Home /News /dharm-bhakti /શાલિગ્રામ શું છે? શ્રીહરિ સાથે જોડાયેલું છે તેનું મહત્વ, જાણવા જેવી છે આ 5 રોચક વાતો
શાલિગ્રામ શું છે? શ્રીહરિ સાથે જોડાયેલું છે તેનું મહત્વ, જાણવા જેવી છે આ 5 રોચક વાતો
જાણો શાલિગ્રામ પૂજાનું મહત્વ
શાલિગ્રામ કાળા રંગનો પથ્થર છે, જેની પૂજા કરવામાં આવે છે. તેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ છે. ભગવાન વિષ્ણુએ કારતક શુક્લ એકાદશીના રોજ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું હતું અને તે તિથિએ વૃંદાનો જન્મ તુલસી તરીકે થયો હતો. શાલિગ્રામને ભગવાન વિષ્ણુના અવતારોમાંનો એક માનવામાં આવે છે. શાલિગ્રામ નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે.
અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ બનાવવા માટે નેપાળથી શાલિગ્રામની બે મોટી શિલાઓ લાવવામાં આવી છે. આ શિલાઓમાંથી ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિઓ બનાવવામાં આવશે. જેના કારણે શાલીગ્રામ આ સમયે ચર્ચાના કેન્દ્રમાં છે.
તમે જાણતા જ હશો કે તુલસી વિવાહના દિવસે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે, જેના કારણે પુણ્ય પ્રાપ્ત થાય છે. ચાલો તમને જણાવીએ કે શાલિગ્રામ શું છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે?
શાલિગ્રામ કાળા રંગનો પથ્થર છે, જેની પૂજા કરવામાં આવે છે. તેમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનો વાસ છે. ભગવાન વિષ્ણુએ કારતક શુક્લ એકાદશીના રોજ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું હતું અને તે તિથિએ વૃંદાનો જન્મ તુલસી તરીકે થયો હતો. શાલિગ્રામને ભગવાન વિષ્ણુના અવતારોમાંનો એક માનવામાં આવે છે. શાલિગ્રામ નેપાળની ગંડકી નદીમાં જોવા મળે છે.
શાલિગ્રામ પૂજાનું મહત્વ
વિષ્ણુ પુરાણ અનુસાર જે ઘરમાં શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે તે ઘર તીર્થ સમાન માનવામાં આવે છે.
દેવઉઠી એકાદશીના દિવસે શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવન મધુર બને છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
શાલિગ્રામ અને તુલસીના વિવાહથી લગ્નમાં વિલંબ થાય છે. ટૂંક સમયમાં લગ્નના યોગ બને છે.
શાલિગ્રામની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દૈત્યરાજ જલંધર અને ભગવાન શિવ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ જલંધરનો અંત આવી રહ્યો ન હતો. ત્યારે દેવતાઓને ખબર પડી કે પત્ની વૃંદાના પતિવ્રતા ધર્મના પુણ્ય ફળને કારણે જલંધરને શક્તિ મળી રહી છે. ત્યારે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે ગયા. આ કારણે વૃંદાનો પવિત્રતા ધર્મ ભંગ થઇ ગયો. જલંધર યુદ્ધમાં માર્યો ગયો.
વૃંદા વિષ્ણુની ભક્ત હતી, પરંતુ જ્યારે તેને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ કર્યુ છે, ત્યારે તેણે શ્રી હરિને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને પોતાનું જીવન સમાપ્ત કરી દીધું. ત્યારે ભગવાને તેનો શ્રાપ સ્વીકારી લીધો અને તે શાલિગ્રામ બની ગયા. તેમણે વૃંદાને છોડના રૂપમાં છાંયડો આપવા માટે આશીર્વાદ આપ્યા, જેના ફળસ્વરૂપ વૃંદાની ઉત્પત્તિ તુલસીના છોડ તરીકે થઈ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર