Home /News /dharm-bhakti /Shaligram Puja: શાલિગ્રામથી બની રહી છે અયોધ્યાના રામલલાની મૂર્તિ, જાણો ઘરમાં રાખવાથી શું થાય છે ફાયદા

Shaligram Puja: શાલિગ્રામથી બની રહી છે અયોધ્યાના રામલલાની મૂર્તિ, જાણો ઘરમાં રાખવાથી શું થાય છે ફાયદા

શાલિગ્રામના ફાયદા

Shaligram Puja Benefits: શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. શાલિગ્રામના ઉપયોગથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થાય છે. લગભગ 33 પ્રકારના શાલિગ્રામ છે, જેમાંથી 24 પ્રકારના શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 24 અવતાર સાથે સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય છે, ત્યાં ક્યારેય દુઃખ નથી રહેતું. ચાલો જાણીએ શાલિગ્રામની સ્થાપનાના નિયમો અને ફાયદા.

વધુ જુઓ ...
ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મ (Hindu Religion)માં શાલિગ્રામનું વિશેષ મહત્વ (Importance of Shaligram) છે. માનવામાં આવે છે કે, શાલિગ્રામ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું રૂપ છે. શૈવ સંસ્કૃતિમાં માનવામાં આવે છે ભગવાન શિવ (Lord Shiva) જ્યાં-જ્યાંથી પસાર થયા, ત્યાં ત્યાં તેમના પગની નીચે આવેલા પથ્થરોએ શાલિગ્રામનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેથી શૈવ લોકો શાલિગ્રામ જાગૃતિ મહાદેવ માને છે. શાલિગ્રામ લગભગ 33 પ્રકારના (Types of Shaligram) છે, જેમાંથી 24 પ્રકારની શાલિગ્રામને ભગવાન વિષ્ણુના 24 અવતારો સાથે સંબંધિત માનવામાં આવે છે. માન્યતા છે કે, જે ઘરમાં શાલિગ્રામ હોય છે, ત્યાં ક્યારેય પણ દુખ-દર્દનો વાસ થતો નથી. પરંતુ જો શાલિગ્રામ સંબંધિત અમુક નિયમો (Relus for Shaligram Pujan cidhi)નું પાલન ન કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ક્યા શાલિગ્રામનો ઉપયોગ કઇ રીતે થાય છે?

ગરૂડ પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર, તમામ શાલિગ્રામ શિલાઓમાં વાસ્તુ દોષોને દૂર કરવાની શક્તિ હોય છે. જોકે, અમુક જેનો ઉપયોગ વાસ્તુદોષ દૂર કરવા માટે સૌથી વધુ કરવામાં આવે છે તેમાં, મત્સ્ય શાલિગ્રામ, નારાયણ શાલિગ્રામ, ગોપાલ શાલિગ્રામ, સુદર્શન શાલિગ્રામ, નરસિંહ શાલિગ્રામ અને વામન શાલિગ્રામ શિલા સામેલ છે. કોઇ ખાસ ક્ષેત્રની નકારાત્મકતા દૂર કરવા માટે મોટા આકારના જનાર્દન શાલિગ્રામ,, નરસિંહ શાલિગ્રામ, વરાહ શાલિગ્રામ અને સુદર્શન શાલિગ્રામ શિલાને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ શિલાઓ દૂર દૂર સુધી સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ જાળવી રાખે છે.

કઇ રીતે થાય છે શાલિગ્રામનું નિર્માણ

શાલિગ્રામના પથ્થરો નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે. આ પથ્થરમાં એક ચક્ર હોય છે, જેને શાલિગ્રામ કહેવામાં આવે છે. તે ચક્ર એક કીડા દ્વારા રચાય છે, જે તે જ નદીમાં જોવા મળે છે.

શાલિગ્રામ શિલા રાખવાના ફાયદા

શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. જો લોકો સુખ-સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે, તો તેમને સફળતા મળે છે. શાલિગ્રામ પૂજનથી આર્થિક લાભ થાય છે. સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારીક ફાયદા થાય છે. સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી ઘણા ચમત્કારિક ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે, તે ઘરમાં લક્ષ્મીનો સદા વાસ રહે છે. શાલિગ્રામની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ નિયમો નીચે પ્રમાણે છે.

તમારા આચરણને શુદ્ધ રાખો

શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે. શાલિગ્રામ સાત્વિક્તાનું પ્રતીક છે. તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Garud Puran: પાપી આત્માઓને જોઇને ક્રોધિત થઇ જાય છે વૈતરણી નદી, જાણો કેવો છે યમલોકનો રસ્તો

દરરોજ પૂજન

કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ. આવા સમયમાં રોગ, પ્રવાસ કે માસિક ધર્મ વગેરે સામેલ છે.

એક જ શાલિગ્રા રાખવો

ઘરમાં માત્ર એક જ શાલિગ્રામ રાખવો જોઇએ. ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે, જે યોગ્ય નથી.

પંચામૃતથી સ્નાન

પૂજા પહેલા શાલિગ્રાને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઇએ.

ચંદન અને તુલસી

શાલિગ્રામ પર ચંદન લગાવીને તેને ઉપર તુલસીનું એક પાન રાખવું જોઇએ. ચંદન પણ અસલી હોવું જોઇએ. ચંદનની એક લાકડીને શિલા પર ઘસો અને ત્યાર બાદ ચંદનને શાલિગ્રામ પર લગાવો.

આ પણ વાંચો: gemstone: પન્ના રત્ન ધારણ કરવાથી બદલાઈ જશે આ રાશિના જાતકોની કિસ્મત, શનિદેવ સાથે છે સીધું કનેક્શન



શા માટે વ્યક્તિ થઇ જાય છે બરબાદ

ઘણા વિદ્વાનો માને છે કે શાલિગ્રામનો પથ્થર બ્રહ્માંડની ઊર્જાનો સ્ત્રોત છે. આનો અર્થ એ છે કે તે પોતે જ એક બ્રહ્માંડ છે. તેમાં અપાર શક્તિ છે. તેનો પ્રભાવ ઘરની આસપાસ સુધી રહે છે. શક્તિના આ સ્ત્રોતને પવિત્ર અને સકારાત્મક બનાવી રાખવો જરૂરી છે, પરંતુ તમે તેને દુષિત કરો છો તો નક્કી તમારા ઘરમાં કલેશ અને ઘટના-દુર્ઘટનાઓ વધી શકે છે. જો તમે પોતાને માંસ, મદિરા, ગાળો, સ્ત્રી અપમાન વગેરે જેવી બાબતોથી દૂર નથી રાખતો, તે શાલિગ્રામના નિયમોનું પાલન નથી કરતા તો તમારે તમારા ઘરમાં શાલિગ્રામની સ્થાપના ન કરવી જોઇએ.
First published:

Tags: Ayodhya mandir, Dharm Bhakti, Lord Vishnu

विज्ञापन