને આ દરમિયાન પોતાના વિષયોના ઉંડાણને સમજવાના અને શોધ કરવાના અનેક અવસર મળશે. આ સિવયા ભાગ્યનો સાથ મળશે અને કરિયરમાં સફળતા મળશે.

કર્ક: શનિ કર્ક રાશિના જાતકોમાં સાતમાં ભાવના માર્ગી હશે. કારણ કે શનિનો તમારા જીવન પર સીધો પ્રભાવ પડશે. અંગત અને પ્રોફેશનલ ક્ષેત્રની સમસ્યાઓ દૂર થશે. નોકરી કે પછી બિઝનેસમાં પરીવર્તનનો યોગ છે. નવા અને સારા અવસરો મળશે. સમજી વિચારીને નિર્ણયો કરવા.

સિંહ: શનિ સિંહ રાશિના જાતકોમાં છઠ્ઠા ભાવ એટલે કે રોગ, પ્રતિસ્પર્ધા અને શત્રુ ભાવમાં માર્ગી હશે. તમે શનિ દેવની કૃપાથી શત્રુઓને હરાવી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે, નોકરીમાં ક્ષમતા પ્રદર્શનનો અવસર મળશે.

કન્યા: કન્યા રાશિના જતકોમાં શનિ તેમના પાંચમાં ભાવ એટલે કે પ્રેમ, શિક્ષા અને સંતાનના ભાવમાં માર્ગી હશે. આ દરમિયાન તમે નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. અને ભગવાન શનિદેવની કૃપા મેળવી શકો છો. આ સિવયા સમસ્યાઓ દૂરી થશે અને જીવન સુખમય રહેશે. નોકરી વર્ગનો પગાર વધી શકે છે.

તુલા: તુલા રાશિના જાતકોની કુંડળીમાં શનિ બે મહત્વના ભાવો એટલે કે ચોથો ભાવ સુખ અને પાંચમો ભાવ સંતાનના સ્વામી માનવામાં આવે છે. આ દરમિયાન શનિદેવ તુલા રાશિના જાતકોને ચોથા ભાવ એટલે કે માતા, ભૂમિ અને સંપત્તિના ભાવમાં માર્ગી થશે. શનિદેવની કૃપા પ્રાપ્ત થતા દુખ દૂર થશે.

વૃશ્વિક: શનિદેવ વૃશ્વિક રાશિના જાતકો માટે ત્રીજો ભાવ એટલે કે બલ, ભાઇ-બહેન અને પ્રયાસના ભાવમાં માર્ગી બનશે. નોકરી કરનાર લોકો માટે સમય યોગ્ય હશે. આયોજનો સફળ જશે. આર્થિક પક્ષ મજબૂત થશે. કામમાં મહેનત અને ઇમાનદારી તમને સફળતા અપાવશે.

ધન: ધન રાશિના જાતકોમાં શનિદેવ બીજો ભાવ એટલે કે પરિવાર, ધન અને વાણીના ભાવમાં માર્ગી બનશે. શનિ દેવની કૃપાથી આવકમાં વધારો થશે, જેનાથી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી બનશે. જૂની સમસ્યાઓનું સમાધાન થશે.

મકર: મકર રાશિના જાતકોમાં શનિ તેમની રાશિ એટલે કે મકર રાશિના લગ્ન ભાવમાં માર્ગી થશે. તમને રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે અને વ્યવસાયમાં લાભ થશે.

કુંભ: કુંભ રાશિના જાતકો માટે શનિ તેમના બારમાં ભાવમાં માર્ગી હશે. જેથી તમારો બિઝનેસ દેશની બહાર છે તો તમને શનિદેવની કૃપાથી સફળતા મળી શકે છે. શનિ જ્યાં સુધી માર્ગી છે ત્યાં સુધી સમય તમારા માટે સારો સાબિત થઇ શકે છે.

મીન: મીન રાશિના જાતકો માટે શનિ તેના અગિયારમાં ભાવ એટલે કે આવક અને લાભના ભાવમાં માર્ગી હશે. તેથી તમારી વ્યાવસાયિક આવક વધી શકે છે અને બિઝનેસમાં સફળતા મળવાથી તમે ખુશ રહેશો. કોઇ જૂના રોકાણથી પણ લાભ મળી શકે છે.
Published by:Vinod Zankhaliya
First published: