Home /News /dharm-bhakti /Shani Grah Upay: આ ઉપાયોથી શનિ થશે મજબૂત, જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
Shani Grah Upay: આ ઉપાયોથી શનિ થશે મજબૂત, જીવનમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
શનિ ઉપાય
Astrology Tips: ઘરમાં ધનની કમી થઇ જાય છે કે પછી ધંધા-વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ થતી નથી. આ તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા અમે તમને અમુક ઉપાયો (Shani grah upay) જણાવવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી કુંડળીમાં શનિ ગ્રહને વધુ મજબૂત કરી શકો છો. શનિદેવની કૃપા તમારા પર વરસતા તમને સાંસારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
શનિ દેવ(Shani Dev)ને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, તે દરેક માણસને સારા અને ખરાબ કર્મોના હિસાબે ન્યાય આપે છે. તેથી દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે શનિદેવની કૃપા(Shani dev krupa) તેના પરીવાર પણ બની રહે. ઘણી વખત એવું લાગે છે કે અથાગ મહેનત કરવા છતા ધાર્યું ફળ મળતું નથી. ઘરમાં ધનની કમી થઇ જાય છે કે પછી ધંધા-વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ થતી નથી. આ તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા અમે તમને અમુક ઉપાયો (Shani grah upay) જણાવવા જઇ રહ્યા છીએ, જેના દ્વારા તમે તમારી કુંડળીમાં શનિ ગ્રહને વધુ મજબૂત કરી શકો છો. શનિદેવની કૃપા તમારા પર વરસતા તમને સાંસારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
શનિ ગ્રહને મજબૂત કરવા કરો આ 7 ઉપાય
જો તમારી કુંડળીમાં શનિ ગ્રહ નબળો છે તો ઓછામાં ઓછા 19 શનિવારનું વ્રત કરવું જોઇએ. વધુમાં વધુ 51 શનિવારનું વ્રત રાખી શકો છો. તેનાથી શનિ ગ્રહની સ્થિતિ મજબૂત રહે છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
શનિવારના દિવસે કાળા વસ્ત્રો પહેરો અને ओम प्रां प्रीं प्रौं स: शनये नम: મંત્રનો જાપ સાથે ઓછામાં ઓછી 5 માળા કરો. તમે 11 કે 19 માળા પણ કરી શકો છો. આ ઉપાયથી પણ શનિ ગ્રહ મજબૂત થાય છે.
શનિવારે એક વાસણમાં પાણી, દૂધ, ખાંડ, કાળા તલ અને ગંગાજળ ભરીને રાખો. મંત્ર જાપ બાદ પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને પીપળના મૂળને અર્પિત કરો. આ ઉપાયથી પણ કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત બને છે.
આ પણ વાંચો-Budh Grah Upay: કુંડળીમાં બુધ નબળો હોય તો અજમાવી જુઓ આ ઉપાય, ચમકી જશે કિસ્મત
પરસ્ત્રી સાથે સંબંધ ન રાખો, અભિમાન ન કરો, ગરીબ અને લાચાર લોકોની મદદ કરો. સફાઇ કરનારા લોકો સાથે સારો વ્યવહાર કરો અને પોતાના જીવનમાં સ્વચ્છતાનું પાલન કરો.
શનિ ગ્રહને મજબૂત કરવા માટ શનિ દેવ, ભગવાન હનુમાન અને ભગવા શિવની આરાધના કરો. આ ઉપરાંત મહામૃત્યુંજ મંત્રનો જાપ પણ શનિની ખરાબ સ્થિતિને સુધારવામાં મદદરૂપ બને છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર