Home /News /dharm-bhakti /Shani Amavasya 2022: 14 વર્ષ બાદ બની રહ્યો છે ભાદરવામાં શનૈશ્વરી અમાસનો શુભ સંયોગ, જાણો શું છે વિશેષ

Shani Amavasya 2022: 14 વર્ષ બાદ બની રહ્યો છે ભાદરવામાં શનૈશ્વરી અમાસનો શુભ સંયોગ, જાણો શું છે વિશેષ

શનિ દેવનાં ઉપાય

Shani Amavasya: શનૈશ્વરી અમાવસ્યાનાં શુભ સંયોગ 27 ઓગસ્ટનાં બની રહ્યો છે. આવો સંયોગ 14 વર્ષ બાદ બની રહ્યો છે. આ વિશેષ સંયોગ. ભાદરવાં મહિનામાં શનિ અમાવસ્યા હશે.

    Shani Amavasya: આ વર્ષે ભાદરવા મહિનામાં શનિ અમાવસ્યાનો શુભ સંયોગ 27 ઓગસ્ટે બનશે. આવો સંયોગ 14 વર્ષ પછી બન્યો છે. આ સંયોગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. હવે બે વર્ષ પછી એવો સંયોગ આવશે કે ભાદરવા મહિનામાં શનિ અમાવસ્યા આવશે. જો કે, દરેક મહિનાની અમાસ તિથિ વિશેષ છે કારણ કે આ તિથિએ સ્નાન દાન અને પિતૃઓની પૂજા કરવામાં આવે છે. આ વખતે ભાદરવાની અમાવસ્યા ખૂબ જ શુભ છે.

    શનિશ્વરી અમાસે કરો પવિત્ર નદીઓમાં સ્નાન


    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારની અમાસનું ખૂબ મહત્વ છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર, શનિશ્ચરી અમાવસ્યા પર ફક્ત તીર્થસ્થાનોમાં સ્નાન કરવાથી અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. શનિ અમાવસ્યા પર દાન કરવાથી અનેક યજ્ઞો કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે. એટલું જ નહીં શનિ અમાવસ્યા પર શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ વર્ષભર સંતુષ્ટ રહે છે.

    આ પણ વાંચો- Mangal Rashi Parivartan: વૃષભ રાશિમાં મંગળ ગોચર, 68 દિવસ સુધી 7 રાશિને કરાવશે જલસા

    આ સંયોગ 14 વર્ષ પછી બન્યો છે


    જ્યારે શનિવારના દિવસે નવો ચંદ્ર આવે છે, ત્યારે તેને શનિશ્ચરી અમાસ અથવા શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 27મી ઓગસ્ટની શનિશ્ચરી અમાવસ્યા આ વર્ષની છેલ્લી શનિશ્ચરી અમાવસ્યા છે. શનિવારે અમાવસ્યાનો શુભ સંયોગ ભાગ્યે જ બને છે. 14 વર્ષ પહેલા 30 ઓગસ્ટ 2008ના રોજ આવો સંયોગ બન્યો હતો. ત્યારબાદ ભાદરવા મહિનામાં શનિશ્ચરી અમાવસ્યા હતી. હવે બે વર્ષ પછી એટલે કે 23 ઓગસ્ટ 2025ના રોજ ભાદરવા મહિનામાં શનિશ્ચરી અમાવસ્યા આવશે.

    આ પણ વાંચો- Ganesh Chaturthi 2022: ઉંદર કેવી રીતે બન્યું ભગવાન ગણેશનું વાહન? વાંચો આ રસપ્રદ કથા

    શનિ અમાસની તિથિ 2022


    ભાદ્રપદની શનિશ્ચરી અમાસ તિથિ 26 ઓગસ્ટ, શુક્રવારે સવારે 11.20 કલાકથી શરૂ થઈ રહી છે. જે તારીખ શનિવાર 27 ઓગસ્ટે બપોરે 01:45 કલાકે સમાપ્ત થશે. 27મી ઓગસ્ટે ભાદરવી અમાસનાં દિવસે સવારે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તમે પણ આ દિવસે તેનો લાભ લઈ શકો છો. સ્કંદ પુરાણમાં અમાવસ્યા તિથિને તહેવાર કહેવામાં આવ્યું છે, તેથી આ દિવસે સ્નાન કરવાથી તમે દરેક પ્રકારના દોષોને દૂર કરી શકો છો.

    આ કારણે વિશેષ છે શનૈશ્વરી અમાસ


    આ શનૈશ્વરી અમાસ આ કારણે વિશેષ છે કારણ કે, શનિ તેની રાશિ મકરમાં વિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનૈશ્વરી અમાસ શુભ ફળ પ્રદાન કરનારી છે. અમાસનું વ્રત રાખવું જોઇએ. અને ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઇએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Hani Amavasya 2022, Shani Amavasya 2022 Shubh Sanyog

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन