Home /News /dharm-bhakti /

Monday Special Day: વટ સાવિત્રી, શનિ જયંતિ અને સોમવતી અમાસનું મળશે 'મહાપુણ્ય'

Monday Special Day: વટ સાવિત્રી, શનિ જયંતિ અને સોમવતી અમાસનું મળશે 'મહાપુણ્ય'

પ્રતિકાત્મક તસવીર

Monday dharma special day: સોમવારે શનિ જયંતિ (Shani Jayanti), વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) અને સોમવતી અમાસ (Somvati Amas) છે.

    dharmabhakti: આગામી 30મીને સોમવારનું (Monday) ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ છે. સોમવારે શનિ જયંતિ (Shani Jayanti), વટ સાવિત્રી વ્રત (Vat Savitri Vrat) અને સોમવતી અમાસ (Somvati Amas) છે. આ દિવસે તમે વ્રત કરીને શનિદેવની કૃપા, અખંડ સૌભાગ્યના આશીર્વાદ અને લાભદાયક ફળ મેળવી શકો છો. આ દિવસ સુખ, સૌભાગ્યની સાથે સાથે શનિની સાડાસાતી અને ગ્રહોના દોષથી મુક્તિ આપનારો છે.

    આ શુભ દિવસ અંગે પુરીના જ્યોતિષાચાર્ય ડો.ગણેશ મિશ્રા જણાવે છે કે, એક જ દિવસે આવા ત્રણ મોટા વ્રત કે પૂજા પાઠના પ્રસંગો ઓછા હોય છે. 30 વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ બન્યો છે. જેમાં જ્યેષ્ઠ અમાસ પર સોમવતી અમાસ, શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત એક સાથે આવ્યા છે. તમે આ દિવસે ત્રણેય વ્રતનું પુણ્ય કમાઈ શકો છો. તો ચાલો વટ સાવિત્રી વ્રત, શનિ જયંતિ અને સોમવતી અમાસના સંયોગ વિશે જાણીએ.

    સોમવતી અમાસ

    વટ સાવિત્રી વ્રત, શનિ જયંતિ અને સોમવતી અમાસ જ્યેષ્ઠ અમાસ તિથિએ છે. આવી સ્થિતિમાં તમારે પહેલા અમાસની તારીખ જાણવી જરૂરી છે. જ્યેષ્ઠ અમાસની તિથિ 29 મે, રવિવારે બપોરે 02:54 વાગ્યાથી 30 મે, સોમવારે સાંજે 04:59 વાગ્યા સુધી છે. તેની ઉદય તિથિ તારીખ 30 મેના રોજ છે. જેના આધારે 30 મેના રોજ વટ સાવિત્રી વ્રત, શનિ જયંતિ અને સોમવતી અમાસ ઉજવાશે.

    વટ સાવિત્રી વ્રત 2022

    વટ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્ય, સુખી લગ્ન જીવન અને પુત્રોની પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. સાવિત્રીએ સત્યવાનના પ્રાણ જ્યેષ્ઠ અમાસે બચાવ્યા હતા, તેથી દર વર્ષે આ તિથિએ વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. આ વર્ષે તમે સવારે 07:12 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગમાં વટ સાવિત્રી વ્રતની પૂજા કરી શકો છો.

    શનિ જયંતિ

    આ અમાસે શનિદેવનો જન્મ થયો હતો. તેની માતા છાયા છે અને પિતા સૂર્ય દેવ છે. 30 મેના રોજ શનિ જયંતિના અવસર પર તમે શનિદેવની પૂજા કરીને સાડાસાતી અને શનિ દોષથી રાહત મેળવી શકો છો. આ દિવસે વહેલી સવારથી જ સુકર્મ યોગની શરૂઆત થઇ રહી છે. તમે શનિ જયંતિની પૂજા સવારે સૂર્યોદયથી જ કરી શકો છો. જો કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલ પૂજા પાઠ ફળદાયી માનવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-Vat Savitri Vrat 2022 : 30 વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે શુભ સંયોગ સર્જાશે, આ છે વ્રતનો શુભ સમય

    સોમવતી અમાસ

    સોમવતી અમાસ દિવસે સવારે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અથવા સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને ઘરમાં સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પિત કરો અને પછી પિતૃઓ માટે તર્પણ કરો. ત્યારબાદ બ્રાહ્મણને અન્ન, વસ્ત્ર, પાણી, ફળ, શાકભાજી વગેરેનું દાન કરો. સોમવતી અમાવસ્યા પર સ્નાન દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પિતૃઓ પણ પ્રસન્ન રહે છે.

    આ પણ વાંચોઃ-Vat Savitri Vrat 2022: શા માટે બે દિવસ રાખવામાં આવે છે વટ સાવિત્રીનું વ્રત? જાણો પૂજા મુહૂર્ત

    આ દિવસે સોમવતી અમાસ વ્રત રાખી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે.

    પૂજા વિધિ

    આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચઢાવો. પછી પિતૃઓને તૃપ્ત કરો. તે પછી દાન કરો. બાદમાં સોમવતી અમાસ પર શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. પછી શનિદેવની વિધિપૂર્વક પૂજા કરો. સુહાગન મહિલાઓએ શુભ મુહૂર્તમાં વડ, સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવી જોઈએ અને વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી જોઈએ
    Published by:ankit patel
    First published:

    Tags: DharmaBhakti, Shani jayanti, Shani jayanti 2022, Vat Savitri, Vat savitri 2022

    આગામી સમાચાર