આજે છે શનિ જયંતી, પનોતી દૂર કરવા અને કષ્ટ નિવારણ માટે જાણો પૂજાનો શ્રેષ્ઠ સમય

શનિદેવની આ ઉપાસના તમને અસાધ્ય બીમારી તથા પનોતીનાં કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની ઉપાસના અવશ્ય કરવી

શનિદેવની આ ઉપાસના તમને અસાધ્ય બીમારી તથા પનોતીનાં કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની ઉપાસના અવશ્ય કરવી

 • Share this:
  ધર્મડેસ્ક: આજે વૈશાખ વદ અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ન્યાયનાં દેવતા શનિદેવને રિઝવવા માટે પૂજન સંધ્યાકાળ પછી કરવાનું શાસ્ત્રોમાં સૂચવવામાં આવ્યું છે. આ શનિ જયંતીએ પનોતી નિવારણ અધૂરા રહી ગયેલા કાર્ય પૂર્ણ કરવા માટે ઉત્તમ સમય છે. રાત્રીનાં 11.27થી પરોઢિયે 2.52 સુધીનો સમય અતિ શુભ છે. સાંજે અમાસ પૂર્ણ થઇ જતી હોવા છતા શનિ પૂજા રાત્રીનાં સમયે કરવામાં આવશે કારણ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર સૂર્યોદયનાં સમયથી તિથિ ગણાય છે  તેથી વહેલી સવાર સુર્યોદયથી પુરષોત્તમ માસ ગણાશે.

  જો આપનાં લાંબા ગાળાનાં અધુરા કાર્યો રહી ગયા હોય, લાંબી માંદગી હોય કે પછી કોર્ટ કચેરીનાં તમે ચક્કર કાપી રહ્યાં હોવ તો શનિની પનોતી નિવારણ માટે શનિદેવની ઉપાસના શુભ માનવમાં આવે છે. તેમાં પણ જો રાત્રીનાં શુભ સમયમાં શનિ દેવનું પૂજન કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ મળી શકે છે.

  આપને જણાવી દઇએ કે, મંગળવારે રાત્રી 11.27થી 1.18 સુધીનો સમય મકર લગ્ન અને મધરાત્રી 1.19થી 2.51 સુધી કુંભ લગ્નનો સમય શનિદેવની આરાધના કરવા માટે ઉત્તમ છે.

  આજનાં દિવસે શું કરવું?
  આજનાં દિવસે શનિદેવ કે હનુમાનજીનાં દર્શન કરવા શનિમંત્ર અને હનુમાન ચાલીસાનું પઠન કરવું. સુંદરકાંડનાં પાઠ કરવાં.

  કષ્ટ નિવારણ કરશે શનિદેવ
  શનિદેવની આ ઉપાસના તમને અસાધ્ય બીમારી તથા પનોતીનાં કષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવની ઉપાસના અવશ્ય કરવી.

  કઇ રાશીએ કરવી ઉપાસના ?
  મકર, ધન, વૃશ્ચિક, વૃષભ કન્યા અને તુલા રાશિને શનિની પનોતી ચાલતી હોવાથી ઉપાસના અવશ્ય કરવી. તો મિથુન, કર્ક અને મકર રાશિ રાહુથી પીડિત હોવાથી તેમણે શનિગ્રહને રીઝવવા આજનાં દિવસે ઉપાસનાં કરવી હિતાવહ છે.

  કેવી રીતે કરશો પૂજા ?
  શનિદેવની પૂજા કરવા માટે તેમને સરસિયાનું તેલ, કાળાતલ, કાળા અડદ, કાળા કે વાદળી ફૂલ, લોખંડની ખીલી, અડદનાં વડા 27 લવિંગની પડીકી અર્પણ કરવાં. આ સાથે જ તેમને લોખંડની વીંટી નીલમનું નંગ અર્પણ કરીને વીંટી ધારણ કરવી.
  Published by:Margi Pandya
  First published: