Dharmabhakti: હિન્દુ ધર્મમાં શનિ જયંતિનું (Importance of Shani Jayanti) વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વખતે શનિ જયંતિ (Shani Jayanti 2022) નો તહેવાર 30 મે, સોમવારે છે. જ્યોતિષમાં શનિદેવ (Shanidev)ને ન્યાયાધીશ (God of Justice) કહેવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, શનિદેવ માણસને તેના સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે.
શનિ ચાલીસામાં શનિદેવના વાહનો વિશે પણ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે શનિદેવ 8 વાહનો પર સવાર થઈને આવે છે. દરેક વાહન કે સવારીનું વિશેષ મહત્વ હોય છે અને તે મુજબ ફળ નક્કી કરવામાં આવે છે. શનિદેવ જે વાહનથી કોઈપણ રાશિમાં ભ્રમણ કરે છે તે રાશિના લોકોને તે પ્રમાણે શુભ અને અશુભ ફળ મળે છે. તો ચાલો જાણીએ શનિદેવની વિવિધ સવારીઓ (Different Rides of Shanidev) વિશે.
- શિવ ચાલીસામાં શનિદેવના વાહનો વિશે એક મંત્ર લખવામાં આવ્યો છે – ‘ભગવાન કે સાત સુજાના કા વાહન, દિગ્ગજ, ગરદભ, હિરણ, અરૂસ્વાના, જમ્બક, સિંહ આદી નખધારી’. તેનો અર્થ થાય છે કે શનિદેવના 7 વાહનો છે – હાથી, ગધેડું, હરણ, કૂતરું, શિયાળ, સિંહ અને ગીધ. આ ઉપરાંત કાગડાને પણ તેમનું વાહન માનવામાં આવે છે.
- કાગડા પર સવાર થઇને શનિદેવ વ્યક્તિના તમામ દુઃખ કે પીડાઓ દૂર કરે છે અને રોગોમાંથી મુક્તિ આપે છે.
- જે રાશિમાં શનિદેવ શિયાળ પર સવારી કરે છે, તે રાશિના જાતકોની બુદ્ધિનો નાશ થાય છે અને જે રાશિમાં શનિદેવ આ સવારી કરે છે, તેની સંપત્તિ અને માન-સન્માનનો પણ નાશ થાય છે.
- જ્યારે શનિદેવ હાથી પર સવાર થઈને કોઈની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને ધન અને સન્માનની પ્રાપ્તિ થાય છે.
- જ્યારે શનિદેવ ગધેડા પર સવાર થઈને કોઈપણ રાશિમાં પ્રવેશ કરે છે, તો તે રાશિના લોકો દ્વારા કરવામાં આવતા કામ પણ બગડી જાય છે અને તેમને ધનહાનિનો સામનો કરવો પડે છે.
- જ્યારે શનિદેવ હરણ પર સવાર થાય છે ત્યારે તેને મૃત્યુનો સામનો કરવો પડે છે, એટલે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
- જ્યારે શનિદેવ ગીધ પર સવાર થઈને કોઈ રાશિમાં જાય છે, ત્યારે વ્યક્તિને અનેક બીમારીઓ ઘેરી લે છે.
- કૂતરો પણ ભૈરવદેવની સવારી છે, પરંતુ જ્યારે શનિદેવ તેના પર સવાર થઈને કોઈપણ રાશિમાં જાય છે ત્યારે તેને ધનની પ્રાપ્તિ થાય છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર