Home /News /dharm-bhakti /shani Gochar 2023 : શનિદેવ 30 વર્ષ પછી બદલશે ચાલ, આ 4 રાશિઓ માટે ખુલશે સૌભાગ્યના દ્વાર

shani Gochar 2023 : શનિદેવ 30 વર્ષ પછી બદલશે ચાલ, આ 4 રાશિઓ માટે ખુલશે સૌભાગ્યના દ્વાર

જાણો કઈ રાશિના જાતકોને નવા વર્ષમાં શનિ ગોચરનો લાભ મળશે

Shani Gochar 2023: નવા વર્ષમાં ઘણા ગ્રહોના રાશિ પરિવર્તનથી માનવ જીવન પ્રભાવિત થશે. હવે શનિ ઓછામાં ઓછા અઢી વર્ષ બાદ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જાણો પ્રભાવ...

Shani Gochar 2023, Saturn Transit 2023 : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહ ગોચરનો પ્રભાવ મેષથી લઇને મીન રાશિ સુધી પડે છે. હિંદુ પંચાગ અનુસાર, શનિદેવ 30 વર્ષ બાદ સ્વરાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. કુંભ રાશિમાં શનિની ચાલથી કેટલીક રાશિના લોકોને જબરદસ્ત લાભ મળી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા અને ફળદાતા માનવામાં આવે છે. શનિ દરેક વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે લોકો સારા કર્મ કરે છે તેમને શુભ ફળ મળે છે અને જેઓ ખોટા કર્મ કરે છે તેમને સજા મળે છે. જાણો કઈ રાશિના જાતકોને નવા વર્ષમાં શનિ ગોચરનો લાભ મળશે-

આ પણ વાંચો :  પૂજા-પાઠ સમયે જમીન પર ન મુકવી જોઇએ આ વસ્તુઓ, ભગવાનનું થાય છે અપમાન

મિથુન રાશિ -


શનિ જ્યારે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મિથુન રાશિના લોકોની પરેશાનીઓ ઓછી થશે. મિથુન રાશિના લોકોથી શનિની ઢૈય્યા દૂર થશે. આ દરમિયાન મંગળ પરિવર્તનથી આર્થિક લાભ થશે. શનિ અને મંગળના પ્રભાવને કારણે તમારું સૂતેલું ભાગ્ય જાગી શકે છે.

કર્ક રાશિ -


જો સૂર્ય, ગુરુ અને શુક્ર કર્ક રાશિના લગ્ન ભાવમાં સાથે હોય તો તમને સકારાત્મક પરિણામ મળશે. કર્ક રાશિના શનિદેવ આઠમા ભાવના સ્વામી છે. 17 જાન્યુઆરીએ શનિ રાશિના પરિવર્તનના કારણે કર્ક રાશિના જાતકોને આર્થિક મોરચે લાભ મળશે. વેપારીઓને ફાયદો થશે. અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. પ્રવાસની શક્યતાઓ બની રહી છે.

આ પણ વાંચો :  Mahashivratri 2023 Date : ક્યારે છે મહાશિવરાત્રી; જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

તુલા રાશિ -


તમારી રાશિના પાંચમા ભાવમાં શનિનું ગોચર થશે. શનિ ગોચરથી તમને શનિ ઢૈય્યાથી રાહત મળશે. શનિના રાશિ પરિવર્તનની અસરથી તમને આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓને ફાયદો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે.


ધનુ રાશિ -


ધનુ રાશિના જાતકો માટે શનિ ગોચર લાભદાયક સાબિત થશે. શનિના ગોચરથી ધનુ રાશિના લોકોમાંથી શનિની સાડાસાતી દૂર થશે. શનિ ધનુરાશિના ત્રીજા ભાવનો સ્વામી છે. આ સમયગાળા દરમિયાન તમને માન અને સન્માન મળશે. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે.
First published:

Tags: SHANI, Shani dev, Shani Gochar 2022, Shani rashi parivartan