Home /News /dharm-bhakti /Gujarat Assembly Election 2022: વડગામ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ, ભાજપ કોંગ્રેસ વચ્ચે અપક્ષ છે ભારે
Gujarat Assembly Election 2022: વડગામ બેઠક ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગ, ભાજપ કોંગ્રેસ વચ્ચે અપક્ષ છે ભારે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election Assembly 2022) જંગમાં ભાજપનું (BJP) જોર દેખાઇ રહ્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક (Vadgam Constituency) એક એવી બેઠક છે જ્યાં ભાજપ પર અપક્ષ ભારે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election Assembly 2022) જંગમાં ભાજપનું (BJP) જોર દેખાઇ રહ્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક (Vadgam Constituency) એક એવી બેઠક છે જ્યાં ભાજપ પર અપક્ષ ભારે છે.
વડગામ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 (Gujarat Assembly Election) થી વધુ ચર્ચામાં આવેલી વડગામ બેઠક ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) માટે પણ હોટ માનવામાં આવી રહી છે. મોટે ભાગે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) વિજય મેળવી રાજકીય હડકંપ મચાવ્યો છે. હવે જ્યારે 150 પ્લસના ટારગેટ સાથે ચૂંટણી જંગનો એલાન કરનાર ભાજપે (BJP) કોંગ્રેસના (Congress) ગઢમાં ગાબડું પાડવા માઇક્રો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં વડગામ બેઠક પણ આવતી હોવાથી આગામી ચૂંટણીને લઇને વડગામ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇને રાજકીય પક્ષો સાબદા થઈ ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોને તૈયાર રાખવામાં આવ્યા છે. તૈયારીઓ જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે.
કોંગ્રેસ માટે ગઢ ગણાતી બેઠકોમાં વડગામ વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે, આ બેઠક પર અત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પલડું ભારે હોવાનું ફલિત થાય છે. મેવાણીને કોંગ્રસ દ્વારા તમામ રીતે પીઠબળ અપાઈ રહ્યું છે. જેથી આ બેઠક કબજે કરવા ભાજપને વધુ મહેનત કરવી પડે તો નવાઇ નહીં.
ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની અતિ મહત્વની વિધાનસભા બેઠક વડગામ (SC) દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો.
તાજેતરમાં વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓએ મગરવાડા ખાતે વિશ્વાસ સંમેલન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલના હસ્તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલા વડગામ વિધાનસભાથી જીતેલા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણીભાઈ વાઘેલાને ટિકિટ નહોતી આપી. જેને લઇને મણીભાઈ વાઘેલા પક્ષથી નારાજ થયા હતા.
ભાજપની સ્થિતિ શું છે?
ગત 2017ની ચૂંટણી સમયે આ બેઠક પર વિજેતા થયેલા જીગ્નેશ મેવાણીને 95,447 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈને 75,801 મત મળ્યા હતા. બંને ઉમેદવાર વચ્ચે 20 હજાર મતનો તફાવત હતો. આ દરમિયાન હવે માહોલમાં બદલાવ આવ્યો છે. હવે વડગામ વિધાનસભા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા ભાજપમાં જોડાઈ ગયા છે. જેથી ભાજપની તાકાત વધી છે.
જીગ્નેશ મેવાણીની તાકાત
જીગ્નેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પાર્ટીમાં જોડાયા નથી. જીગ્નેશ ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. જિજ્ઞેશે આઝાદી કૂચ આંદોલન ચલાવી છે. જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુઓ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર,1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા.
2017ની ચૂંટણીમાં વડગામ વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ
ઉમેદવારનું નામ
પક્ષ
લેવલ
વોટ
વોટ રેટ
માર્જિન
જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવણી
અપક્ષ
વિજેતા
95,497
50.79%
19,696
ચક્રવર્તી વિજયકુમાર હરખાભાઈ
ભાજપ
રનર અપ
75,801
40.32%
ઉપરથી કોઈ નહીં
None of the Above
3rd
4,255
2.26%
મક્વાણા નરેન્દ્રકુમાર પંજાબ
અપક્ષ
4th
3,711
1.97%
અશ્વિનભાઈ ડોલતભાઈ પરમાર
અપક્ષ
5th
3,175
1.69%
જાદવ પુષ્પબેન રાજેશભાઈ
અપક્ષ
6th
1,263
0.67%
ચૌહાણ ગણેશભાઈ લિવજીભાઈ
અપક્ષ
7th
1,121
0.60%
વાંસોલા નિલેષકુમાર પ્રવીણભાઈ
બહુજન મુક્તિ પાર્ટી
8th
1,119
0.60%
શેખાલીયા વિક્રમભાઈ દાહાભાઈ
અપક્ષ
9th
1,038
0.55%
સોલંકી તારચોન્દર પ્રેમજીભાઈ
ગુજરાત જન ચેતના
10th
548
0.29%
ભાતિયઅરવિંદકુમાર ખેમાભાઈ
નવીન ભારત નિર્માણ
11th
478
0.25%
વડગામ વિધાનસભા બેઠક ચૂંટણી પરિણામ
વર્ષ
એસી નં.
મતદારક્ષેત્રનુંનામ
કેટેગરી
વિજેતા
પક્ષ
મત
રનર અપ
2017
11
વડગામ
(SC)
જીગ્નેશકુમાર નટવરલાલ મેવાણી
IND
95497
ચક્રવર્તીવિજયકુમારહરખાભાઈ
2012
11
વડગામ
(SC)
મણિલાલ જેઠાભાઈ વાઘેલા
INC
90375
વાઘેલાફકીરભાઈરઘાભાઈ
2007
101
વડગામ
(SC)
ફકીરભાઈ રઘાભાઈ વાઘેલા
BJP
50481
દોલતભાઈ પરમાર
2002
101
વડગામ
(SC)
દોલતભાઈ પરમાર
INC
64978
શ્રીમાળીબાબુલાલચેલાભાઈ
1998
101
વડગામ
(SC)
દોલતભાઈ પરમાર
INC
35002
પરમારદુધાભાઈબેચરભાઈ
1995
101
વડગામ
(SC)
પરમાર રામજીભાઈ જીવાભાઈ
BJP
33762
પરમારદોલતભાઈચેલારામ
1990
101
વડગામ
(SC)
પરમાર મુકુલ જીવરામભાઈ
JD
33511
પરમારનારાયણભાઈજેચંદભાઈ
1985
101
વડગામ
(SC)
પરમાર દોલતભાઈ ચેલારામ
INC
33025
પરમારમુકુલજીવરામ
1980
101
વડગામ
(SC)
પરમાર દોલતભાઈ ચેલારામ
INC(I)
19892
પરમારમાયાચંદગુલાબચંદ
1975
101
વડગામ
(SC)
ડેભી અશોકભાઈ અમરાભાઈ
NCO
15309
પરમારહિરાભાઈસનમાભાઈ
1962
54
વડગામ
(SC)
હીરાભાઈ સામાભાઈ પરમાર
INC
17669
મકવાણાપિરામબરજીવાભાઈ
જ્ઞાતિ જાતિના સમીકરણ શું કહે છે ?
હાલ વડગામ બેઠક પર યુવા નેતા જીગ્નેશ મેવાણી ચૂંટાયેલા જનસેવક છે. આ બેઠક પર સતત બે ટર્મ સુધી કોઈ ઉમેદવાર વિજેતા થયો હોય તેવું બે વખત બન્યું છે. 2017ના આંકડા મુજબ વડગામ (SC) બેઠકમાં કુલ 2,39,275 મતદારો છે. જેમાં 1,26,696 પુરુષ ઉમેદવાર અને 1,12,579 મહિલા ઉમેદવાર છે. આ બેઠક પરના જાતીય સમીકરણ પર નજર કરતાં ખ્યાલ આવે કે, વિધાનસભામાં 25.9 મુસ્લિમ, 15.5 દલિત, 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું પ્રભુત્વ છે.
આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે તેનું કારણ પણ મુસ્લિમ,દલિત અને ઠાકોર મતદારો છે. ભાજપ માત્ર બે વખત જ આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તાજેતરમાં ભાજપમાં જોડાયા છે અને અપક્ષ વિજેતા જિગ્નેશ મેવાણીને હવે કોંગ્રેસનો પુરો સપોર્ટ મળી રહ્યો છે ત્યારે આ બેઠક પર આગામી ચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.