Shani Gochar 2022: તાજેતરમાં જ શનિએ પોતાની રાશિ બદલી (Shani Rashi Parivartan) છે. જ્યોતિષ (Astrology) અનુસાર આ ગ્રહને પોતાની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. પરંતુ 2022 માં શનિ બે વખત રાશિ બદલશે. જેમાંથી આ ગ્રહનું પહેલું રાશિ પરિવર્તન 29 એપ્રિલે થઈ ચૂક્યું છે અને હવે બીજું રાશિ પરિવર્તન 12 જુલાઈથી થશે. પરંતુ આ પહેલા શનિ 5 જૂને વક્રી થઈ જશે. વક્રી અવસ્થામાં જ તે 12 જુલાઈએ કુંભ રાશિ (Aquarius)થી પોતાની પાછલી ગોચર રાશિ મકર (Capricorn)માં પ્રવેશ કરશે. જાણો આ ગોચર કઈ રાશિઓ માટે મુશ્કેલી વધારનારું સાબિત થશે.
29 એપ્રિલે શનિએ બદલી હતી રાશિ
આ દરમિયાન શનિએ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેના પરિણામે મિથુન અને તુલા વાળાને શનિ ઢૈય્યાથી મુક્તિ મળી ગઈ હતી. તો કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની આ દશા શરુ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે શનિ ઢૈય્યાની અવધિ અઢી વર્ષની હોય છે અને શનિની સાડા સાતીની જેમ જ શનિની આ દશા પણ લોકોના જીવનને પ્રભાવિત કરે છે.
આ દરમિયાન શનિ વક્રી ચાલ ચાલતા પોતાની પાછલી ગોચર રાશિ મકરમાં ફરી પ્રવેશ કરશે. જેને કારણે એ રાશિઓ જે શનિના પ્રભાવથી મુક્ત થઈ ચૂકી હશે તે ફરી તેની ચપેટમાં આવી જશે. એટલે કે શનિનું મકર રાશિમાં ફરી ગોચર થવાને લીશે મિથુન અને તુલા વાળા ફરી એક વખત શનિ ઢૈય્યાની ઝપેટમાં આવી જશે. જ્યારે કર્ક અને વૃશ્ચિક વાળાને થોડા મહિના માટે શનિ ઢૈય્યાથી મુક્તિ મળી જશે.
17 જાન્યુઆરી 2023 ના શનિ કુંભ રાશિમાં પાછા આવી જશે
12 જુલાઈ 2022 થી લઈને 16 જાન્યુઆરી 2023 સુધી શનિ મકર રાશિમાં રહેશે. પછી 17 જાન્યુઆરી 2023 માં તે ફરી પોતાની ગોચર રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મિથુન અને તુલા વાળાને સંપૂર્ણપણે શનિ ઢૈય્યાથી મુક્તિ મળી જશે. તો કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તેની ચપેટમાં આવી જશે. કર્ક અને વૃશ્ચિક રાશિ પર 29 માર્ચ 2025 સુધી શનિ ઢૈય્યા રહેશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર