Shani Gochar in Kumbh 2023: શનિદેવ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન કેટલાક લોકો માટે શુભ રહેશે. આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે આ ગોચર શુભ રહેશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિના પરિવર્તનની અસર તમામ રાશિઓના જીવન પર પડે છે. નવા વર્ષમાં શનિની દશામાં મોટો ફેરફાર થવાનો છે. શનિદેવ 17 જાન્યુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન કેટલાક લોકો માટે શુભ રહેશે. આવો જાણીએ કઈ રાશિના જાતકોનું આ ગોચરથી ભાગ્ય સુધરશે.
શનિ ગોચર 2023 આ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે શનિનું ગોચર શુભ સાબિત થશે. જે અવરોધો આવતા હતા તે હવે દૂર થશે. મોટું પદ અને પૈસા મળશે. નોકરીમાં બદલાવ આવી શકે છે. કરિયર અને લવ લાઈફમાં સફળતા મળશે. અપરિણીત લોકો માટે લગ્નની પ્રબળ સંભાવના છે.
મિથુન
શનિનું ગોચર મિથુન રાશિના લોકો માટે રાહત લાવશે. શનિની સાડાસાતી મિથુન રાશિમાં પૂર્ણ થશે. તણાવથી રાહત મળશે. કરિયરમાં સારો સમય શરૂ થશે.