Home /News /dharm-bhakti /

Shani Mahdasha Upay : જીવનમાં જરૂર આવે છે શનિદેવની સાડાસાતી, જાણો મહાદશાની અસરથી બચવાના કેટલાક ઉપાય

Shani Mahdasha Upay : જીવનમાં જરૂર આવે છે શનિદેવની સાડાસાતી, જાણો મહાદશાની અસરથી બચવાના કેટલાક ઉપાય

જીવનમાં જરૂર આવે છે શનિદેવની સાડાસાતી, જાણો મહાદશાની અસરથી બચવાના ઉપાય

Shani Dev Upay On Shanivar: હિન્દુ ધર્મમાં શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિને રાહુ અને કેતુનો ગ્રહ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં શનિ ન્યાયના દેવતા છે. એવું કહેવાય છે કે શનિ મનુષ્યને તેના સારા અને ખરાબ કાર્યોની સજા આપે છે.

    Shani Dev Upay On Shanivar: હિન્દુ ધર્મમાં શનિને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિને રાહુ અને કેતુનો ગ્રહ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં શનિ ન્યાયના દેવતા છે. એવું કહેવાય છે કે શનિ મનુષ્યને તેના સારા અને ખરાબ કાર્યોની સજા આપે છે.

    શનિદેવની મહાદશા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર શનિદેવનો સારો પ્રભાવ હોય તો તે એક રંકને પણ રાજા બનાવે છે.પણ જો શનિની ખરાબ દ્રષ્ટિ હોય તો તે કારણે રાજા પણ રંક બની જાય છે. એવું માનવામાં આવે છે કે શનિદેવની સાડે સાતી સદી દરેક વ્યક્તિના જીવનમાં ચોક્કસપણે આવે છે. વળી તે ત્રણ વખત આવે છે. આ દરમિયાન મનુષ્યના જીવનમાં ઘણા સારા નરસા પ્રસંગો ઘડવાની સંભવના રહેલી હોય છે. જો કુંડળીમાં શનિ ઉચ્ચ હોય તો તે વ્યક્તિને અણધાર્યા લાભ આપી શકે છે, પરંતુ જો શનિની સ્થિતિ ખરાબ હોય તો તમારે જીવનભર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. હિંદુ ધર્મમાં શનિદેવની મહાદશાથી બચવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

    આ પણ વાંચો: Panchak in August: 12 August થી લાગ્યું 'ચોર પંચક', ભૂલથી પણ ન કરો આ કામ, શાસ્ત્રોમાં છે તેની મનાઈ

    શનિવારે ભગવાન શિવની પૂજા કરો


    શનિદેવના પ્રકોપથી બચવા માટે શનિવારે વ્રત રાખવું જોઈએ અને આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેની સાથે જ શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આ સિવાય શનિવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે, કારણ કે ભગવાન શિવ શનિદેવના ગુરુ છે, તેથી આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે શિવ ચાલીસાના પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.

    આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરો


    શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફળદાયી છે. આ દિવસે અડદની દાળ, કાળું કપડું, કાળા તલ અને કાળા ચણા કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આનાથી સાડે સતી અને શનિ ખરાબ અસર ઓછી થઈ જશે.

    આ પણ વાંચો: Janmashtami 2022: કાન્હાને રીઝવવા તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોના જાપ, જન્માષ્ટમી પર મેળવો ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશિષ

    પીપળના ઝાડને જળ ચઢાવો


    શનિવારે સાંજે પીપળના ઝાડ પાસે જઈને જળ ચઢાવો અને ત્યાં લોટનો ચારમુખી દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવે છે.
    First published:

    Tags: Bhakti, Dharma, DharmaBhakti

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन