Home /News /dharm-bhakti /Shani Dhaiya: કર્ક અને વૃશ્ચિક રાશિઓની વધશે મુશ્કેલી, બચવા માટે કરો આ ઉપાય

Shani Dhaiya: કર્ક અને વૃશ્ચિક રાશિઓની વધશે મુશ્કેલી, બચવા માટે કરો આ ઉપાય

શનિ ઢૈયાના ઉપાયો

Shani Dhaiya Upay: શનિદેવના રાશિ પરિવર્તનની સાથે જ કેટલીક રાશિઓ પર શનિ ઢૈયા શરૂ થાય છે. શનિ ઢૈયા દરમિયાન જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જાણો શનિ ઢૈયાના ઉપાયો-

    શનિદેવને ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. ન્યાયના દેવતા શનિદેવ દરેક જાતકોને એમના કર્મોના હિસાબે ફળ આપે છે. સારા કર્મ કરવા વાળા જાતકોને શુભ ફળ પ્રદાન કરે છે અને ખરાબ કર્યોમાં લિપ્ત લોકોને દંડિત કરે છે. દરેક મનુષ્યના જીવનમાં એક વાર શનિની સાડાસાતી અને ઢૈયાનો સામનો કરવો પડે છે. શનિના રાશિ પરિવર્તનની અસર સીધી પાંચ રાશિઓ પર પડે છે. શનિ ગોચરથી કેટલીક રાશિઓ પર શનિની સાડાસાતી શરુ થઇ જાય છે અને કેટલીક રાશિઓ વાળા પર શનિ ઢૈયાનો પ્રભાવ હોય છે. વર્ષ 2023માં કર્ક તેમજ વૃશ્ચિક રાશિ વાળા પર શનિની મહાદશા શરુ થવાની છે. જાણો અહીં...

    કર્ક અને વૃશ્ચિક રાશિ પર ક્યારે શરુ થશે શનિની ઢૈયા

    એપ્રિલ 2022માં શનિ ગ્રહએ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો. શનિ ગોચરના કારણે મિથુન અને તુલા રાશિમાંથી શનિની ધાખ દૂર થઈ અને કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો ઢૈયાની પકડમાં આવી ગયા હતા. જો કે, જુલાઈ 2022માં શનિએ ફરીથી વક્રી અવસ્થામાં મકર રાશિમાં પ્રવેશ કર્યો. જેના કારણે મિથુન અને તુલા રાશિના લોકો પર ફરી શનિ ઢૈયા શરૂ થઈ ગઈ હતી. હવે શનિદેવ 17 જાન્યુઆરી, 2023 ના રોજ ફરીથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ ધૈયા ફરી શરૂ થશે.

    આ પણ વાંચો: શનિની મહાદશા: થોડા દિવસમાં આ રાશિઓ પર શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા

    શનિ ઢૈયા દરમિયાન શનિદેવ કરે છે પરેશાન

    શનિદેવની સાડાસાતી કે ઢૈયાથી પીડિત લોકોને શનિદેવની અશુભ અસરોનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન જાતકોને આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિદેવ દર અઢી વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે.

    શનિદેવના અશુભ પ્રભાવથી રક્ષણ મેળવવાના ઉપાયો-

    • શનિવારે સાંજે કાળા કૂતરા અથવા કાળી ગાયને રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

    • શનિવારે શનિ યંત્રની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના પર કૃપા વરસાવે છે.

    • શનિવારે હનુમાનજીની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.


    આ પણ વાંચો: Shani Gochar 2022: વર્ષ 2023 રહેશે આ રાશિઓ માટે શાનદાર, શનિ દેવ વરસાવશે કૃપા

    • શનિવારે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી શનિદેવના અશુભ પ્રભાવો ઓછા થાય છે.




    • શનિવારે સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે તલનું સેવન કરવું અને તલ મિશ્રિત પાણીથી સ્નાન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.

    • જો શક્ય હોય તો શનિવારે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

    Published by:Damini Patel
    First published:

    Tags: Dharm Bhakti, Shani Gochar 2022, Shani Transit 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन