Shani Jayanti 2021: જાણો શા માટે શનિદેવ ચાલે છે લંગડા? આ વર્ષની તિથિ, શુભ મુહૂર્ત, પૂજાની વિધિ

દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે શનિ જયંતિ આવે છે

દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે શનિ જયંતિ આવે છે

  • Share this:
    હિંદુ માન્યતાઓ અનુસાર શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે વ્યક્તિના કાર્યોને માપી અને તે અનુસાર સુખ કે દુખ આપે છે. પંચાગ અનુસાર દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે પૂજા કરવાથી શનિ દેવ ખરાબ નજરથી બચાવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.

    શા માટે મનાવવામાં આવે છે શનિ જયંતિ

    માન્યતા છે કે, જેઠ મહિનાની અમાસના દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. તેથી આ દિવસને શનિ જયંતિ તરીકે મનાવવામાં આવે છે. શનિદેવને તમામ નવ ગ્રહોમાંથી સૌથી શ્રેષ્ઠ હોવાના ભગવાન શિવ તરફથી આશિર્વાદ મળ્યા છે. તેમની દ્રષ્ટિથી દેવતાઓથી લઇને માણસો સુધી બધા ભયભીય રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તમોગુણી પ્રધાનતા વાળા ક્રૂર ગ્રહ શનિને દુખનું કારણ કહેવાયું છે. તેઓ દેવ, દાનવો અને માણસોને ત્રાસ આપવા માટે સમર્થ છે.

    શનિદેવ લંગડા શા માટે છે?

    ભગવાન શનિની લંગડી અને ધીમી ચાલ પાછળનું કારણ પિપ્પલાદ મુનિ છે. પિપ્પલાદ મુનિ પોતાના પિતાના મૃત્યુનું કારણ શનિ દેવને માનતા હતા. તેથી પિપ્પલાદ મુનિએ શિન પર બ્રહ્મદંડથી પ્રહાર કર્યો હતો. શનિ દેવ આ પ્રહાર સહન કરવામાં અસમર્થ હતા, જેના કારણે શનિ ત્રણેય કાળમાં દોડવા લાગ્યા અને ત્યાર બાદ બ્રહ્મદંડે શનિદેવને લંગડા કરી દીધા હતા.

    બાળકો પર શા માટે નથી પડતી શનિની દ્રષ્ટિ

    12 વર્ષ સુધીના બાળકો પર શનિનો પ્રકોપ નથી રહેતો. તેની પાછળનું કારણ મુનિ પિપ્પલાદ અને શનિ વચ્ચે થયેલ યુદ્ધ છે. પિપ્પલાદે શનિદેવને યુદ્ધમાં હરાવી દીધા હતા અને તે શરતે મુક્ત કર્યા કે તે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોઇ પ્રકારનું દુખ નહીં આપે.

    શનિ જયંતિ- તિથિ અને શુભ મુહૂર્ત

    દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે શનિ જયંતિ આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 10 જૂને શનિ જયંતી મનાવવામાં આવશે. જયંતિનું શુભ મુહૂર્ત 9 જૂને બપોરે 01.57 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે 10 જૂનની સાંજે 4.22 વાગ્યા સુધી ચાલશે.

    પારડી નજીક હાઇવે પર બે ટ્રક વચ્ચે ફસાઇ બાઇક, ચાલકનો ચમત્કારિક બચાવ, તસવીરો જોઇને રૂંવાડા ઊભા થઇ જશે

    શનિ જયંતિ પર આ રીતે કરો પૂજા

    શાસ્ત્રો અનુસાર આ દિવસે શનિદેવની પૂજા કરવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સવારે જલદી ઉઠીને ભક્તો ઉપવાસ રાખે છે અને પૂજા કરવા માટે મંદિરોમાં જાય છે. ભક્તો શનિદેવની મૂર્તિ પર તેલ, ફૂલ અને માળા ચઢાવે છે. ત્યાર બાદ તેઓ અબીલ-ગુલાલ, સિંદૂર, કંકુ અને કાજલ લગાવીને વાદળી રંગના ફૂલ ચઢાવે છે. આ દિવસે કાળા અડદ અને તલનો ભોગ લગાવવો ખૂબ શુભ માનવામાં આવે છે.

    ત્યાર બાદ ભક્તો ભગવાન શનિદેવની મૂર્તિ સામે દિવો પ્રગટાવી અને શનિ ચાલીસાનો પાઠ કરે છે. પંચોપચાર પૂજા બાદ શનિ મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કરવો જોઇએ. ત્યાર બાદ પ્રસાદ ચઢાવવામાં આવે છે અને બીજા લોકોમાં વહેંચે છે. આ દિવસે ગરીબ, જરૂરીયાતમંદોમાં ભોજન, કપડા અને અન્ય વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

    આઠ વર્ષની બાળકીને પીંખી નાંખનાર ઘાતકી હત્યારો MPથી ભાગીને આવ્યો હતો અમદાવાદ, આ રીતે ઝડપાયો

    આ શનિ મંત્રનો કરો જાપ

    પૂજા અનુષ્ઠાન બાદ ભક્તો ભગવાન પાસે આશીર્વાદ લેવા માટે મંત્રોનો જાપ કરે છે.

    • ઓમ શં અભયસ્તય નમ:

    • ઓમ શનિશ્ચરાય નમ:

    • ઓમ નીલાંજનસંભામાસમ રવિપુત્રમ યમરાજન છાયામાર્તંડ સંભૂતમ તન નમામિ શનિશ્ચરમ


    આ વર્ષનું પહેલુ સુર્ય ગ્રહણ શનિ જયંતિના દિવસે જ લાગશે.
    First published: