કુંડળી અને હાથની રેખા જોયા વગર જાણો - શનીની સ્થિતિ, આ છે રીત

દરેક ગ્રહની પોતાની એક અલગ વિશેષતા હોય છે. તેના સારા અને ખરાબ લક્ષણ હોય છે, જે વ્યક્તિના ઉપર જોવા મળે છે

News18 Gujarati
Updated: July 20, 2019, 7:09 PM IST
કુંડળી અને હાથની રેખા જોયા વગર જાણો - શનીની સ્થિતિ, આ છે રીત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 20, 2019, 7:09 PM IST
દરેક ગ્રહની પોતાની એક અલગ વિશેષતા હોય છે. તેના સારા અને ખરાબ લક્ષણ હોય છે, જે વ્યક્તિના ઉપર જોવા મળે છે. આ લક્ષણોને સમજીને તે વ્યક્તિના ગ્રહને જાણી શકાય છે. તેના માટે વ્યક્તિના સ્વભાવ અને આદતો પર ધ્યાન આપવું પડશે. શનિના લક્ષણ ખુબ સ્પષ્ટ હોય છે, જેને ઓળખવા સરળ હોય છે.

કેવી રીતે જાણા શકાય આપણો શનિ અશુભ છે?

- વ્યક્તિ કઠોર વાણીના સ્વભાવનો હોય છે

- વ્યક્તિના વાળ રૂષ્ઠ હોય છે

- વ્યક્તિ લાપરવાહ અને કામચોર સ્વભાવનો હોય છે, કામ ટાળતો રહે છે

- સામાન્ય રીતે જીવનમાં કોઈ મોટી ઘટના બાદ જીવનમાં બદલાવ આવી જાય છે
- જીવનમાં નિમ્ન કર્મ અને ખોટા કાર્યમાં સંલગ્ન રહે છે

- ડગલેને પગલે સંઘર્ષનો સામનો કરવો પડે છે

- એક સ્થિતિમાં જીવનમાં એકલાપણુંનો અહેસાસ થાય છે

કેવી રીતે જાણા શકાય આપણો શનિ શુભ છે?

- વ્યક્તિ લાંબો અને દુબળો પાતળો હોય છે

- વ્યક્તિના વાળ લાંબા હોય છે

- વ્યક્તિ અનુશાસિત અને કર્મઠ હોય છે. ખૂબ પરિશ્રમથી આગળ વધે છે.

- સામાન્ય રીતે જીવનના મધ્ય ભાગમાં આધ્યાત્મિક પણ થઈ જાય છે

- કાયદા, પરિવહન અથવા આધ્યાત્મ સાથે સંબંધ રાખે છે

- વિલમ્બથી ભલે પણ ખુબ ધન પ્રાપ્ત કરે છે

કેવી રીતે જાણી શકાય કે, વર્તમાનમાં શનિ શુભ પરિણામ નથી આપી રહ્યો ?

ઘરમાં સીલન આવવા લાગે

- કોઈ કારણ વગર ઈજા પહોંચે

- હાડકામાં દર્દ થવા લાગે

- વાળ જરૂરત કરતા વધારે ખરવા લાગે

જો શનિ અશુભ હોય તો શું ઉપાય કરવો જોઈએ?

- આચરણ અને આહાર વ્યવહાર શુદ્ધ રાખવો જોઈએ

- સ્વચ્છતા અને ધર્મનું સારી રીતે પાલન કરવું જોઈએ

- ભગવાન શીવની અથવા ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ

- મોડે સુધી ઊંઘવા અને મોડી રાત સુધી જાગવાથી બચવું જોઈએ

- સામાન્ય વાદળી રંગના વસ્ત્રનો પ્રયોગ કરો

- સંધ્યાકાળે શનિના મંત્રનો જપ અવશ્ય કરો
First published: July 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...