Home /News /dharm-bhakti /Shani Gochar 2023: શનિના કુંભ રાશિમાં ગોચરથી બનશે શશ યોગ, આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી
Shani Gochar 2023: શનિના કુંભ રાશિમાં ગોચરથી બનશે શશ યોગ, આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી
શનિ ગોચર 2023
Shani Gochar 2023: શનિ દેવના રાશિ પરિવર્તનથી શશ યોગ બની રહ્યો છે. આ ઘણી રાશિઓ માટે લાભદાયક છે, તો ઘણી રાશિઓ માટે મુશ્કેલી વધારી શકે છે. ચાલો જાણીએ જ્યોતિષ ગણના અનુસાર કઈ રાશિઓને એનાથી ફાયદો થવાનો છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહ સમય-સમય પર પોતાની ચાલ બદલે છે. આ કડીમાં શનિ દેવ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 17 જાન્યુઆરી 2023ના રોજ શનિ દેવ કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ દેવના રાશિ પરિવર્તનથી શશ યોગ બની રહ્યો છે. આ ઘણી રાશિઓ માટે લાભકારક છે, તો ઘણી રાશિઓની મુશ્કેલીઓ વધારી શકે છે. ચાલો જાણીએ જ્યોતિષ ગણના અનુસાર ઘણી રાશિઓને આનાથી ફાયદો મળવાનો છે
જાણો શું છે શશ યોગ?
શશ યોગ શનિ ગ્રહણના કારણે બને છે. આ પંચ મહાયોગોમાંથી એક હોય છે. જયારે કુંડળીના શનિ લગ્ન અથવા ચંદ્રમાથી પહેલા, ચોથા અને દસમા ઘરના કેન્દ્ર તુલા, મકર અથવા કુંભ રાશિમાં હાજર હોય છે તો શશ યોગ બને છે.
મેષ
તમારી કુંડળીના 11માં ભાવમાં શનિ ગોચર કરશે. આ સમય તમારા માટે લાભકારક રહેવાનો છે. નવા વર્ષ પર ભાગ્યનો સાથ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. નિરોગી રહેશો. જણાવી દઈએ કે આ સમયે મેષ રાશિમાં રાહુ વિરાજમાન છે.
વૃષભ
તમારી કુંડળીના દસમા ભાવમાં શનિ ગોચર કરી રહ્યા છે. તમારા દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. તમારા અટકેલા તમામ કર્યો પૂર્ણ થશે. વૃષભ રાશિના સ્વામી શુક્ર દેવ જેની શનિ સાથે મિત્રતા છે. એ સ્થિતિમાં શનિનું ગોચર તમને લાભ આપશે.
કન્યા
શનિદેવ તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. સમય તમારા માટે અનુકૂળ રહેવાનો છે. પારિવારિક વિવાદો ઉકેલાશે. લાંબા સમયથી અટકેલા કામ પાર પડશે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.
તમારી કુંડળીના બીજા ભાવમાં શનિ ગોચર કરી રહ્યો છે. શશ યોગ તમારી રાશિ માટે ફાયદાકારક સાબિત થશે. ભગવાન શનિ સ્વયં મકર રાશિના સ્વામી છે. આવી સ્થિતિમાં જાતકોને વેપાર અને નોકરીમાં સફળતા મળશે. જો તમે કોઈ બીમારીથી ઝઝૂમી રહ્યા છો, તો તમને જલ્દી રાહત મળશે. પરિવાર સાથે સમય સારી રીતે પસાર થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.