Home /News /dharm-bhakti /Shani Gochar 2022: શનિના કુંભમાં ગોચરથી શું તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે?

Shani Gochar 2022: શનિના કુંભમાં ગોચરથી શું તુલા રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે?

અઢી વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ (Shani Gochar 2022) પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે.

Shani Gochar April 2022:શનિ ગોચરનો તુલા રાશિ (Libra)ના જાતકોના કરિયર પર સકારાત્મક પ્રભાવ પડતો દેખાઈ રહ્યો છે. તમને નોકરીમાં લાભ મેળવવાની ઘણી વિશેષ તકો મળશે.

Shani Transit April 2022: તુલા રાશિ (Libra Zodiac Sign)ના લોકો માટે શનિનું રાશિ પરિવર્તન (Shani Rashi Parivartan) ખૂબ જ ખાસ સાબિત થવાનું છે. 29 એપ્રિલે શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થતાં જ તમને શનિ ઢૈય્યાથી મુક્તિ મળશે. વર્ષ 2020થી તમારી ઉપર શનિ ઢૈય્યા ચાલી રહી છે. શનિ ઢૈય્યાથી મુક્તિ મળતા જ તમારા સારા દિવસો શરૂ થઈ જશે. જે કામ તમારા શનિની દશાને કારણે અટકી ગયા હતા, તે પૂરા થવા લાગશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળતી જણાય છે. જાણો તુલા રાશિ (Libra)ના લોકો પર શનિના ગોચરની શું અસર થશે.

કરિયરમાં મળશે સફળતા

શનિનું ગોચર તમારી કરિયર લાઇફ માટે ખૂબ જ સારું સાબિત થશે. નોકરીમાં લાભ મેળવવાની ઘણી વિશેષ તકો મળશે. વેપારમાં સારો નફો મળવાની પણ સંભાવના છે. તમે કોઈપણ કાર્યને પૂરા દિલથી અને સમર્પણ સાથે કરવાનો પ્રયાસ કરશો, જેના કારણે તમને સફળતા મળવાની આશા પણ રહેશે. કામકાજના કારણે થનારી મુસાફરી દ્વારા પણ તમને સારો લાભ મળી શકશે.

આ પણ વાંચો: 30 વર્ષ બાદ શનિ પોતાની પ્રિય રાશિમાં કરશે ગોચર, 4 રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા

મકાન કે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે

જે લોકો લાંબા સમયથી મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તેમનું આ સપનું આ સમયગાળા દરમિયાન પૂરું થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ સમય સાનુકૂળ સાબિત થશે. આ સમય દરમિયાન તમે સારો સોદો કરી શકશો.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે

આ દરમિયાન સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાના કિસ્સામાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. ઘરે જાતે સારવાર કરવાનો પ્રયાસ કરશો નહીં. નહિંતર સ્વાસ્થ્ય બગડી શકે છે. આહાર બાબતે ધ્યાન રાખો અને કસરત પર ભાર મૂકો.

આ પણ વાંચો: આ રાશિના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, તેમનાથી બચીને રહેવામાં જ ભલાઈ છે!

આ 3 રાશિઓ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ

શનિનું ગોચર થતાં જ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ પર શનિની દશા શરૂ થશે. જેમાં શનિનો પડછાયો કર્ક અને વૃશ્ચિક રાશિ પર પડશે, જ્યારે મીન રાશિ પર શનિની સાડા સાતીની શરૂઆત થશે. આ સાથે જ આ સમય દરમિયાન શનિની દશામાંથી તુલા ઉપરાંત મિથુન અને ધન રાશિને છુટકારો મળી જશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Dharm Bhakti, Libra Sign, Libra Zodiac, Rashi Parivartan, Shani gochar, Shani grah, ધર્મભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો