કર્મ પ્રમાણે ન્યાય કરનાર શનિદેવ 17 જાન્યુઆરી, 2023ના રોજ પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ 17 જાન્યુઆરીએ રાત્રે 08:02 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભમાં જતાની સાથે જ કેટલીક રાશિના જાતકોને સાડાસાતી અને ઢૈય્યાની અસર થશે તો, કેટલીક રાશિના જાતકોને શનિની મહાદશામાંથી મુક્તિ મળશે. જે ચાર રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈય્યાની અસર પડશે, તેમનો મુશ્કેલ તબક્કો શરૂ થશે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણિ ભટ્ટ પાસેથી જાણો કે શનિના રાશિ પરિવર્તનને કારણે કઈ રાશિ પર સાડાસાતી અને ઢૈય્યાની અસર થશે અને કઈ રાશિને મુક્તિ મળશે.
17 જાન્યુઆરીએ મીન રાશિના લોકો પર શનિની મહાદશા સાડાસતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. શનિની સાડાસાતી કુલ સાડા સાત વર્ષની છે. મીન સિવાય કુંભ રાશિના લોકો પણ સાડાસાતિથી પ્રભાવિત થશે. તેમના પર સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે.
શનિ ગોચર 2023 આ રાશિઓ પર ઢૈય્યાની અસર
શનિ દેવ કુંભમાં પ્રવેશ કરવાથી બે રાશિ કર્ક અને વૃશ્ચિક પર શનિની ઢૈય્યા શરૂ થશે. આ રાશિ પર ઢૈય્યાની અસર 2 વર્ષ 6 મહિના સુધી રહેશે કેમ કે ઢૈય્યાનો સમયગાળો અઢી વર્ષનો હોય છે.
3 રાશિના જાતકોને સાડાસાતીથી મુક્તિ મળશે
શનિ દેવ કુંભમાં પ્રવેશવાથી ત્રણ રાશિના જાતકોને સાડાસાતી અને ઢૈય્યાની અસરમાંથી મુક્તિ મળશે. 17 જાન્યુઆરીના રોજ ધન રાશિમાંથી શનિની સાડાસાતીનો અંત થઈ જશે અને તુલા તેમજ મિથુન રાશિના જાતકોને ઢૈય્યામાંથી મુક્તિ મળશે.
સાડાસાતી અને ઢૈય્યામાં શું કરવું
1- શનિની સાડાસાતી અને ઢૈય્યાથી પ્રભાવિત થનારી રાશિના જાતકોએ શનિ દેવની પૂજા કરવી જોઈએ અને નિયમિત રીતે શનિના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. 2- સાડાસાતી અને ઢૈય્યાના સમયમાં જાતકોએ માંસ, મદિરાનું સેવન ન કરવું જોઈએ. 3. સાડાસાતી અને ઢૈય્યામાં વ્યક્તિએ ચોરી, અસત્ય, વ્યભિચાર, ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ. 4. મહિલા, બાળકો અને વૃદ્ધોને હેરાન ન કરવા. 5. કોઈપણ પશુ ખાસ કરીને કાગડો, ભેસ, કૂતરા વગેરેને મારવા નહીં.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર