Home /News /dharm-bhakti /Shani nakshatra: શનિ નક્ષત્રમાં ત્રણ મોટા ગ્રહોની યુતિ, આ રાશિઓને થશે લાભ

Shani nakshatra: શનિ નક્ષત્રમાં ત્રણ મોટા ગ્રહોની યુતિ, આ રાશિઓને થશે લાભ

અનુરાધા નક્ષત્ર

Shani anuradha nakshatra: શનિના અનુરાધા નક્ષત્રમાં ઘણા મોટા ગ્રહો બેઠા છે. જાણો કઈ રાશિઓને આ ગ્રહોની યુતિનો લાભ મળશે. શું તમારી રાશિ પણ આ લિસ્ટમાં સામેલ છે?

  હાલમાં સૂર્ય સાથે શુક્ર અને બુધનો સંયોગ છે. આ તમામ ગ્રહો મંગળની વૃશ્ચિક રાશિમાં એકસાથે ભ્રમણ કરી રહ્યા છે. અનુરાધા નક્ષત્ર પણ વૃશ્ચિક રાશિમાં આવે છે. આ સમયે આ નક્ષત્રમાં શુક્ર, સૂર્ય અને બુધ એક સાથે છે. શનિદેવને અનુરાધા નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે. શનિદેવના નક્ષત્રમાં ત્રણ ગ્રહોના સંયોગને કારણે ઘણી રાશિના લોકોને શુભ ફળ મળશે. તે જ સમયે, આ રાશિના જાતકોને નાણાકીય લાભની સાથે આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. જાણો આ રાશિઓ વિશે-

  કર્કઃ- કર્ક રાશિવાળા લોકોને શનિના અનુરાધા નક્ષત્રમાં બુધ, સૂર્ય અને શુક્રના સંયોગનો લાભ મળી શકે છે. આ સમય દરમિયાન તમને જૂના રોકાણનો લાભ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા મળી શકે છે. આકસ્મિક ધન લાભનો યોગ બનશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોને સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે.

  આ પણ વાંચો: Shani Gochar : 2023નું વર્ષ શરૂ થતાં જ શનિ બનાવશે 'શશ મહાપુરુષ રાજયોગ', આ રાશિના જાતકોની થશે ચાંદી!

  મકરઃ- અનુરાધા નક્ષત્રમાં બુધ, સૂર્ય અને શુક્રનો સંયોગ મકર રાશિના લોકો માટે લાભદાયક સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન વેપારીઓને લાભ થશે. નોકરીયાત લોકોને લાભ મળશે. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે. સરકારી નોકરી કરતા લોકોને લાભ મળશે.

  આ પણ વાંચો: Shani Vakri: 2023માં શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ રાશિઓની થશે બલ્લે બલ્લે  કુંભ - કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. શનિદેવના નક્ષત્રમાં ત્રણ ગ્રહોની યુતિ બની રહી છે. કુંભ રાશિના લોકોને આ ગ્રહોની યુતિનો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. નોકરી અને વ્યવસાય કરતા લોકોને ઈચ્છિત સફળતા મળી શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે.
  Published by:Damini Patel
  First published:

  Tags: Dharm Bhakti, Shani dev

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन