Home /News /dharm-bhakti /Shani Gochar: 30 વર્ષ બાદ શનિ પોતાની પ્રિય રાશિમાં કરશે ગોચર, 4 રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

Shani Gochar: 30 વર્ષ બાદ શનિ પોતાની પ્રિય રાશિમાં કરશે ગોચર, 4 રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

અઢી વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ (Shani Gochar 2022) પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે.

Saturn Transit 2022: શનિના ગોચર (Shani Gochar)થી કેટલીક રાશિઓને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે, તો કેટલીકને શનિ ઢૈય્યાથી. આ દરમિયાન 4 રાશિઓને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેઓ અઢળક ધન-સંપત્તિ મેળવવામાં સફળ થશે.

    Saturn Transit 2022: અઢી વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ (Shani Gochar 2022) પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. શનિનું આ ગોચર 29 એપ્રિલે થશે. આ ગોચરથી અમુક રાશિના જાતકોને ફાયદો થશે તો અમુકને નુકસાન થવાની સંભાવના છે. કેટલીક રાશિઓને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે, તો કેટલીકને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. એપ્રિલ 2022માં શનિ 30 વર્ષ બાદ પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ (Shani Rashi Parivartan) કરવા જઈ રહ્યા છે. જાણો આ દરમિયાન કઈ 4 રાશિઓને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેઓ અઢળક ધન-સંપત્તિ મેળવવામાં સફળ થશે.

    વૃષભ રાશિ (Taurus): આ રાશિના લોકો માટે શનિનું ગોચર ફળદાયી સાબિત થશે. તમારું ભાગ્ય ચમકી ઉઠશે. આ દરમિયાન તમે ભરપૂર ધન-દોલત મેળવવામાં સફળ થશો. બિઝનેસ હોય કે નોકરી, દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમારા જીવનમાં ખુશીઓની લહેર દોડશે.

    આ પણ વાંચો: કેતુ જલ્દી આ રાશિના લોકોને આપશે મોટી રાહત, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

    સિંહ રાશિ (Leo): આ સમય તમારા માટે આર્થિક સમૃદ્ધિ લઈને આવનાર છે. તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. તમે ધન એકઠું કરવામાં સફળ થશો. નોકરીમાં તમને ધન લાભ થવાની પ્રબળ શક્યતા છે. વિદેશ યાત્રાનો પણ સંયોગ બની રહ્યો છે. અટવાયેલા પૈસા ક્યાંકથી મળી શકે છે.

    કન્યા રાશિ (Virgo): આ સમય તમારા માટે સૌભાગ્યશાળી સાબિત થશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને જીવનના ઘણા ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત થશે. નોકરી કે બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. ભાગ્ય દરેક બાબતમાં તમારો સાથ આપશે. સંપત્તિમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.

    આ પણ વાંચો: હનુમાન જયંતી પર કરો આ ઉપાય, બજરંગબલી આપશે ખૂબ સફળતા

    ધન રાશિ (Sagittarius): શનિનું ગોચર તમારા માટે ધન લાભના યોગ બનાવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદેશ યાત્રાની તક મળશે. ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. બિઝનેસમાં સારી સફળતા મળશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
    Published by:Nirali Dave
    First published:

    Tags: Astrology in gujarati, Dharm Bhakti, Horoscope in gujarati, Rashi Parivartan, Sagittarius, Saturn, Shani gochar, Transit effect, ધર્મભક્તિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन