29 માર્ચ 2025 સુધી શનિ પોતાની રાશિમાં એટલે કે કુંભ રાશિમાં રહેશે. આગામી 26 મહિના સુધી મકર, કુંભ અને મીન રાશિવાળા લોકો શનિની સાડા સાતીથી પ્રભાવિત થશે. બીજી તરફ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પણ છાયા રહેશે. આ સિવાય અન્ય રાશિઓ પર પણ શનિ મહારાજની અસર પડશે. રાશિ પરિભ્રણને કારણે મહેનતુ લોકોને સન્માન મળશે, જ્યારે ખોટા કામ કરનારા લોકોમાં ડર વધશે.
પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાન, જયપુર, જોધપુરના નિર્દેશક જ્યોતિષાચાર્ય ડૉ. અનીશ વ્યાસે જણાવ્યું કે સાડા સાતીનો પ્રથમ તબક્કો મીન રાશિ પર, બીજો કુંભ રાશિ પર અને છેલ્લો તબક્કો મકર રાશિ પર હશે. કર્ક અને વૃશ્ચિક રાશિવાળાઓ પર શનિની છાયા શરૂ થશે. મિથુન, તુલા અને ધન રાશિના જાતકોને શનિની સાડાસાતથી મુક્તિ મળશે પરંતુ શનિદેવની પોતાની રાશિ કુંભ રાશિવાળાને મોક્ષ મેળવવા માટે લાંબી રાહ જોવી પડશે.
આ વર્ષે શનિદેવ સૂર્યની નજીક હોવાને કારણે 5 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી અસ્ત રહેશે. આ 33 દિવસોમાં શનિદેવનો અશુભ પ્રભાવ ઓછો થશે. આ પછી 17 જૂનથી 4 નવેમ્બર સુધી તે પૂર્વવર્તી ગતિમાં આગળ વધશે. આ 140 દિવસોમાં શનિદેવનો શુભ પ્રભાવ વધશે.
કોણ છે શનિદેવના પિતા ?
શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે. આ ગ્રહ આપણને આપણા કર્મોનું ફળ આપે છે. શનિદેવ સૂર્ય અને છાયાના પુત્ર છે, જ્યારે યમુના અને યમરાજ સૂર્ય-સન્યાના સંતાન છે. આ કારણે શનિ, યમરાજ અને યમુના ત્રણેય ભાઈ-બહેન છે.
મકર અને કુંભ રાશિના સ્વામી છે શનિ
શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. આ રાશિઓમાં શનિની સ્થિતિ ખૂબ જ મજબૂત હોય છે. શનિ જે રાશિમાં વાસ કરે છે અને જે રાશિઓ આગળ અને પાછળ હોય છે તેમાં પણ સાડાસાતી રહે છે. શનિ કુંભ રાશિમાં રહેશે તેથી મીન અને મકર રાશિ પર સાડા સાતી રહેશે. આની સાથે જ બે રાશિઓ-કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની છાયા(Shani Dhaiya) રહેશે.
કુંડળીમાં શનિની શુભ-અશુભ અસર :
શનિની સ્થિતિ જે લોકોની કુંડળીમાં યોગ્ય નથી તેમને કોઈપણ કાર્યમાં સરળતાથી સફળતા નથી મળતી. શનિના કારણે પગ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય જે લોકોએ જાણ્યે-અજાણ્યે કોઈ ખોટું કામ કર્યું હોય તો શનિ એ કામનું ફળ સાડા સાતી અને છાયામાં આપે છે. જો કુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય તો મહેનત જલ્દી જ સફળ થાય છે. પરિવાર અને સમાજમાં તમને માન-સન્માન મળશે. મોભો વધશે.
શનિના ઉપાયો
શિવની પૂજા કરો અને હનુમાનની ઉપાસના કરો.
મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરો.
હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો.
શનિવારે શનિ મંદિરમાં છાયા દાન અવશ્ય કરો.
ગરીબ, વૃદ્ધ અને લાચાર લોકોને ભોજન કરાવો.
પશુ-પક્ષીઓ માટે અનાજ, લીલો ચારો, પાણીની વ્યવસ્થા કરો.
તેલનું દાન કરો
કાળા કૂતરાને ખવડાવો
શનિ મહારાજને શાંત રાખવા અત્યંત જરૂરી માનવામાં આવે છે. અશુભથી બચવા માટે તેલનું દાન કરવાથી તમારી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. શનિવારે લોખંડની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ શાંત થાય છે. લોખંડનું દાન કરવાથી શનિની દ્રષ્ટિ શુદ્ધ બને છે. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલની રોટલી ખવડાવો. સૂર્યાસ્ત સમયે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
શનિની સાડા સાતી :
મકર - આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તેનો લાભ લાંબા સમય સુધી મળતો રહેશે. નવા લોકો સાથે જોડાશો જે આવનારા દિવસોમાં મદદરૂપ અને ફાયદાકારક સાબિત થશે. તમે નવું વાહન ખરીદી શકો છો અથવા મિલકત તમારા નામે થઈ શકે છે. જૂની લોન ચુકવશે. સાડા સાતીના છેલ્લા અઢી વર્ષમાં બિનજરૂરી ખર્ચ વધી શકે છે. નાણાકીય લાભમાં અવરોધો આવતા રહેશે. લેવડ-દેવડ અને રોકાણમાં પૈસા ફસાઈ શકે છે. પરિવારના સભ્યો સાથે ઝઘડો થઈ શકે છે. વાતચીતમાં જડતા વધી શકે છે,જે દુશ્મનો પણ વધારશે. કોઈ કોઈ ગુપ્ત રહસ્યનો પર્દાફાશ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે. મિલકત અંગે વિવાદ થવાની સંભાવના રહેશે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે.
કુંભ - નોકરી અને ધંધામાં સ્થિરતા મળવા લાગશે. કાર્યો ધીમે ધીમે પૂરા થશે પરંતુ તેનો લાભ લાંબા સમય સુધી મળશે. અનુભવ વધશે. દેવું વધી શકે છે પરંતુ તેની સાથે સંબંધિત મિલકત અથવા પૈસા મળી શકે છે. સાડા સાતી વચ્ચે આ અઢી વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પગમાં સાંધાનો દુ:ખાવો રહેશે. હાડકાંની ઈજા થઈ શકે છે. શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ઉભી થઈ શકે છે. પગમાં દુ:ખાવો રહેશે. રોજિંદા કામમાં અડચણો આવી શકે છે. કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. વિવાહિત જીવનમાં તણાવ વધી શકે છે. નોકરી અને ધંધામાં મુશ્કેલી આવી શકે છે. ઘરેલુ તકરાર, ઉથલપાથલ અને કામમાં અસ્થિરતા પણ રહેશે.
મીન – મીન રાશિના લોકોની મહેનત વધશે. લાંબા સમય સુધી લાભ મળશે. નોકરી અને બિઝનેસમાં નવી શરૂઆત થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે. નવી જગ્યાએ કામ કરવાની તક મળશે. સાડા સાતીના શરૂઆતી અઢી વર્ષમાં ખર્ચ વધી શકે છે. સેવિંગ ઘટશે. લેવડ-દેવડ અને રોકાણમાં કોઈના પર વધારે વિશ્વાસ ન કરો. નુક્શાન થવાની ઉચ્ચ સંભાવના છે. પરિવાર સાથે વિવાદ થઈ શકે છે. સંબંધોમાં તણાવ વધી શકે છે. પિતાના સ્વાસ્થ્યમાં સમસ્યા આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમને ભાગ્યનો સાથ ઓછા નસીબે જ મળશે. મહેનત વધુ થઈ શકે છે. યાત્રાઓ વધશે અને તેમાં નુકસાન થવાની સંભાવના રહેશે. કોર્ટના મામલામાં પરેશાની વધી શકે છે.
કર્ક - શનિની અસરને કારણે ઘરમાં કકળાટ આવી શકે છે. નોકરી-ધંધામાં મુશ્કેલી આવી શકે છે. દરેક વસ્તુમાં વિલંબ થઈ શકે છે. પરંતુ તે એક નવી શરૂઆત પણ હોઈ શકે છે. જે આવનારા દિવસોમાં ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. કામ અંગે ડર રહેશે. માનસિક અશાંતિ પણ થઈ શકે છે. વરિષ્ઠ લોકો સાથે મુલાકાત અને મદદ મેળવી શકો છો. કામકાજ અને રહેવાની જગ્યામાં પરિવર્તનની સંભાવના છે. આ પરિવર્તન આવનારા દિવસોમાં ફાયદાકારક સાબિત થશે.
" isDesktop="true" id="1329599" >
વૃશ્ચિક - જ્યોતિષ ડો.અનીશ વ્યાસે જણાવ્યું કે,શનિની છાયાના કારણે નોકરી-ધંધામાં સંઘર્ષ વધી શકે છે. શરૂ કરેલા કામ બગડી શકે છે. પરંતુ તેમાં પ્રગતિ પણ થશે. મોટા મોભાના લોકો સાથે મુલાકાત થશે અને મદદ મળશે. જૂના રોગોથી પરેશાન થઈ શકો છો. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પિતા સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. મિલકત અથવા વાહનની ખરીદી પણ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવવાની તકો મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર